Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 13
________________ [નાની નાની બાબતનું ધ્યાન રાખી તેને સુવ્યવસ્થિત બનાવીને કામમાં સફળતા મેળવી શકાય છે. નાના નાના દોરાને ગૂંથી તેનું એવું મજબૂત દોરડું બનાવી શકાય કે જે મદમસ્ત હાથીને પણ બંધનમાં જકડી શકે.] अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे। गतासूनगतासुंश्च नानुशोचन्ति पण्डिताः॥ [ભગવત ગીતાનો આ શ્લોક છે. ભગવાન અર્જુનને કહે છે કે જેની ચિંતા કરવા જેવું નથી તેની તું ચિંતા કરે છે, બુદ્ધિશાળી માણસો જેવું બોલે છે પણ જે જ્ઞાની હોય તે કદી ભૂતકાળની કે ભવિષ્યકાળની ચિંતા કરી વ્યાકુળ થતા નથી.] असारे खलु संसारे सारं श्वशुरमन्दिरम्। हरो हिमालये शेते हरि: शेते महोदधौ॥ [આ અસાર સંસારમાં સાચો સાર શ્વસુરના ઘરમાં છે ! એટલે તો ભગવાન શંકર હિમાલયમાં જઈને રહે છે અને વિષ્ણુ ભગવાન સમુદ્રમાં જઈને રહે છે !] अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च। अजापुत्रं बलिं दद्यात् देवो दुर्बलघातकः॥ [બલિદાન કોનું દેવાય ? ઘોડાનું? કદી નહિ. હાથીનું ? કદી નહિ. વાઘનું? ના ભાઈ ક્યારેય નહિ. બલિદાન તો બકરીના બચ્ચાંનું જ દેવાય! દેવ પણ નબળાંનો ભોગ લે છે !]. अश्वत्थामा बलि र्व्यासो हनुमांश्च बिभीषणः। कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः॥ [આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે અશ્વસ્થામા, બલી રાજા, વ્યાસ મુનિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ એ સાતને અમરત્વનું વરદાન મળેલું છે.] 13

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73