________________
[બુદ્ધિમાન માણસનો સમય કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્રની ચર્ચામાં પસાર થાય છે. જ્યારે મૂર્ખ માણસ વ્યસનના સેવનમાં, ઊંઘવામાં કે ઝગડા કરવામાં પોતાનો સમય વેડફે છે.].
काव्येषु नाटकं रम्यं तत्र रम्यं शकुन्तला। तत्रापि च चतुर्थोऽङ्को तत्र श्लोकचतुष्टयम्॥
[બધા કાવ્યોમાં નાટક સૌથી સરસ ગણાય, બધા નાટકમાં અભિજ્ઞાન શાકુંતલમ નાટક વધુ સરસ છે. શાકુંતલમમાં તેનો ચોથો અંક સૌથી સરસ છે અને ચોથા અંકમાં તેના ચાર શ્લોક સૌથી સરસ છે.].
किं वाससा इत्यत्र विचारणीयं वासः प्रधानं खलु योग्यतायै। पीताम्बरं वीक्ष्य ददौ स्वकन्यां दिगम्बरं वीक्ष्य विषं समुद्रः॥
[કપડાંથી શું થાય એ વિચારવા જેવી વાત છે. યોગ્યતા માપવાનું સૌથી મહત્વે સાધન કપડા છે. વિષ્ણુનું સુંદર પીતામ્બર જોઈ રત્નાકરે પોતાની પુત્રી તેને આપી જ્યારે દિગમ્બર શિવજીને જોઈને ઝેરનો કટોરો ધર્યો !]
किम् अशक्यं बुद्धिमतां किम् असाध्यं निश्चयं दृढं दधताम्। किम् अशक्यं प्रियवचसां किम् अलभ्यंम् इहोद्यमस्थानाम्॥
[જેમની પાસે બુદ્ધિ છે તેમના માટે કશું અશક્ય નથી. જેમનો નિશ્ચય દ્રઢ છે તેમના માટે કશું અસાધ્ય નથી. જેમની વાણી મીઠી છે તેઓ કોઈ પણ કામ કરાવી શકે છે. જેઓ ઉદ્યમશીલ છે તેમના માટે કોઈ વસ્તુ અલભ્ય નથી.]
कुलस्यार्थे त्यजेदेकम् गाम्स्यार्थे कुलम्त्यजेत्। गामं जनपदस्यार्थे आत्मार्थे पृथिवीम् त्यजेत्॥
[મનુસ્મૃતિ અનુસાર કુળના ભલા માટે એકાદ વ્યક્તિને ત્યજવી, ગામના ભલા માટે કુળને ત્યજવું, જનપદ એટલે કે મોટા વિસ્તારના ભલા માટે ગામને ત્યજવું અને આત્માના ઉદ્ધાર માટે સમગ્ર પૃથ્વી ત્યજવી ઈચ્છનીય છે.]