Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 72
________________ શ क्षणशः कणश्चैव विद्याम् अर्थं च साधयेत् । क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम्॥ [પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરી વિદ્યા મેળવવી જોઈએ અને પ્રત્યેક કણ બચાવી ધન એકઠું કરવું જોઈએ. ક્ષણ વેડફે વિદ્યા ન મળે, કણ વેડફે ધન ન મળે.] क्षणे तुष्टः क्षणे रुष्टस्तुष्टो रुष्टः क्षणे क्षणे। अव्यवस्थितचित्तस्य प्रसादोऽपि भयङ्करः ॥ [ઘડીક ખુશ તો ઘડીક નાખુશ. એક ઘડી રાજી તો બીજી મિનિટે અગનગોળો. જેમના મગજનું કંઈ ઠેકાણું ન હોય તેમની મહેરબાની પણ ભારે પડી જાય.] क्षणेक्षणे यद् नवतां उपैति स रूपः । [કાલિદાસે કરેલી સૌંદર્યની વ્યાખ્યાઃ ખરી સુંદરતા તેને કહેવાય જે હરઘડી નવું રૂપ ધારણ કરે.] क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा । क्षमा वशीकृते लोके क्षमया किं न सिध्यति ॥ [ક્ષમા શક્તિશાળી માણસનું સાચું બળ છે. શક્તિશાળી માણસો ક્ષમા વડે શોભે છે. ક્ષમાથી લોકો વશ થઈ જાય છે. ક્ષમાથી શું ન થઈ શકે ?] क्षमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति। अतृणे पतितो वह्निः स्वयमेवोपशाम्यति॥ [જેમની પાસે ક્ષમા નામનું અમોઘ શસ્ત્ર હોય તેનું કોઈ કંઈ બગાડી શકે નહિ જે ધરતી તણખલા વિનાની એટલે કે ઉજ્જડ અને વેરાન હોય તેની ઉપર આગનો ગોળો પડે તો તે આપમેળે ઠંડો પડી જાય.] 72

Loading...

Page Navigation
1 ... 70 71 72 73