Page #1
--------------------------------------------------------------------------
________________
દાદીની પ્રસાદી
'માવજીભાઈ મુંબઈવાળા
પ્રાપ્તિસ્થાનઃ 'http://www.mavjibhai.com
Page #2
--------------------------------------------------------------------------
________________
સુભાષિતોને દિલો-જાનથી
ચાહનારા અને
QUOTABLE QUOTES oll
બેતાજ બાદશાહ
સંસ્કાર પુરુષ
શ્રી સુરેશ દલાલને
સાદર અર્પણ
Page #3
--------------------------------------------------------------------------
________________
દાદીની પ્રસાદી
જેમ આજે આપણી માતૃભાષા ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે જોતાં સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો જ્ઞાનનો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે. આ પ્રસાદીને સુપાચ્ય બનાવવા પ્રત્યેક કંડિકાની સાથે સાથે તેના ગુજરાતીમાં ભાવાર્થનું અનુપાન પણ રજૂ કરાયું છે.
પ્રાર્થનાઓ
असतो मा सदगमय। तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतम् गमय॥
(બૃહદારણ્યક ઉપનિષદ) [અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા]
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
[ઈશાવાસ્ય ઉપનિષદનો આ શાંતિપાઠનો લોક છે. તેનો શબ્દાર્થ છે. તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે. આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.]
Page #4
--------------------------------------------------------------------------
________________
ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥
[આ ગાયત્રી મંત્ર સૂર્ય આરાધનાનો મંત્ર છે. ભાવાર્થ છે. હે સર્વોપરી દેવ ! તું જીવનનો આધાર છે, અમારા સર્વ દુઃખ દૂર કરે છે, તે સ્વયં પ્રકાશિત છે. સૌથી વધુ પૂજનીય છે, અમે તારું ધ્યાન ધરી પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર.]
ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥
ૐ શાંન્તિ: શાંન્તિ: શાંન્તિ: ||
રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી કરીશું શ્રમ સખત અભ્યાસમાં અમે ખંતથી હો મેઘા તેજસ્વી અમારી એટલે પ્રભુ આપજો ને સંબંધ સદા સ્નેહભર્યો ગુરુ શિષ્યનો રાખજો
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधू च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव॥
[તમે છો માતા પિતા તમે છો તમે છો બંધુ સખા તમે છો તમે છો વિદ્યા વળી ધન સંપત્તિ પણ સર્વ મારું તમે હે દેવ દેવ]
मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्। यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥
Page #5
--------------------------------------------------------------------------
________________
[જો તારી કૃપા ઉતરે તો મુંગો માણસ વાચાળ બને છે, અપંગ માણસ પહાડ ઓળંગી જાય છે. હે પરમાનંદ માધવ તને વંદન કરું છું.]
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥
[સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ
ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે
એવી દેવી મા સરસ્વતી દૂર કરજો અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને]
वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ । निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा ॥
[હે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયા ધરાવતા, અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા
શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેજો.]
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्। विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ॥ लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् । वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥
5
Page #6
--------------------------------------------------------------------------
________________
[ભગવાન વિષ્ણુની આ સ્તુતિનો ભાવાર્થ છે. શાંતિ પમાડતા, નાગની શૈયા ધરાવતા, નાભિમાંથી કમળ પ્રગટાવતા, દેવોના અધિપતિ, વિશ્વના આધારરૂપ, ગગન જેવા વિશાળ, મેઘવર્ણી કાયા અને શુભ અંગો ધારણ કરતા, લક્ષ્મીજીના પ્રિયતમ, કમળસમ નેત્રો ધરાવતા, યોગીઓ ધ્યાન ધરે છતાં તેમના માટે અગમ્ય રહેતા, ભવનો ભય હરનારા, સર્વ લોકના નાથ વિષ્ણુને વંદન હો]
सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
[સર્વે બની રહો સુખી સર્વે બની રહો સ્વસ્થ મળે શુભદ્રષ્ટિ સર્વને
न म भोगवे ] वन्दे मातरम्। वन्दे मातरम्। वन्दे मातरम्। वन्दे मातरम्॥
सुजलाम् सुफलाम् मलयजशीतलाम्।
शस्यश्यामलाम् मातरम्।
वन्दे मातरम्॥ शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्। फुल्लकुसुमितद्रुमदलशोभिनीम्।
सुहासिनीम्। सुमधुरभाषिणीम्। सुखदा वरदाम् मातरम् ।
वन्दे मातरम्॥
Page #7
--------------------------------------------------------------------------
________________
[વંદુ તુજને મા હો વંદુ તુજને મા વંદુ તુજને મા હો વંદુ તુજને મા
છો સભર તું જળથી ફળથી દખણાદી શીત વાયુ લહારથી પાકેલા લહેરાતા ધાન્ય થકી સુરત તુજ બની સુંદર શામળી
હિંદુ તુજને મા હો વંદુ તુજને મા વંદુ તુજને મા હો વંદુ તુજને મા
શુભ ચન્દ્ર કિરણથી ઓપતી ખુશહાલ છે સૌ રાત્રિ તારી પુષ્પ ને વૃક્ષોથી લચી રહેલી શોભે છે કણ કણ ભૂમિ તારી
મલકાતું મોં વદતું મીઠી વાણી ને વરસાવે સદા સુખ વરદાન વંદુ તુજને મા હો વંદુ તુજને મા હિંદુ તુજને મા હો વંદુ તુજને મા]
જ્ઞાન ખજાનો
अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम्। अधनस्य कुतो मित्रं अमित्रस्य कुतः सुखम्॥
[આળસુ માણસને વિદ્યા ક્યાંથી મળે? વિદ્યા વિનાના માણસને ધન ક્યાંથી મળે? નિર્ધન માણસને મિત્ર ક્યાંથી મળે અને મિત્ર વિનાના માણસને સુખ ક્યાંથી મળે?]
Page #8
--------------------------------------------------------------------------
________________
अग्निः शेषं ऋणः शेषं शत्रुः शेषं तथैव च। पुनः पुनः प्रवर्धेत तस्मात् शेषं न कारयेत्॥
[અગ્નિ, દેવું અને શત્રુ એ ત્રણનો જરાક અંશ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે માટે તેના અંશને પણ બાકી રહેવા ન દેવાય.]
अग्निहोत्रं गृहं क्षेत्रं गर्भिणी वृद्धबालको। रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥
[પવિત્ર અગ્નિ, પોતાનું ઘર, ખેતર, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, બાળકો, રાજા, દેવતા અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું જોઈએ.]
अजरामरवत् प्राज्ञो विद्यामर्थं च साधयेत्। गृहीत इव केशेषु मृत्युना धर्मम् आचरेत्॥
[ડાહ્યા માણસોએ જ્યારે જ્ઞાન કે ધન મેળવવાની વાત આવે ત્યારે પોતે અજરઅમર રહેવાના છે એવું વિચારીને વણથંભી સાધના કરવી જોઈએ અને જ્યારે ધર્મનું આચરણ કરવાની વાત આવે ત્યારે મોત ખંભા પર બેસી વાળ ખેંચી રહ્યું છે એમ માનીને તરત ધર્મનું આચરણ કરવું જોઈએ.]
अज्ञश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यति। नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः॥
[ભગવદ્ ગીતામાં ભગવાનનો આ ઉપદેશ છેઃ જે અજ્ઞાની છે અશ્રદ્ધાળુ છે અને દરેક વાતમાં શંકા કરે છે તેમનો નાશ થાય છે. શંકાશીલ માણસો માટે આ લોકમાં કે પરલોકમાં કોઈ સુખ નથી.]
अतितृष्णा न कर्तव्या तृष्णां नैव परित्यजेत्। शनैः शनैश्च भोक्तव्यं वित्तम् स्वयमुपार्जितम्॥
[ન અતિ તૃષ્ણા કરવી કે ન તૃષ્ણાનો સમૂળગો ત્યાગ કરવો. જાતે કમાયેલી સંપત્તિનો ધીમે ધીમે ઉપભોગ કરવો.]
Page #9
--------------------------------------------------------------------------
________________
अतिथि देवो भव।
[અતિથિને ઈશ્વરતુલ્ય ગણી આદર આપવો.]
अतिदानाद्धतः कर्णस्त्वतिलोभात् सुयोधनः। अतिकामाद्दशग्रीवस्त्व् अति सर्वत्र वर्जयेत्॥
[અતિ દાનથી કર્ણ પાસે કંઈ ન રહ્યું. અતિ લોભથી સુયોધનની અવદશા થઈ. અતિ ઇચ્છાથી પતન થાય છે માટે કોઈ પણ બાબતમાં અતિશયતાને તજવી. ]
अतिपरिचयादवज्ञा सततगमनात् अनादरो भवति। मलये भिल्ला पुरांधी चंदनतरुकाष्ठम् इंधनम् कुरुते॥
[અતિ પરિચયથી અવજ્ઞા થાય. કોઈને ત્યાં સતત જઈએ તો આવકાર ન મળે. મલય પર્વત પર રહેતી ભીલડીઓ ચંદનને પણ ઈંધણનું લાકડું ગણી ચૂલામાં બાળે છે.]
अतिस्नेहः पापशङ्की।
[કોઈને માટે આપણો વધુ પડતો પ્રેમ આપણાં મનમાં આપણા તે પ્રિય પાત્રની સલામતી માટે ખોટી શંકા પેદા કરે છે. અભિજ્ઞાન શાકુંતલમનું આ વાક્ય છે]
अद्यापि दुर्निवारं स्तुतिकन्या वहति नाम कौमारम्। सद्भ्यो न रोचते सा असन्तः अपि अस्यै न रोचन्ते॥
[સ્તુતિ નામની કન્યા બિચારી હજુ કુંવારી છે કેમ કે સારા માણસોને એ ગમતી નથી તો જે સારા નથી તે એને ગમતા નથી !]
अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा। अनुग्रहश्च दानं च एष धर्मः सनातनः॥
Page #10
--------------------------------------------------------------------------
________________
[મન, વચન અને કર્મથી કોઈ જીવનો દ્રોહ ન કરવો, પ્રેમ રાખવો અને ઉદારતાથી દાન આપવું એ સનાતન ધર્મ છે.]
अधमाः धनमिच्छन्ति धनं मानं च मध्यमाः। उत्तमाः मानमिच्छन्ति मानो हि महताम् धनम्॥
[નિમ્ન કક્ષાના માણસો ફક્ત ધનની ઇચ્છા રાખે છે. મધ્યમ કક્ષાના માણસો ધન અને માન બન્નેની ઇચ્છા રાખે છે. પણ ઉત્તમ માણસોની ઇચ્છા ફક્ત માન મેળવવાની હોય છે કેમકે માન સૌથી ચડિયાતું ધન છે.]
अनभ्यासे विषं विद्या अजीर्णे भोजनं विषं। विषं सभा दरिद्रस्य वृद्धस्य तरुणी विष॥
[અભ્યાસ ન કર્યું વિદ્યા વિષ સમાન બને છે, જ્યારે પાચન ન થતું હોય ત્યારે ભોજન ઝેર બને છે. સંપત્તિ વિહોણા માટે સભા એટલે કે જાહેરમાં જવું ઝેર જેવું બને છે તો વૃદ્ધો માટે યુવાન સ્ત્રી વિષની ગરજ સારે છે !]
अन्तस्तिमिरनाशाय शब्दबोधो निरर्थकः। न नश्यति तमो नाम कृतया दीपवार्तया॥
[મનના તિમિરને મીટાવવા શબ્દોનો બોધ કંઈ કામમાં આવતો નથી. જેમ દીવો, દીવો એવો શબ્દજાપ કરતાં રહીએ તો અંધારું થોડું દૂર થાય છે ?]
अन्नदानं परं दानं विद्या दानम् अतः परम्। अन्नेन क्षणिका तृप्तिः यावज्जीवञ्च विद्यया॥
[અન્નદાન ઘણી મોટી વાત છે પણ વિદ્યાદાન તેનાથી પણ મોટી વાત છે. અન્નથી થોડો વખત તૃપ્તિ અનુભવાય છે પણ વિદ્યા વડે આજીવન તૃપ્તિ મળે છે.]
अन्यक्षेत्रे कृतं पापं पुण्यक्षेत्रे विनश्यति। पुण्यक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति॥
Page #11
--------------------------------------------------------------------------
________________
[અન્ય ક્ષેત્રે કરેલું પાપ તીર્થમાં જઈ ધોઈ શકાય છે. પણ તીર્થક્ષેત્રમાં જો પાપ કરીએ તો તે વજૂલેપ બની જાય છે.]
अपमानितोऽपि कुलजो न वदति पुरुषं स्वभावदाक्षिण्यात्। नहि मलयचन्दनतरु: परशुप्रहत: स्रवेत् पूयम्॥
[કુહાડીથી પ્રહાર થવા છતાં મલય પર્વત પર ઊગતા ચંદનના વૃક્ષમાંથી જેમ નકામો પદાર્થ બહાર આવતો નથી તેમ અપમાન થવા છતાં કુળવાન માણસો પોતાનું સૌજન્ય છોડી જેમ તેમ બોલતા નથી.]
अपि क्रियार्थं सुलभं समित्कुशम् जलान्यपि स्नानविधिक्षमाणि ते । अपि स्वशक्त्या तपसि प्रवर्तसे शरीरमाद्यं खलु धर्मसाधनम् ||
[કાલિદાસ કૃત કુમારસંભવમ્ સર્ગ-૫-૩૩. યજ્ઞ કરવા માટે સમધના ટૂકડાં અને કુશ ઘાસ સહેલાઈથી મળે છે? સ્નાન માટે પાણી યોગ્ય છે? તમે તમારી શક્તિ અનુસાર તપ કરો છો ? શરીર ધર્મ કરવા માટેનું સાધન છે.]
अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते। जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥
(હે લક્ષ્મણ, આ લંકા સોનાની છે તો પણ તે મને ગમતી નથી. જનની અને જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે. વાલ્મિકી રામાયણમાં લંકા વિજય પછી લંકાનું રાજ સ્વીકારવાની ના પાડતા રામ આ વાક્ય કહે છે.]
अपूर्व: कोपि कोशोयं विद्यते तव भारति। व्ययतो वृद्धिम् आयाति क्षयम् आयाति संचयात्॥
Page #12
--------------------------------------------------------------------------
________________
[હે દેવી સરસ્વતી, તારો ખજાનો ખરેખર અનોખો છે. જો તે વાપરીએ તો વધતો રહે છે અને જો તે સાચવીને રાખી મૂકીએ તો તેમાં ઘટાડો થાચ છે. જ્ઞાનનું એવું છે કે તે જેમ ઉપયોગમાં લેવાય તેમ વધે અને ઉપયોગ કર્યા વિના પડ્યું રહે તો કટાઈ જાય.]
अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥
[આ મારું છે, તે બીજાનું છે એવી ગણતરી તો જેનું મન સાંકડું હોય તેવા લોકોની હોય. જેનું મન ઉદાર હોય તેને તો આખું ય જગત પોતાના કુટુંબ જેવું લાગે.]
अरसिकेषु कवित्वनिवेदनं शिरसि मा लिख मा लिख मा लिख ।
[હે વિધાતા, અરસિક માણસો પાસે કવિતા પ્રસ્તુત કરવાનું મારા કપાળે ન લખ, ન લખ, ન લખ. કાલિદાસે કોઈક વખત કંટાળીને આવી પ્રભુપ્રાર્થના કરી હોવાનું મનાય છે.]
अर्थातुराणां न गुरुर्न बन्धुः कामातुराणां न भयं न लज्जा । विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिर्न वेला ॥
[જેમને પૈસા કમાવાની આતુરતા હોય તેને ન તો ગુરુ દેખાય, ન ભાઈ દેખાય. જેને કામેચ્છા જાગે તેને ન કોઈનો ડર લાગે, ન કોઈની શરમ નડે. જેને વિદ્યા પ્રાપ્તિની તડપ જાગે તેના જીવને ન શાંતિ હોય,
ન ઊંઘ આવે. જેને ભૂખ લાગે તે ન રૂચિ જૂએ કે ન શું સમય થયો છે તે જૂએ.]
अल्पकार्यकराः सन्ति ये नरा बहुभाषिणः ।
शरत्कालिनमेघास्ते नूनं गर्जन्ति केवलं ॥
[ઓછું કામ કરવાવાળા બહુ બોલ બોલ કરતા થઈ જાય. શરદ ઋતુમાં મેઘરાજા વરસે ઓછું ને ગરજે વધુ.]
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका । तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तसन्तिनः॥
12
Page #13
--------------------------------------------------------------------------
________________
[નાની નાની બાબતનું ધ્યાન રાખી તેને સુવ્યવસ્થિત બનાવીને કામમાં સફળતા મેળવી શકાય છે. નાના નાના દોરાને ગૂંથી તેનું એવું મજબૂત દોરડું બનાવી શકાય કે જે મદમસ્ત હાથીને પણ બંધનમાં જકડી શકે.]
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे। गतासूनगतासुंश्च नानुशोचन्ति पण्डिताः॥ [ભગવત ગીતાનો આ શ્લોક છે. ભગવાન અર્જુનને કહે છે કે જેની ચિંતા કરવા જેવું નથી તેની તું ચિંતા કરે છે, બુદ્ધિશાળી માણસો જેવું બોલે છે પણ જે જ્ઞાની હોય તે કદી ભૂતકાળની કે ભવિષ્યકાળની ચિંતા કરી વ્યાકુળ થતા નથી.]
असारे खलु संसारे सारं श्वशुरमन्दिरम्। हरो हिमालये शेते हरि: शेते महोदधौ॥
[આ અસાર સંસારમાં સાચો સાર શ્વસુરના ઘરમાં છે ! એટલે તો ભગવાન શંકર હિમાલયમાં જઈને રહે છે અને વિષ્ણુ ભગવાન સમુદ્રમાં જઈને રહે છે !]
अश्वं नैव गजं नैव व्याघ्रं नैव च नैव च। अजापुत्रं बलिं दद्यात् देवो दुर्बलघातकः॥
[બલિદાન કોનું દેવાય ? ઘોડાનું? કદી નહિ. હાથીનું ? કદી નહિ. વાઘનું? ના ભાઈ ક્યારેય નહિ. બલિદાન તો બકરીના બચ્ચાંનું જ દેવાય! દેવ પણ નબળાંનો ભોગ લે છે !].
अश्वत्थामा बलि र्व्यासो हनुमांश्च बिभीषणः। कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः॥
[આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે અશ્વસ્થામા, બલી રાજા, વ્યાસ મુનિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ એ સાતને અમરત્વનું વરદાન મળેલું છે.]
13
Page #14
--------------------------------------------------------------------------
________________
अश्वस्य भूषणं वेगो मत्तं स्याद् गजभूषणम्। चातुर्यम् भूषणं नार्या उद्योगो नरभूषणम्॥
[ઘોડાનું ભૂષણ વેગ છે, હાથીનું ભૂષણ મદ છે. ચતુરાઈ એ નારીનું ભૂષણ છે તો જહેમત એ નરનું ભૂષણ છે.]
अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयम् ।
परोपकारः पुण्याय पापाय परपीडनम्॥
[અઢાર પુરાણનો સાર વ્યાસ મુનિના બે વચનોમાં સમાઈ જાય છેઃ પરોપકાર કરવો એ પુણ્ય છે અને પરપીડન કરવું એ પાપ છે.]
अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम् ।
शेषाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥
[મહાભારતના વનપર્વમાં આવતા યક્ષ યુધિષ્ઠિર સંવાદનો આ શ્લોક છેઃ અન્ય માણસો એક પછી એક મૃત્યુ પામે છે તેવું જોવા છતાં બાકીના માણસો પોતે જાણે કાયમ જીવતા રહેવાના છે એવી અપેક્ષા સાથે શાંતિથી જીવે છે તેનાથી વધુ મોટું આશ્ચર્ય જગતમાં હોઈ શકે ?]
अहं ब्रह्मास्मि ।
[અનહલક. હું ઈશ્વર છું.]
अहिंसा परमो धर्मः ।
[અહિંસા સૌથી મોટો ધર્મ છે.]
अहो दुर्जनसंसर्गात् मानहानिः पदे पदे । पावको लोहसङ्गेन मुद्गरैरभितायते ॥
14
Page #15
--------------------------------------------------------------------------
________________
[ખોટા માણસોની સાથે રહેવાથી ડગલે ને પગલે માર ખાવો પડે છે. સોનું પણ આગ અને લોખંડ જેવા પદાર્થોના સંપર્કમાં આવે ત્યારે તેની ઉપર હથોડીથી ધડાધડ પ્રહારો પડવા શરૂ થઈ જાય છે]
આ
आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ।
[ઋગ્વેદનો મંત્રઃ બધી દિશાઓમાંથી કલ્યાણકારી વિચારો અમને પ્રાપ્ત થાઓ.]
आकारैणैव चतुराः तर्कयन्ति परेङ्गितम्।
गर्भस्थं केतकीपुष्पमामोदेनेव षट्पदाः ॥
[હોંશિયાર માણસોને બાહ્ય આકાર જોઈને અંદર શું હશે તે તેની ખબર પડી જાય છે. ભમરો સુગંધ પરથી જ કેતકી પુષ્પની કળીને પારખી લે છે. ]
आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम् ।
सर्वदेवनमस्कारः केशवं प्रति गच्छति॥
[આકાશમાંથી કોઈ પણ નદીમાં પડતું પાણી વહીને જેમ સાગરમાં મળી જાય છે તેમ કોઈ પણ દેવીદેવતાને કરેલું વંદન એક માત્ર ઈશ્વરને પહોંચે છે.]
आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षे शत्रुसंकटे ।
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः ॥
[સંકટના સમયે, દુષ્કાળમાં, શત્રુની ઉપાધિમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી બાજુમાં ઊભો રહે તે જ સાચો સગો છે.]
आत्मनः प्रतिकूलानि परेषाम् न समाचरेत्॥
[ભગવદ્ ગીતાનું કથન છેઃ જે આપણા માટે પ્રતિકૂળ હોય એટલે કે જે આપણને અનુકૂળ ન હોય તેવું આચરણ બીજા સાથે કરવું ન જોઈએ ]
आत्मनः मुखदोषेण बध्यन्ते शुकसारिकाः। बकास्तत्र न बध्यन्ते मौनं सर्वार्थसाधनम्॥
15
Page #16
--------------------------------------------------------------------------
________________
[મૌનથી બધા હેતુ સરે છે. બોલ બોલ કરવાના પોતાના વાંકે પોપટ તથા મેનાને પાજરામાં પૂરાવું પડે છે જ્યારે મૌન રહેતા બગલાને કોઈ બંધન સહન કરવું પડતું નથી]
आत्मनो गुरुः आत्मैव पुरुषस्य विशेषतः यत। प्रत्यक्षानुमानाभ्याम श्रेयसवनुबिन्दते॥
[આપણે જ આપણા ગુરુ છીએ કેમકે આપણે જ આપણને શીખવતા હોઈએ છીએ. પ્રત્યક્ષ અનુભવ અને અનુમાનથી વધુ સારુ શું છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે.]
आत्मपक्षं परित्यज्य परपक्षेषु यो रतः। स परैर्हन्यते मूढः नीलवर्णशृगालवत्॥
[પંચતંત્રની એક વાર્તાનો સારાંશ છેઃ જે માણસ પોતાનો પક્ષ છોડી બીજાના પક્ષમાં રચ્યોપચ્યો રહે તે મૂર્ખ નીલરંગી શિયાળની માફક માર્યો જાય છે.]
आत्मवत सर्वभूतेषु यः पश्यति सः पण्डितः।
[ભગવદ્ ગીતામાં ભગવાનનું કથનઃ જેવો હું છું તેવા જ આ જગતના સર્વે જીવ છે એવું જેને ભાન થાય તે પંડિત કહેવાય.]
आदौ रामतपोवनादिगमनं हत्वा मृगकाञ्चनम्। वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसंभाषणम्॥ वालीनिर्दलनम् समुद्रतरणं लङ्कापुरीदाहनम्। पश्चादरावणकुम्भकर्णहननं एतद् इति रामायणम्॥ [લાંબા લચક રામાયણને ટૂંકમાં પતાવવું છે? તો સાંભળો. પહેલા રામ તપોવનમાં ગયા, સોનાના હરણ પાછળ દોડ્યા, સીતાનું હરણ થયું, જટાયુનું મરણ થયુ, સુગ્રીવ સાથે વાતો થઈ, વાલી માર્યો ગયો, સમુદ્રનું તરણ થયું, લંકાનું દશ્ન થયું, રાવણ, કુંભકર્ણનું હનન થયું. બસ રામાયણ પૂરું થયું.]
16
Page #17
--------------------------------------------------------------------------
________________
आर्ता देवान् नमस्यन्ति, तप: कुर्वन्ति रोगिणः। निर्धना: दानम् इच्छन्ति वृद्धा नारी पतिव्रता॥
[દુ:ખી માણસ દેવને પગે લાગે છે. રોગી માણસ તપ કરે છે. નિર્ધન માણસ દાનને ઝંખે છે. વૃદ્ધ નારી पतिव्रता बने छ !]
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः। नास्त्युद्यमसमो बन्धुः कुर्वाणो नावसीदति॥
[આળસ એ માણસના શરીરમાં રહેલો તેનો મોટો શત્રુ છે. ઉદ્યમ જેવો કોઈ બંધુ નથી. ઉદ્યમ કરનારો કદી નાશ પામતો નથી.]
आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृङखला। यया बद्धाः प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥
[આશા નામનું મનુષ્યનું બંધન ભારે અદ્દભુત બંધન છે. આ બંધનથી બંધાયેલો માણસ દોડવા લાગે છે તો આ બંધનથી મુક્ત થયેલ માણસ અપંગની જેમ સ્થિર થઈ જાય છે !]
आस्ते भग आसीनस्य ऊध्वस्तिष्ठति तिष्ठतः। शेते निपद्यमानस्य चराति चरतो भगः॥
[મહાભારતનો શ્લોક છે. જે માણસ કામ કર્યા વિના બેઠો રહે તેનું નસીબ બેઠેલું રહે છે. જે ઊભો ઊભો વિચાર કર્યા કરે છે તેનું નસીબ પણ ઊભું જ રહી જાય છે. જે માણસ ઊંઘી જાય તેનું નસીબ ઊંઘી જાય છે પણ જે ચાલતો જ રહે તેનું નસીબ ચાલવા લાગે છે.]
आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम्। धर्मो हि तेषाम् अधिकोविशेषो धर्मेण हीना: पशुभिः समाना:॥
7
Page #18
--------------------------------------------------------------------------
________________
[આહાર, નિદ્રા, ભય અને મૈથુનની બાબતમાં પશુ અને માણસમાં કોઈ ફરક નથી. માણસમાં ધર્મ એક એવી ચીજ છે જે પશુમાં હોતી નથી. આથી ધર્મ વિનાનો માણસ પશુ જેવો જ લેખાય.].
ઇ-ઈ
इतो भ्रष्टस्ततो नष्टः। [અહી જઈશ તો ભ્રષ્ટ થઈશ. ત્યાં જઈશ તો નષ્ટ થઈશ.]
इदमद्य करिष्यामि श्वः कर्तास्मि इति वादिनम्। कालो हरति संप्राप्तो नदीवेग इव दुमम् ||
[જેમ નદીમાં આવેલું પૂર પોતાના વેગમાં વૃક્ષને તાણી જાય છે તેમ આ કામ આજે કરીશ આ કામ કાલે કરીશ એવી વાતો કરનારાને સમયનું પૂર પોતાની સાથે ખેંચી જાય છે.]
ईशावास्यमिदं सर्वं यत् किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद् धनम्॥
[ ઈશાવાસ્ય ઉપનિષદનો તત્વજ્ઞાનીઓને ખૂબ જ પ્રિય એવો શ્લોક. જડ અને ચેતનતત્વના બનેલા આ જગતના અણુએ અણુમાં ઈશ્વર છે અને તે જ તેનો સ્વામી છે. આ જગતને માણ પણ ત્યાગના ભાવ સાથે માણ. એવું માનતો નહિ કે તારા એકલાની કોઈ ચીજ છે. જે કંઈ છે તેના પર અન્યનો પણ એટલો જ અધિકાર છે. અન્યના અધિકારને કદી છીનવી લેતો નહિ.]
ઉ-ઊ
उत्तमो नातिवक्ता स्यात् अधमो बहु भाषते। न काञ्चने ध्वनिस्तादृक् यादृक् कांस्ये प्रजायते॥
[નકામો માણસ બહુ બોલ બોલ કરે એટલે ઉત્તમ વક્તા બની જતો નથી. સોનાનો જેટલો અવાજ આવે તેના કરતાં કાસાનો અવાજ અનેકગણો આવે છે.]
