Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 437
________________ ધ્યાન અને જીવન ૧૯૨ મહારાજ સાહેબ ! તો કેમ કાંઈ બોલતા નથી ? મારી ગણતરી ખોટી ? તો પછી કહો આપ હસ્યા કેમ ?' દરવાજો મૂકવાની મૂર્ખાઈ કેમ ઃ મહારાજ કહે, ‘જુઓ ખોટું લગાડતા નહિ, મને હસવું એમ આવ્યું કે ‘હેં ! હેં ! આમણે બિચારાએ આટલી બધી ભારે મહેનતે અને આવા જંગી ખરચે બંગલો બાંધી આને આ દરવાજો મૂકવાની મૂર્ખાઈ કેમ કરી ?' ‘કેમ સાહેબ ! તો દરવાજામાં કાંઈ વાંધો છે ?' ‘હા, વાંધો એ છે કે જ્યારે તમારું અહીં જીવન પૂરું થશે, મૃત્યુ થશે, ત્યારે તમને આ દરવાજામાંથી જ બહાર કાઢીને શ્મશાને લઈ જશે, તમને મર્યા પછી અહીંથી કાઢી મૂકવા આ દરવાજે જ ઉપયોગી થશે. જો દરવાજો જ ન હોત તો તો તમને તમારા જ આવા મહાકિંમતી બંગલામાંથી બહાર કાઢે જ શી રીતે? એમ તમને આમાં કાયમી રહેવાનું મળત ને ? એટલે આ દરવાજો મૂકવાની મૂર્ખાઈ પર જરા હસવું આવ્યું.' શેઠ ઠંડગાર : બોંબ- આઘાત : બસ, આ સાંભળીને વાણિયો ઠંડગાર પડી ગયો. જાણે બોંબનો ધડાકો થયો તે પૂર્વની સઘળી વિચાર-માળા મૂકાઈ ગઈ અને હવે એ પોતાના મૃત્યુની ચિંતામાં ચડ્યો કે ‘હેં ત્યારે શું આટલા જંગી ખરચે બંગલો બાંધ્યા પછી મારે આમાંથી ડીસમીસ થવાનું ? ત્યારે મહારાજ વળી કહે છે કે મર્યા પછી કદાચ અહીં કૂતરા થયા, અને બંગલો જોઈ પૂર્વ જનમ યાદ પણ આવી ગયો, ને પોતાનો બંગલો માની અંદર ઘૂસવા ગયા તો પોતાના સગા જ હડ હડ કરીને કે જરૂર પડ્યે લાકડી ઠોકીને આ જ બંગલામાંથી બહાર કાઢે ! અરેરે ! બંગલો છતે મર્યા પછી કેવી કરુણ દશા ?’ પસ્તાવો તે રુદન : શેઠ મુનિરાજને કહે છે, ‘મહારાજ સાહેબ ! આ શું કહો છો ? મૂર્ખાઈ દરવાજો મૂકવાની નહિ, પણ આવો બંગલો બાંધવાની આપ કહી રહ્યા છો. તો પ્રભુ ! મેં આ કેટલી બધી મૂર્ખાઈ કરી ? અરરર ! જે મહાધનથી અનેકાનેક સુકૃત-સત્કાર્યો કરી શકત, એ ધન તો બધું મેં આ બંગલામાં વેડફી નાખ્યું ! ઉપરથી આ બંગલા પર કારમો રાગ કરી કરી નાચ્યો ! હાય હવે મારું શું થશે ? કિંમતી તે બંગલો કે આ માનવ જીવન ? શું કિંમતી માનવ જિંદગી આ ઈંટ-ચૂના પાછળ બરબાદ ? બોલતાં બોલતાં શેઠનું હૈયું, ગદ્ગદ થઈ, એ ધ્રૂસકે રોઈ પડ્યો, ને આંખમાંથી દડદડ પાણી પડવા માંડ્યું. શોક કરે છે, અરેરેરે ! જે ભગવાનના જ પ્રભાવે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478