Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 54
________________ [પ્રારબ્ધ અને પુરુષાર્થરૂપી બન્ને ચક્ર સાથે ચાલે તો જ સંસારનો રથ આગળ ચાલે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પંગુ બની જાય. એક પૈડાવાળો રથ દોડી ન શકે.] यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुश्कृताम्। धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ [જ્યારે જ્યારે ધર્મની જ્યોત ઝાંખી પડશે ત્યારે ધર્મના ઉદ્ધાર માટે હું મારું સર્જન કરીશ. સજ્જનોના રક્ષણ માટે અને ખોટા કાર્યો કરનારાના નાશ માટે તથા ધર્મને ફરી સ્થાપિત કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરીશ.] यस्तु सञ्चरते देशान् सेवते यस्तु पण्डितान्। तस्य विस्तारिता बुद्धिस्तैलबिन्दुरिवाम्भसि॥ [જે માણસ દેશવિદેશનું પર્યટન કરે છે, જ્ઞાની-પંડિતો પાસે જઈ તેની વાત સાંભળે છે તેની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાંની માફક વિસ્તાર પામે છે.] यस्तु सर्वाणि भूतान्यात्मनेवानुपश्यति। सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥ यस्य सर्वाणिभूतान्यात्मैवाभद्विजानतः। तत्र को मोहः कः शोकः एकत्व मनुपश्यतः ॥ [ઈશાવાસ્ય ઉપનિષદનું બ્રહ્મજ્ઞાનઃ જે એવું વિચારી શકે કે આ જગતના સર્વ જીવમાં હું છું અને મારામાં સર્વ જીવ સમાયેલા છે તે અભય પ્રાપ્ત કરે છે. જેમના માટે જગતના સર્વે જીવ પોતાના આત્મા જેવા છે એવા એકત્વદર્શીને મોહ કે શોક સ્પર્શી શકતા નથી.] यस्मिन् देशे न सम्मानो न प्रीतिर्न च बान्धवाः। न च विद्याऽऽगमः कश्चित् तं देशं परिवर्जयेत्॥ 54

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73