18
Page #19
--------------------------------------------------------------------------
________________
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥
[કઠોપનિષદ અધ્યાય-૧ વલ્લી-૩નો શ્લોક: ઊઠો જાગો તમારાથી ચડિયાતા જાણકારો પાસેથી જ્ઞાન મેળવો. કવિઓ (એટલે કે વિદ્વાનો) કહે છે કે જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છરીની ધાર પર ચાલવા જેવો मारो छ.]
उत्पद्यन्ते विलीयन्ते दरिद्राणां मनोरथाः।
[ગરીબ માણસને મનમાં ઇચ્છાઓ જાગતી રહે ને ભૂલાતી રહે. તેનું પરિણામ કંઈ ન આવે].
उत्सवप्रियाः खलु मनुष्याः।
[કાલિદાસનું કથનઃ બધા માણસોને તહેવાર માણવા ગમે છે]
उत्साहो बलवानार्य नास्त्युत्साहात्परं बलम्। सोत्साहस्य च लोकेषु न किंचिदपि दुर्लभम्॥
[ઉત્સાહમાં ખૂબ બળ હોય છે. ઉત્સાહથી વધુ મોટું બળ કોઈ નથી. એટલે ઉત્સાહી માણસો માટે કોઈ ग्राम सघनथी.]
उदये सविता रक्तो रक्तश्चास्तमने तथा। सम्पत्तौ च विपत्तौ च साधूनामेकरूपता॥
[ઊગતો સૂરજ લાલ રંગનો હોય છે, આથમતો સૂરજ પણ લાલ રંગનો જ હોય છે. સજ્જન માણસના રંગ ઢંગ સુખમાં કે દુઃખમાં સરખા જ રહે છે.]
उदारस्य तृणं वित्तं शूरस्य मरणं तृणं। विरक्तस्य तृणं भार्या निस्पृहस्य तृणं जगत्॥
Page #20
--------------------------------------------------------------------------
________________
[ઉદાર માણસને ધનનું મહત્વ તણખલા જેટલું હોય છે, શૂરવીર માણસને મોત તણખલા જેટલું તુચ્છ લાગે છે, સંસારમાં રસ ન હોય તેવા માણસને પત્નીની કોઈ કીમત હોતી નથી તો જે નિસ્પૃહી માણસ છે તેને આખું જગત તણખલા જેવું નકામું લાગે છે.]
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बंधु: आत्मैव रिपुरात्मनः॥
[ભગવદ્ ગીતાનો ઉપદેશ આત્માનો ઉદ્ધાર આત્મા વડે જ કરવો જોઈએ. આત્માની કદી અવનતિ થવા ન દેવી જોઈએ. આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.]
उद्यमस्साहसं धैर्य बुद्धिश्शक्तिः पराक्रमः। षड् एते यत्र वर्तन्ते देवः तत्र सहायकृत्॥
[જ્યાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ એ છ બાબત હોય ત્યાં પ્રભુની બધી મદદ મળી રહે છે.]
उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥ [માત્ર મનના ઘોડા દોડાવ્ય નહિ મહેનત કરવાથી જ કામ થાય. સિંહ જો સૂતો રહે તો એના મોંમા શિકાર થવા હરણો સામેથી ન આવે.]
उद्योगिनं पुरुष सिंहमुपैति लक्ष्मीः ।
[મહેનત કરતા હોય તેવા પરાક્રમી પુરૂષ પાસે જ લક્ષ્મી આવે છે.]
उपकारगृहीतेन शत्रुणा शत्रुमुध्दरेत्। पादलग्नं करस्थेन कण्टकेनैव कण्टकम॥
[શત્રુની મદદ લઈને શત્રુનો નાશ કરવો જોઈએ. પગમાં કાંટો લાગે તો બીજા કાંટાનો ઉપયોગ કરી કાઢી નખાય.]
20
Page #21
--------------------------------------------------------------------------
________________
उपकारोऽपि नीचानां अपकारो हि जायते। पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम्॥ [અધમ માણસ પર ઉપકાર કરો તો તેના બદલે અપકાર જ મળે. સાપને દૂધ પીવડાવો તો તેનું ઝેર ઓર વધે.]
उपमा कालिदासस्य भारवेरर्थगौरवम्। दण्डिनः पदलालित्यं माघे सन्ति त्रयो गुणाः॥
[ઉપમા કાલિદાસની વખણાય. શબ્દને અર્થગૌરવ અર્પવામાં ભારવિ બેજોડ છે. પદલાલિત્ય તો દષ્ઠિ જેવું કોઈનું ન થાય પણ માઘની કૃતિઓમાં આ ત્રણે વિશિષ્ટતા જોવા મળે છે.]
उष्ट्राणां विवाहेषु गीतं गायन्ति गर्दभाः। परस्परं प्रशंसन्ति अहो रूपं अहो ध्वनिः॥
[ઊંટના લગ્નમાં ગધેડા ગીત ગાય છે અને બન્ને એક બીજાના વખાણ કરે કે વાહ શું તારું રૂપ છે ને વાહ શું તારો કંઠ છે !]
એ-ઐ-ઓ-ઔ-અં-અઃ
एक एव खगो मानी चिरंजीवतु चातकम्। मियते वा पिपासार्ते याचते वा पुरंदरम्॥
હે ચાતક, તું અમર રહે તે બધા પક્ષીમાં શ્રેષ્ઠ છે કારણ કે હું એક જ એવું પક્ષી છે જે તરસ લાગે ત્યારે માત્ર ઈન્દ્રદેવતા પાસે યાચના કરે છે અથવા મોત વહાલું કરે છે. (ચાતક માત્ર આકાશમાંથી પડતું પાણી પીએ છે. એ સિવાય અન્ય પાણી નહિ એવી દંતકથા છે.)]
एकं सद् विप्राः बहुदा वदन्ति। अग्निं यमं मातरिश्वानम् आहुः॥
Page #22
--------------------------------------------------------------------------
________________
[‘અલ્લાહો અકબર'નો પૈગામ આ જગતને મળ્યો તેના સેંકડો વર્ષ અગાઉ ઉપનિષદમાં એ જ વાત ઘણી વખત કહેવાઈ ગઈ છે. એક જ સત્ય એટલે કે એક જ ઈશ્વર છે. ફક્ત વિદ્વાનો તેને જુદા જુદા નામ આપે છે. અગ્નિ, યમ, માતરિશ્વા, વાયુ એ બધું અતે તો એકનું એક જ છે.]
एकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना। वासितं तद्वनं सर्वम् सुपुत्रेण कुलं यथा॥ [એક સુંદર પુષ્પ આખા ઝાડને સુગંધથી મઘમઘતું કરી દે છે. એવી જ રીતે એક સુપુત્રથી આખા કુટુમ્બનું નામ રોશન થઈ જાય છે.]
एकोऽहं बहु स्याम् प्रजायेय।
[હું એક છું પણ અનેક રૂપ ધારણ કરું છું.]
अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम्। वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम्॥
[જગતગુરુ શંકરાચાર્યનો ઉપદેશઃ વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, દાંત પડી ગયા છે, લાકડીના ટેકે ચાલવું પડે છે છતાં આશાઓના બંધન હજી છૂટતા નથી]
कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्। बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥
[લગ્નની પસંદગીમાં કન્યા રૂપને, માતા સંપત્તિને, પિતા શિક્ષણને અને ભાઈઓ કુળને મહત્વ આપે છે. બાકીના બધાને તો મિષ્ટાનમાં શું ખાવા મળશે એ વાતમાં જ રસ હોય છે.]
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती। करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्॥
Page #23
--------------------------------------------------------------------------
________________
[કરના ઉપરના ભાગમાં લક્ષ્મી વસે છે, કરના વચ્ચેના ભાગમાં સરસ્વતી રહે છે તો કરના નીચેના ભાગમાં કૃષ્ણનો વાસ છે માટે સવારે ઊઠીને સૌથી પહેલા કરના દર્શન કરવા જોઈએ.
લક્ષ્મીની ગણતરી આંગળી વડે કરાય એટલે લક્ષ્મી કરાગ્રે રહે છે, કલમ બે આંગળી અને અંગુઠા વચ્ચે પકડવી પડે એટલે સરસ્વતીનો નિવાસ કરમધ્યે લેખાય અને કરની બધી હિલચાલનો આધાર કાંડા પર રહે છે એટલે જગતનો નાથ કરમૂલમાં રહે છે એવું અર્થઘટન પણ કરવામાં આવે છે. અપના હાથ જગન્નાથ અર્થાત્ ‘આપણો હાથ જ આપણો ભગવાન છે’ એ કહેવત જેવો જ ધ્વનિ આ શ્લોકમાંથી ઉપસે છે.]
कर्ता कारयिता चैव प्रेरकश्च अनुमोदकः ।
सुकृते दुष्कृते चापि चत्वारः समभागिनः ॥
[કોઈ કામ ભલે સારું હોય કે ખરાબ પણ તે કામ કરનાર, તે કામ કરાવનાર, તે કામની પ્રેરણા આપનાર અને તે કામનું સમર્થન કરનાર એ ચારે જણ તે કામના સરખા ભાગીદાર ગણાય.]
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
[ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ તારો અધિકાર ફક્ત કર્મ કરવા પૂરતો છે. ફળ પર કદાપિ નહિ. એટલે તારું મન તું કર્મના ફળ પર ક્યારે ય કેન્દ્રિત કરીશ નહિ. અને કદી કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખીશ નહિ.]
कस्यैकान्तं सुखम् उपनतं दुःखम् एकान्ततो वा। नीचैर् गच्छति उपरि च दशा चक्रनेमिक्रमेण ॥
[કાલિદાસના મેઘદૂત કાવ્યમાં આ તત્વજ્ઞાન પીરસાયું છેઃ કોને જીવનમાં સતત સુખ મળે કે સતત દુઃખ મળે છે ? ચક્રાકારે ફરતી વસ્તુમાં જેમ ઉપરનો ભાગ નીચેના ભાગનું સ્થાન લે અને નીચેનો ભાગ ઉપરના ભાગનું સ્થાન લે તેમ સુખ અને દુઃખ એક બીજાના સ્થાને સતત આવતા જ રહે છે.]
23
Page #24
--------------------------------------------------------------------------
________________
l: $UT: ઉપવ: UT: વો મેઃ ઉપાયો: | वसन्तसमये प्राप्ते काकः काकः पिकः पिकः॥
[કાગડો કાળો હોય છે, કોયલ પણ કાળી હોય છે. બન્ને વચ્ચે ફરક શું છે? વસંત ઋતુ આવે કાગડાનું કાગડાપણું અને કોયલનું કોયલપણું આપમેળે પરખાઈ આવે છે.]
काकचेष्टा वकोध्यानं श्वाननिद्रा तथैव च। अल्पहारी गृहत्यागी विद्यार्थी पंचलक्षणम्॥
[સાચા વિદ્યાર્થીના આ પાંચ લક્ષણ છે. કાગડા જેવી ચકોર નજર, બગલા જેવું પાકું ધ્યાન, શ્વાન જેવી અલ્પ નિદ્રા, ઓછો આહાર અને ઘરની માયાનો ત્યાગ.]
काकस्य कति दन्ता वा मेषस्याण्डे कियत्पलम्। गदर्भ कति रोमाणि व्यर्थेषा विचारणा॥
[કાગડાની ચાંચમાં દાંત કેટલા છે? દેડકાએ ઈંડા કેટલા મૂક્યા છે? ગધેડાના શરીર પર વાળ કેટલા છે? એવી તદ્દન વ્યર્થ ગણતરીઓ કર્યા કરવાનો કોઈ મતલબ નથી.]
कान्तावियोगः स्वजनापमानं ऋणस्य शेषं कुनृपस्य सेवा। दारिद्र्यभावाद् विमुखं च मित्रं विनाग्निना पञ्च दहन्ति कायम्॥
[પ્રિય વ્યક્તિનો વિયોગ, સ્વજન પાસેથી મળેલું અપમાન, ચૂકવવું બાકી રહેતું દેવું ખરાબ માલિકની નોકરી અને ગરીબાઈના કારણે મિત્ર ખોઈ બેસવો એ પાંચ વસ્તુ એવી છે કે જે તમને અગ્નિ વિના સતત બાળતી રહે.].
कान्पृच्छामः सुराः स्वर्गे निवसामो वयं भुवि। किं वा काव्यरसः स्वादः किंवा स्वादीयसि सुधा॥ [પૂછવું કોને? દેવ બધા સ્વર્ગમાં છે અને અમે ધરતી પર. અમારે માત્ર એટલું જાણવું છે કે વધુ સ્વાદમય શું છે? કાવ્યરસ કે અમૃત ?]
Page #25
--------------------------------------------------------------------------
________________
कार्याथीर् भजते लोकः यावत्कार्यम् न सिध्यति। उत्तीर्णे च परे पारे नौकाया किं प्रयोजनम्॥
[જ્યાં સુધી ધારેલું કામ નીકળી ન જાય ત્યાં સુધી માણસ બીજાને ભજે છે. એક વખત નદી પાર ઉતરી गया 49ी होऽई | S(म यावे ?]
कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा। धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा॥
[[મહત્વના કામમાં મદદનીશ, ઘરના કામમાં નોકરાણી, ભોજન કરાવવામાં માતા, સહશયનમાં અપ્સરા, ધર્મની બાબતમાં સહધર્મિણી અને ધરતી જેટલી ક્ષમાશીલ આ છ ગુણ ધરાવતી પત્ની भगवी हुर्त छ.]
काले मृदुर् यो भवति काले भवति दारुणः। स वै सुखम् अवाप्नोति लोकेऽमुष्मिन्न् इहैव च॥
[જે માણસ સમય આવ્યે શ્રદ બની શકે અને સમય આવ્યે આકરો બની શકે તે જ આ લોકમાં સુખી थश.]
कालो वा कारणं राज्ञः राजा वा कालकारणं। इति ते संशयो मा भूत् राजा कालस्य कारणम्॥
[સૂચિત અર્થ તમે જે કંઈ છો તે સંજોગોને કારણે છો કે તમારી આજુબાજુ જે સંજોગો છે તે તમારે કારણે છે એવી કોઈ શંકા મનમાં રાખશો નહિ. તમારા સંજોગો તમારા કારણે જ છે. તમે જ તેના સ્વામી છો. સમયના કારણે રાજા નથી રાજાના કારણે સમય છે.]
काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्। व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा॥
Page #26
--------------------------------------------------------------------------
________________
[બુદ્ધિમાન માણસનો સમય કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્રની ચર્ચામાં પસાર થાય છે. જ્યારે મૂર્ખ માણસ વ્યસનના સેવનમાં, ઊંઘવામાં કે ઝગડા કરવામાં પોતાનો સમય વેડફે છે.].
काव्येषु नाटकं रम्यं तत्र रम्यं शकुन्तला। तत्रापि च चतुर्थोऽङ्को तत्र श्लोकचतुष्टयम्॥
[બધા કાવ્યોમાં નાટક સૌથી સરસ ગણાય, બધા નાટકમાં અભિજ્ઞાન શાકુંતલમ નાટક વધુ સરસ છે. શાકુંતલમમાં તેનો ચોથો અંક સૌથી સરસ છે અને ચોથા અંકમાં તેના ચાર શ્લોક સૌથી સરસ છે.].
किं वाससा इत्यत्र विचारणीयं वासः प्रधानं खलु योग्यतायै। पीताम्बरं वीक्ष्य ददौ स्वकन्यां दिगम्बरं वीक्ष्य विषं समुद्रः॥
[કપડાંથી શું થાય એ વિચારવા જેવી વાત છે. યોગ્યતા માપવાનું સૌથી મહત્વે સાધન કપડા છે. વિષ્ણુનું સુંદર પીતામ્બર જોઈ રત્નાકરે પોતાની પુત્રી તેને આપી જ્યારે દિગમ્બર શિવજીને જોઈને ઝેરનો કટોરો ધર્યો !]
किम् अशक्यं बुद्धिमतां किम् असाध्यं निश्चयं दृढं दधताम्। किम् अशक्यं प्रियवचसां किम् अलभ्यंम् इहोद्यमस्थानाम्॥
[જેમની પાસે બુદ્ધિ છે તેમના માટે કશું અશક્ય નથી. જેમનો નિશ્ચય દ્રઢ છે તેમના માટે કશું અસાધ્ય નથી. જેમની વાણી મીઠી છે તેઓ કોઈ પણ કામ કરાવી શકે છે. જેઓ ઉદ્યમશીલ છે તેમના માટે કોઈ વસ્તુ અલભ્ય નથી.]
कुलस्यार्थे त्यजेदेकम् गाम्स्यार्थे कुलम्त्यजेत्। गामं जनपदस्यार्थे आत्मार्थे पृथिवीम् त्यजेत्॥
[મનુસ્મૃતિ અનુસાર કુળના ભલા માટે એકાદ વ્યક્તિને ત્યજવી, ગામના ભલા માટે કુળને ત્યજવું, જનપદ એટલે કે મોટા વિસ્તારના ભલા માટે ગામને ત્યજવું અને આત્માના ઉદ્ધાર માટે સમગ્ર પૃથ્વી ત્યજવી ઈચ્છનીય છે.]
Page #27
--------------------------------------------------------------------------
________________
कुसुमं वर्णसंपन्नंगन्धहीनं न शोभते। न शोभते क्रियाहीनं मधुरं वचनं तथा॥
[પુષ્પ રંગમાં ભલે ગમે તેટલું સારું હોય પણ સુગંધ વિનાનું હોય તો તે શોભે નહિ તે જ રીતે જેને અમલમાં ન મૂકવાના હોય તેવા મીઠા વચનો શોભતા નથી.]
कृतस्य करणं नास्ति मृतस्य मरणं तथा। गतस्य शोचना नास्ति ह्येतद् वेदविदां मतम्॥
[જે કામ થઈ ગયું તે થઈ ગયું. તે કામ નથી થયું એવું થઈ શકતું નથી. જેમકે કોઈનું મરણ થઈ જાય તે થઈ જાય. તેને પાછું પલટાવી શકાય નહિ. એટલે જ વેદના જાણકારોનો મત છે કે વીતી ગયેલી વાતનો શોક કરવો ન જોઈએ.]
कृपणेन समो दाता न भूतो न भविष्यति। अस्पृशन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति॥
[કૃપણ જેટલો મોટો દાનવીર આ જગતમાં થયો નથી અને થશે નહિ કેમકે કૃપણ પોતાનું બધું ધન આખી જિંદગી સુધી હાથથી સ્પર્શ પણ કર્યા વિના સાચવી રાખીને બીજાને આપી દે છે.]
केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजाः। वाण्येका समलंकरोति पुरुष या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥
[માણસ શોભે શેનાથી? હાથમાં પહેરેલા સુંદર બાજુબંધથી? ગળામાં પહેરેલા ચંદ્રસમા ઊજળા હારથી? સ્નાનથી મળતી સ્વચ્છતાથી? દેહ પર લગાડેલા વિલેપનથી? પુષ્પોથી? વાળની સરસ ગૂંથણીથી? હા, શોભાની આ બધી ચીજો જરૂર સારી લાગે છે પણ તેનાથી અનેકગણી ચડિયાતી શોભા તેના મુખમાંથી નીકળતી સંસ્કારી વાણીની છે. સંસ્કારપૂર્ણ વાણીની શોભા પાસે અન્ય બધી શોભા ઝાખી પડી જાય છે.]
Page #28
--------------------------------------------------------------------------
________________
को न याति वशं लोके मुखे पिण्डेन पूरितः। मृदङ्गो मुखलेपेन करोति मधुरध्वनिम्॥ [‘ખવડાવો’ તો કોણ તમારા વશમાં ન આવે ? મૃદંગના મોઢે લેપ કરો તો તેમાંથી પણ મધુર અવાજ આવવો શરૂ થઈ જાય છે.].
को हि भारः समर्थानां किम् दूरं व्यवसायिनाम्। को विदेशः सविद्यानां कः परः प्रियवादिनाम्॥
[તાકાતવર માણસને ભાર ઉપાડવો ભારે ન પડે. ધંધો કરતો હોય તેને કોઈ સ્થળ દૂર ન લાગે. જેની પાસે વિદ્યા હોય તેને દેશ કે પરદેશ સરખાં જ લાગે. જે સરસ મીઠી વાતો કરે તેને કોઈ પારકું ન રહે.].
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः। स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥
[ભગવત ગીતાના આ શ્લોકમાં ભગવાન અર્જુનને ઉપદેશ આપતા સમજાવે છે કે ક્રોધથી ભાન ભૂલી જવાય છે. ભાન ભૂલેલા માણસને યાદ રાખવા જેવી વાતો યાદ આવતી નથી. આ વિસ્મૃતિને કારણે મગજ કામ કરતું નથી અને જેનું મગજ કામ ન કરે તેનું સાવ ધનોતપનોત નીકળી જાય છે.]
कः कालः कानि मित्राणि को देशः को व्ययागमौ। कस्याहं का च मे शक्तिरिति चिन्त्यं पुनः पुनः॥
[અત્યારે સંજોગો કેવા છે, કોણ મારા મિત્રો છે, હું ક્યા વિસ્તારમાં રહું છું, મારી આવક અને ખર્ચ કેટલા છે, હું કોણ છું, અને મારી શક્તિ કેટલી છે – આ છ બાબતો દરેક માણસે ફરી ફરી જોતાં રહેવું જોઈએ]
खद्योतो द्योतते तावद् यवन्नोदयते शशी। उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमा:॥ [ જ્યાં સુધી ચંદ્રમા ઊગતો નથી ત્યાં સુધી આગિયો ચમકે છે. એક વખત સૂરજ ઊગે પછી ન તો ચંદ્રનો કોઈ ભાવ પૂછે કે ન તો આગિયાનો કોઈ પત્તો લાગે છે.]
28
Page #29
--------------------------------------------------------------------------
________________
खलः करोति दुर्वृत्तं नूनं फलति साधुषु। दशाननोऽहरत् सीतां बन्धनं तु महोदधेः॥
[એવું ઘણી વખત બને છે કે કોઈ ખરાબ માણસ ખોટું કામ કરે પણ તેનું ખરાબ પરિણામ સારા માણસે વેઠવું પડે. દશ માથાવાળો રાવણ સીતાનું હરણ કરી ગયો પણ બંધન સમુદ્રને વેઠવાનો વારો આવ્યો.]
गहना कर्मणो गतिः।
[[કર્મની ગતિ ગહન છે. સમજી શકાતી નથી.]
गुणवज्जनसंसर्गात् याति नीचोऽपि गौरवम। पुष्पमालाप्रसङ्गेन सूत्रम् शिरसिधार्यते॥
[ગુણવાન માણસોના સંસર્ગમાં રહેવાથી ઓછી લાયકાતવાળા માણસોને પણ ગૌરવ મળી જાય છે. પુષ્પમાળામાં રહેવાને કારણે સાધારણ દોરાને પણ ગળામાં માનભર્યું સ્થાન મળે છે.]
गुणाः पूजास्थानम् गुणिषु, न च वयं, न च लिंग।
[ભવભૂતિકૃત ઉત્તરરામચરિતમાં આ કથન છેઃ ગુણવાન માણસોની પૂજા તેની વય કે લિંગના આધાર પર નહિ પણ તેના ગુણ જોઈને કરાય છે.]
गुणैरुत्तमतांयाति नोच्चैरासनसंस्थितः। प्रासादशिखरस्थोपि काकः किं गरुडायते॥
[કોઈ પણ માણસની લાયકાત તે ક્યા સ્થાને બિરાજે છે તેના પરથી નહિ પણ તેના ગુણો કેવાં છે તે આધારે જ અંકાય. કોઈ કાગડો ઊડીને ઊંચા મહેલના શિખર પર બેસી જાય એટલે તે ગરુડ થોડો થઈ જાય ?]
Page #30
--------------------------------------------------------------------------
________________
घटं भिन्द्यात् पटं छिन्द्यात् कुर्याद्रासभरोहणम्। येन केन प्रकारेण प्रसिद्धः पुरुषो भवेत्॥ [ઘરના વાસણ ફોડીને, પોતે પહેરેલા કપડાં ફાડીને, ગધેડા ઉપર સવારી કરીને કે એક યા બીજી કોઈ રીતે (પ્રસિદ્ધિ ભૂખ્યા) માણસો પ્રસિદ્ધિ મેળવે છે જ.]
घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्। छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम्। दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णम्। प्राणान्तेऽपि हि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम्॥
[ચંદનને ગમે તેટલી વાર ઘસો પણ તે દરેક વખતે મનોહર સુગંધ જ આપશે. શેરડીમાં ગમે તેટલાં કાપા મૂકો પણ દરેક વખતે તેનો રસ મીઠો ને મીઠો જ રહેશે, સોનાને ચાહે તેટલી વાર તપાવો પણ તેનો સોનેરી રંગ ઝાંખો પડશે નહિ. જે ઉત્તમ પ્રકૃતિ ધરાવતા હોય તેઓ મરી જાય પણ કદી પોતાની ઉત્તમ પ્રકૃતિને ન છોડે.]
चक्रवत्परिवर्तन्ते दुःखानि च सुखानि च। नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण॥
[સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. ગોળ ગોળ ફરતા ચકડોળમાં જેમ જે નીચે હોય તે ઉપર આવે અને જે ઉપર હોય તે નીચે જાય તેવું જ સુખદુઃખનું છે. એ ચક્ર ચાલતું જ રહે છે.]
चरैवेति चरैवेति।
[ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહેવામાં જ કલ્યાણ છે. ચરૈવેતિ ચરૈવેતિ સૂત્રના મૂળ પાંચ સુંદર શ્લોક આ પ્રમાણે હોવાનું મનાય છેઃ
१-ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम। पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥
30
Page #31
--------------------------------------------------------------------------
________________
२- पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः। शेरेऽस्यसवेर पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥
३- आस्ते भग आसीनस्य, ऊध्वस्तिष्ठति तिष्ठतः। शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥
४- कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः। उत्तिष्ठस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥
५- चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्। सूयय॑पश्य श्रेमाणं योर्न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥ ]
चिन्तनीया हि विपदां आदावेव प्रतिक्रिया। न कूपखननं युक्तं प्रदीप्ते वान्हिना गृहे॥
[સંકટ આવે તે પહેલા જ તેનો ઈલાજ વિચારી રાખવો જોઈએ. આગ લાગે પછી કૂવો ખોદવા ન साय.]
छिन्नोऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः। इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न विप्लुता लोके॥
[ભર્તુહરિના નીતિશતકનો આ શ્લોક છેઃ વૃક્ષને કાપો તો તે ફરી ફરી વધે છે. ચંદ્ર ક્ષીણ થયા પછી પાછો વધતો જાય છે. આ બધી વાત યાદ રાખી સંત માણસો દુઃખમાં પણ સંતાપ પામતા નથી.]
४-ॐ
जयन्तु ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः। नास्ति एषां यशः काये जरामरणजं भयम्॥
31
Page #32
--------------------------------------------------------------------------
________________
[સુંદર કૃતિઓ રચનારા, ઉરના ઊંડા ભાવને શબ્દમાં ઉતારી રસ સિદ્ધ કરનારા, કવિઓ પણ જેને ઉત્તમ ગણે એવા મહાકવિઓનો જય હો. તેમની કીર્તિરૂપી કાયાને વૃદ્ધાવસ્થા કે મરણનો કોઈ ભય નથી].
जले तैलं खले गुह्यां पात्रे दानं मनागपि। प्राजे शास्त्रं स्वयं याति विस्तार वस्तुशक्तित:॥
[ઘણી બાબતો તેના મૂળભૂત ગુણધર્મને કારણે આપમેળે વિસ્તાર પામે છે. જેમકે પાણીની ઉપર નાખેલું તેલ, દુષ્ટ માણસને કહેવામાં આવેલી ખાનગી વાત, સુપાત્રને આપેલું નાનું સરખું દાન, ડાહ્યા માણસને મળેલું જ્ઞાન આ બધું આપમેળે ફ્લાયા કરે છે.]
जातस्य हि ध्रुवो मृत्यु(वं जन्म मृतस्य च। तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥
[ભગવદ્ ગીતાનો ઉપદેશ જે માણસ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેમનું મરણ થાય તેનો ફરી જન્મ થાય છે. આ વાતને કોઈ માણસ કોઈ કાળે ટાળી શકે નહિ. આવી અનિવાર્ય બાબતનો હરખશોક રાખવો ન જોઈએ.]
जानामि धर्मं न च मे प्रावृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः॥
[મહાભારતમાં દુર્યોધન દ્વારા બોલાયેલું પ્રસિદ્ધ વાક્ય ધર્મ શું છે, અધર્મ શું છે તેની મને ખબર નથી એવું નથી. મને બધી ખબર છે. પણ જાણવા છતાં હું ધર્મના માર્ગે કદમ મૂકી શકતો નથી અને અધર્મના માર્ગેથી પાછો હઠી શકતો નથી.]
