Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 61
________________ विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मतिः। परलोके धनं धर्मः शीलं सर्वत्र वै धनम्॥ [પરદેશમાં આપણું ખરું ધન વિદ્યા બને છે. સંકટકાળમાં સુબુદ્ધિ આપણું ધન બને છે. પરલોકમાં ધર્મ આપણી સંપત્તિ બને છે. સદાચાર સર્વત્ર સંપત્તિરૂપ પુરવાર થાય છે.] विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरूणां गुरुः॥ विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता । विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः॥ [વિદ્યા માણસની સૌથી મોટી સુંદરતા છે. વિદ્યા ખૂબ સલામત એવું અપ્રગટ ધન છે. વિદ્યા સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને સુખ લઈ આવે છે. વિદ્યા ગુરુની ગુરુ છે. પરદેશમાં વિદ્યા સગા ભાઈની જેમ મદદ કરે છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓ પણ ધનની નહિ વિદ્યાની પૂજા કરે છે. વિદ્યા વિનાનો માણસ સાક્ષાત પશુ સમાન છે.] विद्या विवादाय धनं मदाय खलस्य शक्तिः परपीडनाय। साधोस्तु सर्वं विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय॥ [દુર્જન માણસ વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે, ધનનો ઉપયોગ અભિમાન કરવા માટે અને શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવા માટે કરે છે. સજ્જનોનું તેથી ઊલટું વર્તન હોય છે. તેઓ વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ રક્ષણ કરવા માટે ઉપયોગમાં લે છે.] विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन। स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते॥ [વિદ્વતાની અને રાજવીપણાંની સરખામણી ન થઈ શકે. રાજા માત્ર તેના રાજમાં પૂજાય પણ વિદ્વાન માણસ તો જ્યાં જાય ત્યાં પૂજાય.]

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73