Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat
View full book text
________________
આર્તધ્યાન રોકવા ઉપાય
૧૯૧
એ જોઈ એના મનને લાગ્યું કે ‘સંભવ છે મુનિ મહારાજ તો ગામે ગામ ફરતા, એટલે ક્યાંક આનાથી પણ ચડિતાયું દેખ્યું હોય; તો લાવ, હવે છેલ્લા ત્રીજા મજલાની વિશેષતાઓ બતાવવા દે. એ જોઈને તો જરૂર ચકિત થઈ જશે.' એમ કહી મુનિને લઈ ગયો ઉપર, અને ત્યાંથી છતમાંનાં જીવતા જેવા ચિત્રામણ, હાંડી-ઝુમર, ઝરૂખાં, દિવાલો પરનાં આબેહુબ બગીચા તથા દેવાંગનાઓ વગેરેનાં ચિત્રામણ, ઈત્યાદિ ઘણું ઘણું બતાવ્યું. બનાવવા ક્યાં ક્યાંની ચીજવસ્તુ લાવેલી, ક્યાં ક્યાંના કારીગર બોલાવેલા, અને કેવી રીતે કરામતથી એ બનાવેલું, એનું હરખી હરખીને વર્ણન કર્યું.
પરંતુ બિચારો પામર શેઠ વર્ણન કરતો જાય ને મુનિનું મોઢું જોતો જાય કે ‘એના પર ચમકારો આશ્ચર્ય આનંદ દેખાય છે' તો ના, અહીં તો ભારે ઉદાસીનતા દેખી, તેથી નિરાશ થઈ ગયો કે ‘હાય ! ત્યારે આટલા જાલિમ ખર્ચ અને ભારે મહેનત તથા સમય લઈ બંધાવેલા આ બંગલામાં કોઈ માલ નહિ ? મહારાજે જરૂર આનાં કરતાં કોઈ અવ્વલ બંગલા જોયા હશે, એટલે આ ઢમકલાસ બંગલો જોઈ શાના હરખાય!
વાણિયો અકળાઈ ગયો, તે હવે મુનિને પૂછે છે,
‘હેં મહારાજ સાહેબ ! ત્યારે શું આને ય ટપી જાય એવો બંગલો ક્યાંય આપના જોવામાં આવેલો ય જરૂર લાગે છે કે જોયો હોય, તેથી આ બંગલામાં વિશેષતા ન જણાય. ખેર, પણ હવે આપ છેલ્લું નીચેનો ગેઈટ (દરવાજો) જુઓ કેમ લાગે છે? મને લાગે છે કે આવો ગેઈટ તો નહિ જ જોયો હોય. જાતે ને જાતે કલ્પના કરી બોલે છે.
...
એમ કરીને મુનિને ઉતારી લાવ્યો નીચે, ને બંગલાની બહાર નીકળી ગેઈટ બતાવે છે; કહે છે, ‘જુઓ મહારાજ સાહેબ ! માત્ર આ ગેઈટ બનાવવામાં રૂપિયા પચીસ હજાર ખરચ્યા છે. આમાં ઝીણી ઝીણી નકસી કોતરણી તો જુઓ કેવી બેનમુન છે ! આમાં ઉતારેલ રાજસવારીની ભાત, દેવપુરીનાં નૃત્યમંડપ, આબેહુબ દેવીદેવતાઓનાં બાવલાં... હવે વિશેષ તો શું કહું, આપ નજરે જુઓ કેમ લાગે છે ?’ ગેઈટ પર મુનિ મોં મલકાવે છે :
આમ કહી વાણિયો મહારાજના મોં સામે તાકીને જુએ છે કે કાંઈ ચમકારો દેખાય છે ? ત્યાં મુનિએ સહેજ મોં મલકાવ્યું. બસ, હવે એના મનને તેજી આવી, મુનિને કહે છે,
‘બસ સાહેબ ! આ અદ્ભૂત કામ છે ને ? દુનિયામાં ક્યાંય આવું જોવા ન મળે ને ? કહો, આથી ચડિયાતું તો શાનું, પણ આનો નમૂનો ય ક્યાંય જોયો ? એ તો મને ખાતરી જ હતી કે આવો દરવાજો તો ક્યાંય આપે જોયો જ ન હોય.' મુનિ હજી ય બોલતા નથી, પણ મોં પર મલકાટ ચાલુ છે. વાણિયો પૂછે ‘હેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478