जीवो जीवस्य जीवनम्।
[આ જગતમાં દરેક જીવનું જીવન બીજા જીવને આધારે જ ચાલે છે.]
ज्येष्ठत्वं जन्मना नैव गुणैज्येष्ठत्वमुच्यते। गुणात् गुरुत्वमायाति दुग्धं दधि घृतं क्रमात्॥
32
Page #33
--------------------------------------------------------------------------
________________
[મહાનપણું જન્મથી મળતું નથી ધીમે ધીમે ગુણોના સંચય વડે મહાન થવાય છે. ઘીનો જ દાખલો લો. ઘી સીધું બનતું નથી દૂધનું દહીં, છાશ, માખણ થયા પછી છેવટે ઘી બને છે.]
ટ-6-ડ-૮-ણ
ત-થ. तत् कर्म यत् न बन्धाय सा विद्या या विमुक्तये। आयासाय अपरं कर्म विद्या अन्या शिल्पनैपुणम्॥
[વિષ્ણુપુરાણનું આ કથન છે. ભાવાર્થ છે કે જે કર્મ મનુષ્યને (ભવના બંધનમાં ન બાંધે તે સાચું કર્મ છે. જે વિદ્યા (ભવના) બંધનમાંથી મુક્તિ અપાવે તે સાચી વિદ્યા છે. બાકીના કર્મ તો માત્ર કષ્ટનું કારણ બને છે અને બાકીની વિદ્યા ફક્ત શોભાના ગાંઠીયા જેવી છે.]
तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्य बाह्यतः॥
(ઈશાવાસ્યોપનિષદ) [પ્રભુ છે ભમતા ને છતાં સ્થિર અનંત અંતરે ને સાવ નજીક
વ્યાપ્યા છે કણેકણની ભીતર છતાં છે સર્વની બહાર સંપૂર્ણ] तदेतत् क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे। कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥
[દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રનો સુંદર શ્લોકઃ હે સર્વનો ઉદ્ધાર કરનારી કલ્યાણકારી દેવી મારા બધા અપરાધની ક્ષમા આપજે કેમકે ક્યારેક પુત્ર કુપુત્ર બને છે પણ માતા કદી કુમાતા બનતી નથી.]
तावत् भयस्य भेतव्यं यावत् भयं न आगतम्। आगतं हि भयं वीक्ष्य प्रहर्तव्यं अशंकया॥
[પંચતંત્રમાં અપાયેલી સોનેરી સલાહ: જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ ને એનાથી દૂર રહેવું જોઈએ પણ એક વખત ભય ઉપસ્થિત થાય કે તુરંત અચકાયા વિના તેના પર પ્રહાર કરવો જોઈએ.]
33
Page #34
--------------------------------------------------------------------------
________________
ते हि नो दिवसा गताः।
[ તે દિવસો ગયા જ. ભગવાન રામનો વિષાદયોગ વર્ણવવા ભવભૂતિએ રામના મુખમાં મૂકેલા શબ્દો. ઉત્તરરામચરિતનો આખો શ્લોક આ પ્રમાણે છે.
जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे । मातृभिश्चिन्त्यमानानां ते हि नो दिवसा गताः ॥१२॥
હું પિતાજીના ચરણમાં જીવતો હતો, નવા નવા લગ્ન થયા હતા. મારી માતાઓની સંભાળ રાખતો હતો. તે દિવસો ગયા જ ભવભૂતિની આ કૃતિ અનેક રીતે અદ્દભુત છે. ભગવાન રામ માટે 'ચંડાળ' શબ્દ વાપરવાની હિમ્મત ભવભૂતિ જેવા કવિ જ કરી શકેઆ કૃતિમાં ભગવાન રામ પોતે જાતે સીતાત્યાગના પ્રસંગને પોતાના ‘ચાંડાલકર્મ' તરીકે વર્ણવે છે. આપણાં રમેશ પારેખે પણ પોતાની એક કવિતામાં ઈશ્વરને અસલી કાઠીયાવાડી ભાષામાં ‘ગધેડીનો' કહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.]
त्यजन्ति मित्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सज्जनाश्च। तमर्थवन्तं पुनराश्रयन्ति अर्थो हि लोके मनुषस्य बन्धुः॥ [જ્યારે તમારી પાસે ધન ન હોય ત્યારે તમને તમારા મિત્ર, પુત્ર, પત્ની, નજીકના સગાવહાલા બધા છોડીને ચાલ્યા જાય છે. જો તમારી પાસે ધન આવે તો તેઓ તમારી પાસે પાછા આવે છે. જગતમાં તમારો સાચો સાથીદાર પૈસો જ છે.]
त्यजेत् क्षुधार्ता जननी स्वपुत्रं खादेत् क्षुधार्ता भुजगी स्वमण्डम्। बुभुक्षित: किं न करोति पापं क्षीणा जना निष्करूणा भवन्ति॥
[આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય સેંકડો વર્ષ પૂર્વે લખેલો જગતની કઠોર વાસ્તવિકતાનું નિરૂપણ કરતો આ શ્લોક આજે પણ એટલો જ આંખ ઉઘાડનારો છે. ભૂખના દુઃખની મારી જનેતાને ઘણી વખત પોતાનું સંતાન ત્યાગી દેવાની ફરજ પડે છે. ભૂખી થયેલી સાપણ પોતાના બચ્ચાઓને પણ ખાઈ જાય છે. ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે ? જે માણસની શક્તિ સાવ ખલાસ થઈ જાય તે નિષ્ફર, દયાવિહોણો થઈ જાય.]
त्यजेद् धर्मं दयाहीनं विद्याहीनं गुरुं त्यजेत्। त्यजेत् क्रोधमुखीं भार्यां निःस्नेहान् बान्धवांस् त्यजेत्॥
34
Page #35
--------------------------------------------------------------------------
________________
[જેમાં દયાને સ્થાન ન હોય તેવો ધર્મ છોડી દેવો જોઈએ. જેની પાસે વિદ્યા ન હોય તેવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. સદા ક્રોધ કરતી પત્નીને છોડવી જોઈએ અને આપણા માટે સ્નેહભાવ ન ધરાવતા ભાઈને વહેતો મૂકી દેવો જોઈએ.]
त्रियाचरित्रं पुरुषस्य भग्य। दैवो न जानाति कुतो नरम्॥
[સ્ત્રીના બાહ્ય વર્તનની પાછળ અને પુરુષના ભાગ્યની અંદર શું છુપાયેલું છે તે દેવો પણ જાણી શકતા નથી તો સાધારણ માણસને તો ક્યાંથી ખબર પડે.].
दर्शने स्पर्शणे वापि श्रवणे भाषणेऽपि वा। यत्र द्रवत्यन्तरङ्गं स स्नेह इति कथ्यते॥ [જેના દર્શન કરવાથી, જેનો સ્પર્શ થવાથી, જેનું બોલેલું સાંભળતા કે જેને કૈક કહેવા જતાં તમારું હૃદય ઓગળવા લાગે ત્યારે સમજવું કે તમને તેના માટે સ્નેહના અંકુર ફૂટી ગયા છે.]
दाता लघुर् अपि सेव्यो भवति न कृपणो महान् अपि समृद्ध्या। कूपोऽन्तः स्वादुजलः प्रीत्यै लोकस्य न समुद्रः॥
[દાતા ગમે તેટલો નાનો હોય તો પણ માનને લાયક ગણાય. કૃપણ માણસ ગમે તેટલો સમૃદ્ધ હોય છતાં નકામો ગણાય. કુવો નાનો હોવા છતાં પીવા માટે મીઠું પાણી આપે છે. દરિયા પાસે ક્યારે ખૂટે નહિ તેટલો પાણીનો ભંડાર છે પણ તરસ્યાને તે ભંડાર શું કામનો ?]
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य। यो न ददाति न भुङ्क्ते तस्य तृतीय गतिर्भवति॥
[ભર્તુહરિનું આ કથન છેઃ દાન, ભોગ અને નાશ એ ત્રણ માર્ગે જ ધન જઈ શકે છે. જે માણસ દાન ન આપે કે ઉપભોગ ન કરે તેનું ધન ત્રીજા માર્ગે જાય છે એટલે કે નાશ પામે છે.]
Page #36
--------------------------------------------------------------------------
________________
दुर्जनः परिहर्तव्यः विद्यया अलङ्कृतोऽपि सन् । मणिना भूषितः सर्पः किम् असौ न भयङ्करः॥
[દુર્જન માણસ પાસે વિદ્યા ને જ્ઞાનનો ભંડાર હોય તો પણ તેનાથી દૂર રહેવું. નાગની ફેણ પર મણિ હોય એટલે તે કંઈ ઓછો ભયંકર થઈ જતો નથી.]
दुर्जनः प्रियवादीति नैतद्विश्वासकारणम्।
मधु तिष्ठति जिव्हाग्रे हृदये तु हलाहलम्॥
[દુર્જન માણસ મીઠી મીઠી વાત કરે એટલે તેનાપર ભરોસો મૂકી ન દેવાય કેમકે તેની જીભ પર ભલે મધ પાથરેલું હોય પણ તેના દિલમાં નકરું ઝેર જ ભરેલું હોય છે.]
दुर्जनस्य च सर्पस्य वरं सर्पो न दुर्जनः ।
सर्पो दशति कालेन दुर्जनस् तु पदे पदे ॥
[દુર્જન અને સર્પ એ બન્નેમાં સર્પ વધુ સારો કેમકે સર્પ તો ક્યારેક દંશ આપે પણ દુર્જન ડગલે પગલે ડંખ્યા જ કરે.]
दुर्जनेन समं सख्यं द्वेषञ्चापि न कारयेत्।
उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम्॥
[દુર્જનો સાથે દોસ્તી કે દુશ્મની કંઈ ન કરાય. કોલસો ગરમ થાય તો હાથ દઝાડે અને ઠંડો થાય તો હાથ કાળા કરે.]
दुर्बलस्य बलं राजा बालानां रोदनं बलम् ।
बलं मूर्खस्य मौनित्वं, चौराणाम् अनृतम् बलम्॥
[દુબળા માણસનું બળ રાજા છે. બાળકોનું બળ રૂદન છે. મુર્ખ માણસનું બળ મૌન છે અને જુઠાણું ચોરનું બળ છે.]
36
Page #37
--------------------------------------------------------------------------
________________
दुष्टस्य दण्डः स्वजनस्य पूजा न्यायेन कोशस्य हि वर्धनं च। अपक्षपातः निजराष्ट्ररक्षा पञ्चैव धर्माः कथिताः नृपाणाम्॥
[આદર્શ રાજાની પાંચ ફરજ છે. દુષ્ટ માણસોને દંડ આપવો, પોતાના માણસોની કદર કરવી, ન્યાયપૂર્વક રાજકોષને વધુ સમૃદ્ધ બનાવવો, નિષ્પક્ષપાત વહિવટ ચલાવવો અને પોતાના રાજ્યનું રક્ષણ કરવું.]
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः। ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः॥
[પત્ની દુષ્ટ હોય, મિત્ર ધુતારો હોય, નોકરી સામું મોઢે સંભળાવનારો હોય અને સાપવાળા ઘરમાં રાત રહેવાનું હોય તો આપણો ઘડોલાડવો થઈ જ જવાનો એ વાત સો ટકા સાચી માનજો].
दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने। युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरतः॥
[ડુંગર દૂરથી રળીયામણા લાગે. વારાંગનાનું મુખ આઘેથી સારું દેખાય. લડાઈની વાતો ફક્ત સાંભળવામાં સારી લાગે. આ ત્રણેય આઘા સારા બાકી તેમનો અનુભવ લેવા જઈએ તો ખોખરા થઈ જઈએ.]
दूरस्थोऽपि न दूरस्थो यो यस्य मनसि स्थितः। यो यस्य हृदये नास्ति समीपस्थोऽपि दूरतः॥
[ચાણક્યે સરળ ભાષામાં કહેલું સનાતન સત્યઃ જેનું સ્થાન આપણાં હૈયામાં અવિચળ હોય તે ભલે ગમે તેટલો દૂર હોય પણ તે કદી દૂર હોતો નથી. જેને માટે આપણા હૈયામાં કોઈ સ્થાન નથી તે ભલે આપણી સામે ઊભો હોય પણ તે દૂરનો દૂર જ રહે છે.]
दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिबेत्। सत्यपूतं वदेद्वाचं मनः पूतं समाचरेत्॥
37
Page #38
--------------------------------------------------------------------------
________________
[આ પણ ચાણક્યનો ઉપદેશ છેઃ જીવનમાં દરેક પગલું જોઈ જોઈને મૂકવું. પાણી પીવું હોય તો ગાળીને પીવું. જે કંઈ બોલીએ તે સાચું છે કે નહિ તેનો વિચાર કરીને બોલવું અને જીવનમાં જે કંઈ કામ કરીએ તે આપણા મનને પૂછીને કરવા કે હું જે કંઈ કરું છું તે બરાબર છે કે નહિ.]
ધ
धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च।
आहारे व्यवहारे च त्यक्तलज्जस्सुखी भवेत्॥
[ધનધાન્ય ભેગા કરવામાં, વિદ્યાપ્રાપ્તિમાં, જમવામાં અને વ્યાવહારિક બાબતોમાં જે માણસ ખોટી શરમ છોડી દે તે સુખી થાય.]
धर्मो रक्षति रक्षितः ।
[જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે.]
धिक् तस्य जन्म यो लोके पित्रा विज्ञायते नरः ।
[જે માણસ પોતાના કાર્યના લીધે નહિ, વડિલોના નામને લીધે જાણીતો બને છે તેનો જન્મ વૃથા છે.]
ન
न अभिषेको न संस्कारः सिंहस्य क्रियते वने।
विक्रमार्जितसत्त्वस्य स्वयमेव मृगेंद्रता ॥
[વનમાં સિંહનો કોઈ વિધિપૂર્વક રાજ્યાભિષેક કરતું નથી સિંહ સ્વપરાક્રમ વડે જ પોતાને મૃગેન્દ્ર તરીકે પૂરવાર કરે છે.]
न कश्चित् कस्यचित् मित्रं न कश्चित् कस्यचित् रिपुः ।
कारणेनैव जायन्ते मित्राणि रिपवोऽपि वा ॥
38
Page #39
--------------------------------------------------------------------------
________________
[અમસ્તા અમસ્તા કોઈ કોઈના મિત્ર કે શત્રુ થઈ જતાં નથી. જ્યારે કોઈ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ મિત્ર કે શત્રુનો ઉદ્ભવ થાય છે.]
