Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 441
________________ ધ્યાન અને જીવન ૧૯૬ દઈ આર્તધ્યાનમાં સબડતો રાખીને એવી ઘેલી ઘેલી ઝંખનાઓ કરાવ્યા કરે છે. વળવાનું કેટલું ? માલ નહિ, છતાં લંપટતા જડની. માનવજીવનમાં શું કરવાનું ? ઃ આવા જીવો આત્માની શી ચિંતા કરી શકે ? કરવાને જગા જ ક્યાં હોય? એમને માનવજનમમાં જ થઈ શકે એવી ઉચ્ચ કોટિની તત્ત્વચિંતા, ઉમદા કોટિના પરમાર્થપરોપકાર-ક્ષમા આદિના મનોરથો, ઉત્તમ પ્રકારની પરમાત્મ-સ્વરૂપની વિચારણા, - આ બધું કરવાનું સૂઝતું જ નથી. બિચારાને મોહની મોહિનીના અંજામણમાં આના તરફ દિષ્ટ જ શાની ?' આ જીવનમાં કોઈ ઊંચા ઉદ્દેશ છે, જીવન ઉત્તમ સંયમસુકૃતો-સત્કૃત્યો માટે છે, માનવમનને ઊંચા ગુણો-ભાવનાઓ વગેરેના અભ્યાસથી સુસંસ્કારિત કરવા માટે આ જીવનમાં ભરપૂર અવકાશ છે, અને એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. આનો કોઈ જ વિચાર જડલંપટ મનને ન આવે. પછી આર્તધ્યાન જ લમણે લખાયેલું રહે ને ? આર્તધ્યાનના યોગે જેમ જડની ઝંખનાની વાતો કરે, એના ગુણ ગાય, એમ એમાંની પ્રતિકૂળનાં રોદણાં પણ ચાલુ રહે છે. જેમ કે અવરનવર બોલ્યા કરશે, ‘આ મોંઘવારી ભારે ! કંઈ ભાવ ચડયા છે ભાવ ! જુલ્મ છે.’ બોલવામાં વળવાનું શું ? ભલેને વળે કાંઈ નહિ, મોંઘવારી ટળવાની નથી, પણ ઝંખ્યા કરશે, ‘સોંઘવારી થાય તો બહુ સારું.’ અનુકૂળ પ્રતિકૂળ બંનેની ઝંખના અને લવારાથી ઉપજવાનું કશું નહિ, કિંતુ ગમ-અણગમાની હોળી રાતદિવસ ચાલુ, આર્તધ્યાનની ચિનગારીઓ સદા સળગતી ! ૫૦ આવું તો અમારે ચાલ્યા જ કરે છે. તો બચવાનું કેવી રીતે ? ઉ૦ - બચવાનો ઉપાય છે; - કાળબળ કર્મબળ અને ભવિતવ્યતાના બળનો વિચાર હ્રદયથી કરવામાં આવે તો મોંઘવારી જ શું બીજી કોઈ આપત્તિની બળતરા ઓછી થાય. વિચારણા આ રીતે કરાય, આ જગતમાં જે બનાવો બન્યા કરે છે. એમાં કાળ કર્મ અને ભવિતવ્યતા ભારે કારણભૂત બને છે. કયાંક કાળ, તો કયાંક કર્મ ત્યારે કયાંક વળી ભવિતવ્યતા, અથવા કયાંક બે-ત્રણ સંમિલિત થઈ પ્રધાન કારણ બની જાય છે. કારણ એવા કે અકાય કારણ. એના અનુસાર જ કાર્ય બને. હવે જ્યાં આ શિરજોરી હોય ત્યાં આપણે આર્તધ્યાન કર્યું શું કામનું કે આ સારું ગમતું થયું ને આ ખરાબ આગગમતું બન્યું ? મનમાં આ સદા રમતું રહેવું જોઈએ કે, (૧) કાળબળ : કાળ કર્મ અને ભવિતવ્યતા જગત પર જબરદસ્ત સામ્રાજ્ય ભોગવે છે. કાળનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478