न कालस्य प्रियः कश्चिन्न द्वेष्योऽपि कपीश्वर ।
कालः कालयते सर्वान्सर्वः कालेन बध्यते ॥
[કાળને માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. કાળ બધાને ખાઈ જાય છે. બધા લોકો કાળના બંધનમાં બંધાયેલા છે.]
न च विद्यासमो बन्धुः न च व्याधिसमो रिपुः ।
न चापत्यसमो स्नेहः न च धर्मो दयापरः॥
[વિદ્યા સમાન કોઈ બંધુ નથી. ચિંતા જેવો કોઈ દુશ્મન નથી. સંતાનપ્રેમ સમો કોઈ સ્નેહ નથી. દયાથી ઊંચો કોઈ ધર્મ નથી.]
न चोरहार्यं न च राजहार्यं न भ्रातृभाज्यं न च भारकारी ।
व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम्॥
[બધા પ્રકારના ધનમાં વિદ્યારૂપી ધન સૌથી ચડે કેમકે ચોર તેની ચોરી કરી શકતા નથી, રાજા તે છીનવી શકતો નથી, ભાઈઓ તેમાંથી પોતાનો ભાઈભાગ પડાવી શકતા નથી, તે બોજરૂપ બનતું નથી, તે વાપરવાથી તે વધે છે અને તેનો કદી નાશ થતો નથી.]
न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
हविषा कृष्णममेव भूय एवाभिवर्धते ॥
[આપણી ઇચ્છાને આપણે ગમે તેટલી વખત સંતોષીએ પણ તેથી ઇચ્છા શાંત પડી જતી થતી નથી. યજ્ઞની અંદર આહુતિ હોમવાથી અગ્નિનુ જોર વધે છે, ઘટતું નથી.]
न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
39
Page #40
--------------------------------------------------------------------------
________________
[ભગવદ્ ગીતામાં ભગવાને આપેલો બોધઃ આ આત્મા કોઈ પણ કાળમાં ન જન્મ લે છે ન મરણ પામે છે. ન તો તેનો ઉદ્ભવ કે ફરી ઉદ્ભવ થાય છે. તે નિત્ય છે શાશ્વત છે પુરાતન છે. દેહ હણાઈ જાય છે. આત્મા હણાતો નથી. ]
न तु अहं कामये राज्यं न स्वर्ग न पुनर्भवम्। कामये दु:खतप्तानां प्राणिनाम् आतिनाशनम्॥ [ભાગવત પુરાણમાં રાજા રન્તિદેવ આ શ્લોક કહે છે અને મહાભારતના દ્રોણપર્વમાં પણ તેનો ઉલ્લેખ છે. નથી ઇચ્છા મને રાજ્યની, નથી સ્વર્ગની કે નથી નવો જન્મ ધારણ કરવાની. મારી ઇચ્છા આ જગતના પ્રત્યેક દુઃખી-પીડિત પ્રાણીના દુખદર્દ દૂર કરવાની છે.]
न देवा दण्डमादाय रक्षन्ति पशुपालवत्। यं तु रक्षितुमिच्छन्ति बुद्ध्या संविभजन्ति तम्॥ [ભરવાડને ઢોરનું રક્ષણ કરવું હોય તો તે હાથમાં લાકડી લઈ ઢોરને બચાવતા હોય છે. ભગવાન તમને ઢોરની કક્ષામાં મૂકતો નથી. એટલે જ્યારે તેને તમારું રક્ષણ કરવું હોય ત્યારે તે હાથમાં લાકડી લઈ બચાવવા આવતો નથી. એ તમને સદબુદ્ધિ આપે છે.]
न धैर्येण विना लक्ष्मीन शौर्येण विना जयः। न ज्ञानेन विना मोक्षो न दानेन विना यशः॥
[ધીરજ ધર્યા વિના લક્ષ્મી ન મળે. શૂરવીરતા દાખવ્યા વિના જીત ન મળે. જ્ઞાન વિના મોક્ષ ન મળે. દાન કર્યા વિના જશ ન મળે.]
न भूतपूर्वं न कदापि वार्ता हेम्नः कुरङ्गो न कदापि दृष्टः। तथापि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः॥
[સોનાના હરણની વાત ન તો કદી કોઈએ સાંભળી હતી ન તો સોનાનું હરણ કોઈએ સગી આંખે જોયું હતું છતાં ભગવાન રામ જેવા પણ એ કાલ્પનિક હરણ પાછળ દોડ્યા. ખરેખર જ્યારે દુઃખના દહાડા આવવાના હોય ત્યારે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે.]
Page #41
--------------------------------------------------------------------------
________________
न भूतो न भविष्यति। [અશક્ય વસ્તુ જે કદી થઈ નથી અને થશે નહિ.]
न राज्यम् न च राजाः असीत् न दण्डयो न च दाण्डिकः | धर्मेणैव प्रजाः सर्वा रक्षन्ति स्मः परस्परम् ||
[કાર્લ માર્કસે સામ્યવાદના સિદ્ધાંતો ઘડતી વખતે સામ્યવાદમાં છેવટના તબક્કે રાજ્યની તમામ સત્તા વિલીન થઈ જશે એવી જે કલ્પના ઘડી તેના પ્રેરણાદાતા હતા રશિયાના પ્રિન્સ ક્રોપોટકીનના રાજ્યવિહીન સમાજરચનાના મૂળભૂત વિચારો. પણ પ્રિન્સ ક્રોપોટકીન કહે તે પહેલા સંસ્કૃત સાહિત્યમાં અનેક સદીઓ અગાઉ એ જ વાત વર્ણવાઈ ચૂકી છે. મહાભારતના શાંતિ પર્વના આ શ્લોકમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ આપતાં કહે છે કે ન કોઈ રાજ્ય હોવું જોઈએ કે ન કોઈ રાજા, ન કોઈ દંડ કે સજા કરનાર હોવું જોઈએ કે ન કોઈ દંડ કે સજા ભોગવનાર, ધર્મ (એટલે કે પોતાના કર્તવ્યના પાલન) વડે સર્વ પ્રજાએ એક બીજાનું રક્ષણ કરવું ઘટે છે.]
न हि कल्याणकृत्कश्चिदुर्गतिं तात गच्छति।
[ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ કલ્યાણકારી કામ કરનારની કોઈ દિવસ અવદશા થતી નથી.]
न हि कश्चिद् आचारः सर्वहितः संप्रवर्तते।
[આ જગતમાં એવો કોઈ સમાજ નિયમ હજુ સુધી ઘડાયો નથી કે જેનાથી બધાને એક સરખો ફાયદો થાય. એટલે જ લોકશાહીમાં પણ maximum good of maximum people ની જ વાત થાય છે.]
न हि कस्य प्रियः को वा विप्रियो वा जगत् त्रये। काले कार्यवाशात् सर्वे भवन्त्य् एवाप्रियाः प्रियाः॥
[ત્રણે જગતમાં કોઈ કોઈનું વહાલું નથી કે નથી કોઈ કોઈનું દવલું. સમય અને સંયોગો અનુસાર સર્વે એક બીજાને ગમતા કે અણગમતા થાય છે.]
Page #42
--------------------------------------------------------------------------
________________
न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते। तत्स्वयं योगसंसिद्धिः कालेनात्मनि विन्दति॥
[આ સંસારમાં જ્ઞાન જેટલી પવિત્ર ચીજ બીજી કોઈ નથી. કર્મયોગ વડે સંસિદ્ધિ મેળવ્યા પછી સમયના વીતવા સાથે તે આત્મામાં સ્વયં પ્રગટ થાય છે.]
नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जनाः। शुष्ककाष्ठश्च मूर्खश्च न नमन्ति कदाचन॥
[ફળ આવવાથી વૃક્ષો નીચા નમે છે. ગુણો પ્રાપ્ત થતાં માણસો બીજાને નમન કરતાં થાય છે. માત્ર સૂકા લાકડાં અને મૂર્ખ માણસો જ બીજાને નમન કરતાં નથી.]
नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके। जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन॥ इति महति विरोधे विद्यमाने समाने। नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता॥ [રાજાનું હિત કરનારાએ સામાન્ય પ્રજાનો રોષ વહેરી લેવો પડે છે. સામાન્ય પ્રજાનું હિત કરવા જનારને રાજા રજા આપી દે છે. આમ બન્ને પ્રકારના વિરોધનો સામનો કરીને રાજા તથા પ્રજા બન્નેનું હિત કરી શકે તેવા અમલદાર મળવા દુર્લભ છે.]
नरस्य आभरणं रूपं रूपस्य आभरणं गुण:। गुणस्य आभरणं ज्ञानं ज्ञानस्य आभरणं क्षमा॥
[માનવનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.]
नरो वा कुंजरो वा। [સત્યવક્તા યુધિષ્ઠિર દ્વારા બોલાયેલું પહેલું અને છેલ્લું અર્ધસત્ય. કોણ મરાયું એવા દ્રોણાચાર્યના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છેઃ અશ્વસ્થામા મરાયો. કદાચ માનવી કદાચ હાથી. આના પરથી કોઈ પણ અસ્પષ્ટ વાત નરો વા કુંજરો વા તરીકે ઓળખાય છે.]
Page #43
--------------------------------------------------------------------------
________________
नाक्षरं मंत्ररहीतं नमूलंनौषधिम् ।
अयोग्य पुरूषं नास्ति योजकस्तत्रदुर्लभः॥
[એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, વનસ્પતિનું એવું કોઈ મૂળીયું નથી કે જેમાં ઔષધશક્તિ ન હોય, એવો કોઈ માણસ નથી કે જે કોઈ કામનો ન હોય. પણ આ બધાનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસ મળવા દુર્લભ છે.]
नास्ति भार्यासमं किञ्चिन्नरस्यार्तस्य भेषजम् ॥
[દુઃખી-પીડિત પતિ માટે પત્નીથી વધુ સારું ઔષધ બીજું કોઈ નથી!]
नास्ति विद्या समं चक्षू नास्ति सत्य समं तपः ।
नास्ति राग समं दुःखम् नास्ति त्याग समं सुखम्॥
[જ્ઞાન જેવા ચક્ષુ નથી, સત્ય સમાન કોઈ તપ નથી. મોહમાયા જેવું કોઈ દુઃખ નથી. ત્યાગ સમાન કોઈ સુખ નથી.]
नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्यः तस्यैष आत्मा विवृणुते तनूँ स्वाम् ॥
[કઠોપનિષદનો પાંચમો શ્લોક આત્મસિદ્ધિ એટલે કે આત્મજ્ઞાન કેવી રીતે મળે? પ્રવચનો સાંભળવાથી? બુદ્ધિના પેચ લડાવવાથી ? અનેક વિદ્વાનો, સાધુ. સંતો પાસેથી બોધ મેળવવાથી? ના. કોઈ કોઈને આત્મજ્ઞાન આપી શકતું નથી આત્મા જ અરજી કરનારો છે અને આત્મા જ અરજી સ્વીકારનારો છે. જેનો આત્મા પોતાની અરજ સ્વીકારે ત્યાં આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.]
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः स्थिरा भवतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥
[નિષ્ણાત માણસો નિંદા કરે કે વખાણ કરે, ધન-સંપત્તિ ટકે કે ચાલી જાય, મરણ હમણાં આવે કે પછી પણ ધૈર્યવાન માણસો ન્યાયના પંથથી વિચલિત થતા નથી.]
43
Page #44
--------------------------------------------------------------------------
________________
निर्धनस्य कुतः सुखम्। [નિર્ધન માણસને સુખ ક્યાંથી હોય.]
निर्विषेणापि सर्पण कर्तव्या महति फणा। विषमस्तु न चाप्यस्तु फटाटोपो भयंकरः॥
[પંચતંત્રનો આ બોધ છેઃ બિનઝેરી સાપે પણ સ્વરક્ષણ માટે મોટી ફેણ ફેલાવી રાખવી જોઈએ. સાપ ઝેરી હોય કે બિનઝેરી પણ ફેણનો ડર લોકોને લાગતો જ હોય છે.]
नेति नेति।
[આપણી ઉપનિષદોનો મત એવો છે કે ઈશ્વર શું છે, કેવો છે એ જાણવું લગભગ અશક્ય છે કેમકે માનવબુદ્ધિ, સમજણશક્તિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. તેના બદલે ઈશ્વર શું નથી એ પ્રમાણમાં સરળતાથી કહી શકાય એટલે ‘આ નહિ, આ નહિ એવા નકારાત્મક વચનો વડે તેના સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ.]
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥
[શ્રીમદ્ ભગવદ્ ગીતોનો ખૂબ લોકપ્રિય શ્લોકઃ આત્માને શસ્ત્ર કાપી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી. જળ ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.]
પ-૬
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः। परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदम् शरीरम्॥
[પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે. પરોપકાર માટે નદી પાણી વહાવે છે. પરોપકાર માટે ગાય દૂધ આપે છે. આપણું શરીર પરોપકાર માટે જ બનેલું છે.]
Page #45
--------------------------------------------------------------------------
________________
परोपदेशवेलायां शिष्टाः सर्वे भवन्ति वै।
विस्मरन्तीह शिष्टत्वं स्वकार्ये समुपस्थिते ॥
[અન્યને ઉપદેશ આપતી વખતે નિયમપાલનની વાતો બધા કરે છે પણ એ નિયમપાલનની વાત જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યાં હવામાં ઊડી જાય છે.]
परोपदेशे पांडित्यं सर्वेषां सुकरं नृणाम्।
धर्मे स्वीयमनुष्ठानं कस्यचित् सुमहात्मनः॥
[બીજાને ઉપદેશ દેવા માટે પોતાના ડહાપણનો ભંડાર ખોલવો એ બહુ સહેલી વાત છે. પરંતુ તે ઉપદેશ પર જાતે આચરણ કરી બતાવવું એ તો કોઈ મહાત્મા જ કરી શકે.]
परोऽपि हितवान् बन्धुः बन्धुरपि अहितः परः ।
अहितो देहजो व्याधिः हितम् आरण्यमौषधम् ॥
[હિતોપદેશનો શ્લોક છે. પારકો માણસ આપણું હિત કરે તો તેને સગા ભાઈ જેવો ગણવો. સગો ભાઈ આપણું અહિત કરે તો પારકા જેવો ગણવો. આપણા દેહમાં રહેતો રોગ આપણો હોવા છતાં અહિત કરે છે. દૂર જંગલમાં રહેતું ઔષધ આપણું હિત કરે છે.]
पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वपीतेषु या नादत्ते प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम् । आद्ये वः कुसुमप्रसूतिसमये यस्या भवत्युत्सवः सेयं याति शकुंतला पतिगृहं सर्वैरनुज्ञायताम्॥
(અભિજ્ઞાન શાકુંતલમ્ - અંક ચોથો)
[ન ચાખ્યું કદી જળનું ટીપું પૂર્ણ તૃપ્ત કર્યા વિના તમને ગમતું છતાં ન ચૂંટતી કદી પર્ણ કોમળ તમારું શાખેથી ડાળે નવું એક ફૂલ બેસે તો ઉત્સવ સમ હર્ષ જેના હૈયૈ એ શકુંતલાને આપો અનુજ્ઞા હે વૃક્ષો સૌ પતિગૃહે જવાની]
45
Page #46
--------------------------------------------------------------------------
________________
पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः। जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥
[દરેક માણસ પોતાની રીતે વિચારે છે. દરેક કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી હોય છે. દરેક જાતના લોકના રિવાજ જુદા હોય છે. દરેક માનવીના મોઢામાંથી અવનવી વાણી સાંભળવા મળે છે.]
पिबन्ति नद्यः स्वयम् एव न अम्भः। स्वयं न खादन्ति फलानि वृक्षाः॥ न अदन्ति सस्यं खलु वारिवाहा। परोपकाराय सतां विभूतयः॥
[નદી પોતાનું પાણી પીતી નથી વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. ખેતરમાં થયેલા પાકના ઢગલા અનાજ ખાઈ જતા નથી. સંત માણસોની સિદ્ધિ-સંપત્તિ પરોપકાર માટે જ હોય છે.]
पुरा कवीनां गणना प्रसङ्गे कनिष्ठिकाधितिष्ठित कालिदासः। अद्यापि तत्तुल्य कवेराभावात् अनामिका सार्थवती बभूव॥
[અગાઉ જ્યારે કવિ કેટલા તેની ગણતરી થતી ત્યારે સૌ પહેલું કાલિદાસનું નામ સૌથી નાની આંગળી પર લેવાતું હતું પણ પછી બીજી આંગળી આગળ ગણતરી અટકી જતી હતી. હજુ સુધી કોઈ કવિ કાલિદાસની કક્ષાનો ન જણાયો નથી તેથી એ આંગળીનું ‘અનામિકા' નામ સાર્થક બની ગયું છે.]
पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम्। सन्तः परीक्ष्यान्यतरद्धजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः॥
[કાલિદાસ કૃત માલવિકાગ્નિમિત્રમનો આ શ્લોક છે. જે જુનું છે તે બધું સારું જ છે એવું માની ન લેવાય. કવિતા નવી હોય એટલે સારી જ હોય તેવું નથી. ડાહ્યા માણસો બરાબર ચકાસણી કર્યા પછી જ નિર્ણય પર આવે છે પણ મૂઢ માણસો બીજાની બુદ્ધિથી દોરવાય છે.]
पुस्तकस्था तु या विद्या परहस्तगतं धनं। कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम्॥
Page #47
--------------------------------------------------------------------------
________________
[ચોપડીમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું આપણું ધન જ્યારે ખરી જરૂર પડે ત્યારે કંઈ કામમાં ન આવે એટલે તે હોય કે ન હોય બન્ને સરખું જ છે.].
पृथ्वीव्यां त्रीणि रत्नानि जलम् अन्नम् सुभाषितम्। मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा प्रदीयते॥
[પૃથ્વી પર ત્રણ રત્ન છેઃ જળ, અન્ન અને સુભાષિત. પણ મૂઢ માણસો પથ્થરના ટૂકડાંને રત્નનું નામ सापेछ.]
प्रथमग्रासे मक्षिकापातः।
[પહેલા કોળીયે જ માખી આવી !]
प्रथमवयसि पीतं तोयमल्पम् स्मरन्तः शिरसि निहीतभारा: नारीकेला नराणाम् ददति। जलमनल्पात स्वादमाजिवीतान्तम् नही कृतमुपकारं साधवो विस्मरन्ति॥
[નાળિયેરનું ઝાડ પોતાને અગાઉ પીવા મળેલું થોડું પાણી યાદ રાખે છે અને તેને સ્વાદિષ્ટ બનાવી શિર પર ધારણ કરે છે. સજ્જન માણસો પોતા પર કોઈએ કરેલો ઉપકાર કદી ભૂલી જતાં નથી.]
प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं। तृतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यति॥
[જીવનમાં વિદ્યાર્થી અવસ્થામાં ભણ્યા નહિ. ગૃહસ્થાશ્રમના સમયમાં કમાયા નહિ, વાનપ્રસ્થાશ્રમના સમયે સમાજસેવા કરી પુણ્ય ન કમાયા તો ચોથા સંન્યસ્તાશ્રમમાં કઈ વસ્તુનો ત્યાગ કરશો?].
प्रारभ्यते न खलु विघ्न भयेन नीचैः प्रारभ्य विघ्न विहता विरमन्ति मध्याः। विघ्नैः पुनः पुनर् अपि प्रतिहन्यमानाः प्रारब्धम् उत्तम जना न परित्यजन्ति॥
47
Page #48
--------------------------------------------------------------------------
________________
[આ કામ કરવામાં મુશ્કેલી આવશે એવા ડરથી તુચ્છ માણસો કામ શરૂ જ કરતા નથી. મધ્યમ કક્ષાના માણસો કામ તો શરૂ કરે છે પણ મુશ્કેલી આવે તો અધવચ્ચેથી છોડી દે છે. ઉત્તમ માણસો કામ શરૂ કરે છે અને જેટલી વાર મુશ્કેલી આવે તેટલી વાર તેનો મુકાબલો કરતા રહી તેને પૂરું કર્યા પછી જ છોડે છે.]
प्रियवाक्य प्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः। तस्मात् तदेव वक्तव्यं वचने का दरिद्रता॥
[દરેક જીવને મીઠી વાણી વડે સંતોષ આપી શકાય છે માટે જીભ મીઠી રાખવી. મીઠા શબ્દો વાપરવામાં ગરીબાઈ શા માટે બતાવવી ?]
बहुजनहिताय बहुजनसुखाय।
[આ લોકશાહી આદર્શ આપણે ત્યાં સદીઓથી પ્રચલિત છે. જે કામ વધુમાં વધુ માણસોના હિતમાં હોય અને વધુમાં વધુ માણસોને સુખ આપી શકે તે કામ ઉત્તમ કાર્ય કહેવાય.]
बहुरत्ना वसुन्धरा।
[ આ ધરતીમાં અનેક રત્નો પડ્યાં છે.]
बुद्धिर्यस्य बलं तस्य। [જેની બુદ્ધિ તેનું બળ]
भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते। सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृञ् करणे॥
Page #49
--------------------------------------------------------------------------
________________
[શંકરાચાર્યનો આ બોધ છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, હે મૂઢ માણસ, અંતિમકાળે તેના સિવાય અન્ય કોઈ તારું રક્ષણ નહિ કરી શકે.]
भो दारिद्र्य नमस्तुभ्यं सिद्धोऽहं त्वत्प्रसादतः। पश्याम्यहं जगत्सर्वं न मां पश्यति कश्चन ॥
[હે દારિદ્ર, તારો પરચો બહુ ભારી છે. તારા પ્રતાપે હું સિદ્ધ પુરુષ બની ગયો છું. હું આખા જગતને જોઈ શકું છું પણ આખા જગતમાં કોઈને હું દેખાતો નથી. (કેમકે મને જોતાવેંત બધા મોઢુ ફેરવીને ચાલતા થઈ જાય છે !)]
भोगाः न भुक्ता वयमेव भुक्ताः ।
तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ॥
[ભોગ ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. તૃષ્ણા કદી વૃદ્ધ થતી નથી, આપણે જ વૃદ્ધ થઈ જઈએ છીએ.]
भ्रमन् वनान्ते नवमंजरीषु न षट्पदो गन्धफलीमजिघ्रत्।
सा किं न रम्या स च किं न रन्ता बलीयसी केवलमीश्वरेच्छा॥
[વનમાં ફરી ફરીને નવા તાજા પુષ્પ પર બેસતો ભ્રમર ગંધફલી (વનચંપો?)ને સુંઘતો પણ નથી. શું તે સુંદર નથી? શું ભ્રમર આતુર નથી ? ખરેખર, ઈશ્વરની ઇચ્છા જ બળવાન છે.]
મ
मधुरेण समापयेत्।
[કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ મીઠાશથી કરવી જોઈએ.]
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम् ॥
49
Page #50
--------------------------------------------------------------------------
________________
[મનુષ્ય મનના કારણે બંધનમાં પડે છે અને મન વડે બંધનમુક્ત બને છે. ભોગમાં આપણી આસક્તિ બંધન ઊભા કરે છે. એ આસક્તિને છોડવાથી મુક્તિ મળે છે.]
मनसा चिन्तितंकर्म वचसा न प्रकाशयेत्। अन्यलक्षितकार्यस्य यत: सिद्धिर्न जायते॥
[ભારતના સૌથી વધુ સફળ રાજનીતિજ્ઞ ચાણક્યની આ સોનેરી સલાહ ભારત કરતાં અન્ય દેશોના રાજનીતિજ્ઞ વધુ સારી રીતે પાળે છે! ચાણક્ય કહે છે કે આપણે શું કરવાના છીએ, આપણી યોજના શું છે તે વિશે બોલ બોલ ન કરાય. જો કોઈ હરીફને આપણી યોજનાની ખબર પડી જાય તો તે થોડો આપણને સફળ થવા દે?]
मन्त्रे तीर्थे द्विजे देवे दैवजे भेषजे गुरौ। यादृशी भावना यस्य सिद्धिर् भवति तादृशी॥
[ઘણી વસ્તુ એવી હોય છે જેમાં આપણી જેવી ભાવના હોય તેવી સિદ્ધિ મળે. મંત્રનો જાપ કરવામાં, તીર્થમાં જઈ દર્શન કરવામાં, બ્રાહ્મણ પાસે ક્રિયાકર્મ કરાવવામાં, જોશી પાસે જોશ જોવડાવવામાં, ઔષધનું સેવન કરવામાં, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવામાં આપણી ભાવના જેટલી વધુ સારી એટલો વધુ લાભ થાય. આપણને શ્રદ્ધા ન હોય તો કોઈ ફાયદો ન થાય.]
मर्कटस्य सुरापानं तस्य वृश्चिकदंशनम्। तन्मध्ये भूतसंचारो यद्वा तद्वा भविष्यति॥
[એક તો જાતનું વાંદરું, એમાં દારુ પીધો, પાછો એને વીંછી કરડ્યો અને તે ઉપરથી એને ભૂતના ભડકા પણ દેખાણા. પછી તેના તોફાનમાં બાકી શું રહે ?]
महाजनस्य संसर्गः कस्य नोन्नतिकारकः। पद्मपत्रस्थितम् तोयम् धत्ते मुक्ताफलश्रियम्॥
[ઉત્તમ માણસોના સંસર્ગમાં આવવાથી કોની ઉન્નતિ થતી નથી. કમળના પુષ્પ પર રહેલું પાણીનું સાધારણ ટીપું પણ સાચા મોતીની જેમ દીપી ઊઠે છે.]
Page #51
--------------------------------------------------------------------------
________________
मा दद्यात् खलसङ्घेषु कल्पनामधुरागिरः। यथा वानरहस्तेषु कोमलाः कुसुमस्रजः॥
[દુષ્ટ માણસને સૌજન્યપૂર્ણ વાણી વડે સમજાવવાનો કોઈ અર્થ નથી. વાંદરાના હાથમાં સુકોમળ પુષ્પનો ગુચ્છ મૂકીએ તો તેથી તેના વર્તનમાં કોઈ ફરક પડે ?]
मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः ।
यत्क्रौञ्चमिथुनादेकम् अवधीः काममोहितम्॥
[વાલ્મિકી રામાયણનો પ્રથમ શ્લોક. કામમોહિત થયેલા ક્રોંચ પક્ષીની જોડીને ખંડિત કરનારા ઓ શિકારી શાશ્વત સમય સુધી તને અપયશ મળશે. એવું મનાય છે કે ક્રોંચવધ થતો જોઈ તે સમયે તપ કરી રહેલા વાલ્મિકી ઋષિમાં કવિત્વ જાગ્યું અને તેમાંથી રામાયણ મહાકાવ્ય રચાયું.]
माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः ।
सभामध्ये न शोभते हंसमध्ये बको यथा ॥
[જે માબાપ પોતાના સંતાનને ભણાવે નહિ તે તેના દુશ્મન છે. જેમ હંસની વચ્ચે બગલું ન શોભે તેમ આવું અભણ સંતાન સમાજમાં શોભતું નથી.]
मुखं प्रसन्नं विमला च दृष्टिः कथानुरागो मधुरा च वाणी ।
स्नेहोऽधिकः सम्भ्रम दर्शनं च सदानुरक्तस्य जनस्य चिह्नम्॥
[મુખ પર પ્રસન્નતા લહેરાતી હોય, દ્રષ્ટિમાં વિમળતા હોય, પ્રિયપાત્ર વિશેની વાત સાંભળવી ગમતી હોય, મોઢેથી મધુર શબ્દ નીકળતા હોય, સૌ પર વહાલ વરસાવાઈ જતું હોય, બેધ્યાન થઈ જવાતું હોય, એ બધા પ્રેમમાં અનુરાગી બની ગયાના લક્ષણ છે.]
मुर्खा यत्र न पूज्यते धान्यं यत्र सुसंचितम्।
दंपत्य कलहः नास्ति तत्र श्रीः स्वयमागतः ॥
51
Page #52
--------------------------------------------------------------------------
________________
[જ્યાં મૂર્ખાઓને માન-પાન મળતું નથી, અનાજ અને ખાદ્યપદાર્થ સારી રીતે સાચવીને રાખવામાં આવે છે અને પતિ-પત્ની કંકાસથી દૂર રહે છે ત્યાં સમૃદ્ધિ સામેથી ચાલીને આવે છે.]
मूर्खस्य पंच चिह्नानि गर्यो दुर्वचनं तथा। क्रोधश्च धवादश्च परवाक्येष्वनादरः॥
[મૂર્ખ માણસના પાંચ લક્ષણ છે. અભિમાન, અભદ્ર શબ્દોનો ઉપયોગ, ક્રોધ, હું જ સાચો છું એવો દ્રઢ આગ્રહ અને બીજા જે કંઈ કહે તેનો અનાદર કરવો.]
मूलोनास्ति कुतोः शाखा। [જે ઝાડને મૂળ જ ન હોય તેને ડાળી ક્યાંથી ફૂટે ?]
मृगा मृगैः संगमुपव्रजन्ति गावश्च गोभिस्तुरगास्तुरंगैः। मूर्खाश्च मूर्थैः सुधयः सुधीभिः समानशीलव्यसनेषु सख्यं॥
હિરણ હરણાંની પાછળ દોડે છે, ગાય ગાયની સાથે જાય છે, ઘોડાને ઘોડા ગમે છે. મૂર્ખને મૂર્ખ તથા બુદ્ધિમાનને બુદ્ધિમાન પસંદ પડે છે. જેમની આદત સરખી હોય તેમની વચ્ચે મૈત્રી સર્જાય છે.]
यत्र नार्यः तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। यत्र एता: तु न पूज्यन्ते सर्वास्तत्र अफला: क्रिया:॥
[મનુસ્મૃતિનું આ કથન છે જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું માન-સન્માન જળવાતું હોય ત્યાં દેવતા રાજીના રેડ થઈ રહે છે પણ જ્યાં આમ ન થાય ત્યાં કરવામાં આવેલા બધાં ધાર્મિક ક્રિયાકાંડ નિષ્ફળ જાય છે.]
यथा खरः चन्दनभारवाही भारस्य वेत्ता न तु चन्दनस्य। एवं हि शास्त्राणि बहून्यधीत्य अर्थेषु मूढाः खरवद्वहन्ति॥
Page #53
--------------------------------------------------------------------------
________________
[ચંદન ઉપાડી લઈ જતો ગધેડો માત્ર બોજ ઉપાડી લઈ જતો હોય છે, ચંદન નહિ કેમકે ચંદન શું છે તેની તેને ખબર જ હોતી નથી તેમ ગોખણપટ્ટી કરી સમજ્યા વિના શાસ્ત્ર ભણી ગયેલા લોકો ગધેડાની માફક માત્ર જ્ઞાનનો બોજ ઉપાડી ફર્યા કરે છે.]
यथा देशस्तथा भाषा यथा राजा तथा प्रजा ।
यथा भूमिस्तथा तोयं यथा बीजस्तथांकुरः॥
[જેવો દેશ તેવી ભાષા, જેવો રાજા તેવી પ્રજા. જેવી ભૂમિ તેવું પાણી અને જેવું બીજ તેવો અંકુર.]
यथा बीजं विना क्षेत्रम् उप्तं भवति निष्फलम् ।
तथा पुरुषकारेण विना दैवं न सिध्यति ॥
[જેમ ખેતરને સારી રીતે ખેડ્યા વિના બીજ વાવી દઈએ તો તે ઊગતું નથી તેમ મહેનત ન કરિયે તો આપણા નસીબમાં લખેલી ચીજ પણ ન મળે.]
यथा मधु समादत्ते रक्षन् पुष्पाणि षट्पदः ।
तद्वदर्थान् मनुष्येभ्यः आदद्यात् अविहिंसया॥
[જેમ ભ્રમર પુષ્પોની પૂરતી સંભાળ રાખીને હળવેથી તેની પાસેથી મધ ખેંચે છે તેમ પ્રજા પાસેથી તેને ત્રાસ આપ્યા વિના કરવેરા વડે ધન એકઠું કરવું જોઈએ.]
यथा शिखा मयूराणां नागानां मणयो यथा ।
तद् वेदांगशास्त्राणां गणितं मूर्ध्नि वर्तते॥
[જેમ મોરના માથે કલગી શોભે છે અને અને નાગના મસ્તક પર મણિ ઝગમગે છે તેમ વેદાંગશાસ્ત્રમાં ગણિત ટોચના સ્થાને બિરાજે છે.]
यथा हि एकेन चक्रेण न रथस्य गतिर्भवेत्।
एवं पुरुषकारेण विना दैवं न सिध्यति ॥
53
Page #54
--------------------------------------------------------------------------
________________
[પ્રારબ્ધ અને પુરુષાર્થરૂપી બન્ને ચક્ર સાથે ચાલે તો જ સંસારનો રથ આગળ ચાલે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પંગુ બની જાય. એક પૈડાવાળો રથ દોડી ન શકે.]
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुश्कृताम्। धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
[જ્યારે જ્યારે ધર્મની જ્યોત ઝાંખી પડશે ત્યારે ધર્મના ઉદ્ધાર માટે હું મારું સર્જન કરીશ. સજ્જનોના રક્ષણ માટે અને ખોટા કાર્યો કરનારાના નાશ માટે તથા ધર્મને ફરી સ્થાપિત કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરીશ.]
यस्तु सञ्चरते देशान् सेवते यस्तु पण्डितान्।
तस्य विस्तारिता बुद्धिस्तैलबिन्दुरिवाम्भसि॥
[જે માણસ દેશવિદેશનું પર્યટન કરે છે, જ્ઞાની-પંડિતો પાસે જઈ તેની વાત સાંભળે છે તેની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાંની માફક વિસ્તાર પામે છે.]
यस्तु सर्वाणि भूतान्यात्मनेवानुपश्यति। सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥ यस्य सर्वाणिभूतान्यात्मैवाभद्विजानतः। तत्र को मोहः कः शोकः एकत्व मनुपश्यतः ॥
[ઈશાવાસ્ય ઉપનિષદનું બ્રહ્મજ્ઞાનઃ જે એવું વિચારી શકે કે આ જગતના સર્વ જીવમાં હું છું અને મારામાં સર્વ જીવ સમાયેલા છે તે અભય પ્રાપ્ત કરે છે. જેમના માટે જગતના સર્વે જીવ પોતાના આત્મા જેવા છે એવા એકત્વદર્શીને મોહ કે શોક સ્પર્શી શકતા નથી.]
यस्मिन् देशे न सम्मानो न प्रीतिर्न च बान्धवाः। न च विद्याऽऽगमः कश्चित् तं देशं परिवर्जयेत्॥
54
Page #55
--------------------------------------------------------------------------
________________
[જે દેશમાં આપણું માન ન જળવાતું હોય, આપણા માટે કોઈને લાગણી ન હોય, કોઈ સગા-સંબંધી હોય અને ન તો કંઈ શીખવા-જાણવા મળતું હોય તે દેશને વહેલી તકે છોડી દેવો જોઈએ.]
यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति॥
[જે માણસ પાસે પોતાની બુદ્ધિ જ ન હોય તેને શાસ્ત્રનું જ્ઞાન શું કામ આવે? જે માણસ પાસે જોવા માટે આંખ ન હોય તેને આરીસો શું કામનો?]
यस्यास्ति वित्तं स वरः कुलीनः स पण्डितः स श्रुतवान् गुणज्ञः।
स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते॥
[જે મુરતિયા પાસે ધન હોય તે આપમેળે સારા કુળનો, જ્ઞાની, સુશિક્ષિત અને ગુણોનો જાણકાર બની જાય છે. તે જ સારો વક્તા અને દર્શનલાયક ગણાય છે. બધા ગુણ સુવર્ણમાં આવી સમાઈ જાય છે.]
यः पठति लिखति पश्यति परिपृच्छति पण्डितान् उपाश्रयति।
तस्य दिवाकरकिरणैः नलिनीदलमिव विस्तारिता बुद्धिः ॥
[જે માણસ વાંચે છે, લખે છે, બારીકાઈથી નિરીક્ષણ કરે છે, જાણકારી મેળવવા પૂછ પૂછ કરે છે અને પંડિતો એટલે નિષ્ણાતો પાસેથી શીખે છે તેમની સમજણ શક્તિ સૂરજનું કિરણ પડતાં જેમ કમળ ખીલી ઊઠે તેમ વિસ્તૃત બને છે.]
यावच्चंद्रदिवाकरौ ।
[જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહે ત્યાં સુધી.]
यावत् जीवेत् सुखेन जीवेत् ऋणं कृत्वा धृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥
[નાસ્તિકતાવાદી ચાર્વાક ઋષિનું વિખ્યાત સૂત્રઃ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરીને પણ ઘી પીઓ એટલે કે થાય તેટલી મજા માણી લો. આ દેહને જ્યારે બાળી નાખવામાં આવે ત્યારે એ પાછો ક્યાંથી આવવાનો છે ? ]
55
Page #56
--------------------------------------------------------------------------
________________
ये च मूढतमा: लोके ये च बुद्धेः परं गताः। ते एव सुखम् एधन्ते मध्यमः क्लिश्यते जनः॥
[મહાભારતનું કથન છે. આ જગતમાં બે જ પ્રકારનો લોકો સુખી છે. એક તો જે ખરેખર બુદ્ધિમાન છે, જેમની પાસે સાચું જ્ઞાન છે, સાચી સમજ છે. બીજા એવા લોકો કે જેઓ તદ્દન અબુધ છે, જેમની પાસે તલભાર અક્કલ કે સમજ નથી. દુનિયાના બધા દુઃખનો ભાર આ બે વર્ગની વચ્ચે રહેલા લોકોએ ઉપાડવો રહે છે.].
येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः। ते मर्त्यलोके भुविभारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति॥ [ જે માણસ પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, સદાચાર નથી, ગુણ નથી, ધર્મ નથી એનું આ જગતમાં કામ શું છે? આવા માણસો ધરતી માટે ભારરૂપ છે. ખરી રીતે જોતાં આ લોકો માણસનું રૂપ ધારણ કરી હરતા ફરતા ઢોર જેવાં જ છે.]
यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते। ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च॥
[ભગવદ્ ગીતાનો ઉપદેશ જે લોકો શાશ્વત સુખને છોડી ક્ષણિક સુખની પાછળ દોડે છે તેમના શાશ્વત સુખ નષ્ટ થાય છે અને ક્ષણિક સુખ તો નષ્ટ થવાના જ છે.]
योगः कर्मसु कौशलम्।
[ભગવદ્ ગીતાનું કથનઃ જે કાર્ય કરતા હોઈએ તે કુશળતાપૂર્વક કરવું તે યોગ છે.]
यौवनं धनसंपत्तिः प्रभुत्त्वमविवेकिता। एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम्॥
[જોબન ધન ઠાકરી ને વળી ઉમેરણમાં અવિવેકી જાત એકેકું જ અનર્થ કરે ત્યાં ચારની પહોંચે ક્યાં જઈ વાત]
56
Page #57
--------------------------------------------------------------------------
________________
रम्याणि वीक्ष्य मधुरांश् च निशम्य शब्दान् पर्युत्सुकी भवति यत् सुखेतेऽपि जन्तुः। तच् चेतसा स्मरति नूनम् अबोधपूर्वं भाव स्थिराणि जननान्तर सौहृदानि॥
(અભિજ્ઞાન શાકુંતલમ અંક - પાંચમો)
[નિહાળી કશું રમણીય ને સૂણી કો નિશબ્દ મીઠું ગાન કદી અલિપ્તજનને હૈયે પણ જાગે કુતુહલનું તોફાન સ્મૃતિઓ ઊભરે અદીઠ અજાણી મનને કંઈ નવ સમજાય તાણાવાણા કો પૂર્વ જનમના જાણે વણાય ને વિખરાય]
रम्यान्तरः कमलिनीहरितैः सरोभिश्छायाद्रुमैर्नियमितार्कमयूखतापः। भूयात्कुशेशयरजोमृदुरेणुरस्याः शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः॥
(અભિજ્ઞાન શાકુંતલમ - અંક ચોથો)
[માર્ગ બને રમણીય તારો ખીલ્યા હરિત કમળ ભરેલો તાપ ન પહોંચે તારા સુધી રહેજો સૂર્ય વન ટોચ સૂતેલો તારા હળવા પદરવથી ન ઊડજો રજ જરી યે કાળી પગ નીચે પથરાઈ રહેજો વનની અખંડ હરિયાળી વહેજો પવન શાંત મજાનો હો રસ્તો સુખ શાંતિ ભરેલો]
राजा राष्ट्रकृतं पापं राज्ञः पापं पुरोहितः। भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस् तथा॥
[ જો એક દેશ કે રાષ્ટ્ર ખોટું કામ કરે તો તેનો રાજા ખરો ગુનેગાર ગણાય. જો રાજા ખોટું કામ કરે તો તેના સલાહકાર કે મંત્રીઓ ખરા ગુનેગાર છે. સ્ત્રી ખોટું કામ કરે તો તેનો પતિ સાચો અપરાધી છે અને જો શિષ્ય પાપ કરે તો તે પાપ માટેની બધી જવાબદારી તેના ગુરુની છે.]
Page #58
--------------------------------------------------------------------------
________________
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः। इत्थं विचिन्तयति कोषगते द्विरेफे हा हन्त हन्त नलिनी गज उज्जहार॥
[સાંજ પડ્યે કમળનું પુષ્પ બીડાઈ જતાં રસનો લોભી ભમરો અંદર કેદ થઈ જાય છે અને વિચાર કરે છે કે રાત પૂરી થઈ જશે, સુંદર સવાર પડશે, સૂર્ય ઊગશે, કમળ હસતું હસતું ખીલશે પણ અરેરે, ત્યાં હાથી આવીને કમળને ઉખાડી ફેંકી દે છે. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે આપણાં સપનાઓ અને જીવનની કડવી વાસ્તવિકતા તદ્દન જુદા હોય એવું પણ બને છે.]
लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन् पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दितः। कदाचिदपि पर्यटन् शशविषाणमासादयेत् न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत्॥
[ખૂબ મહેનત કરીએ તો કદાચ રેતીમાંથી તેલ કાઢી શકાય. શક્ય છે કે તરસ્યો મુસાફર મૃગજળનું પાણી પી શકે, કદાચ ફરતાં ફરતાં કોઈ સસલાને માથે શિંગડાં ઊગેલા જોવા મળે પરંતુ ગમે તે કરવા છતાં મૂરખ માણસને ખુશ ન કરી શકાય.]
लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताडयेत्। प्राप्ते तु षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत्॥
[સંતાન પ્રથમ પાંચ વર્ષ સુધી લાડકોડનું અધિકારી ગણાય તેને તેની ભૂલની કોઈ સજા ન હોય. પછીના દશ વર્ષ સુધી તેને નિયમપાલનનું મહત્વ સમજાવવું રહે છે અને તેનું ખોટું વર્તન સજાપાત્ર બને છે. પણ સંતાન જ્યારે સોળ વર્ષનું થાય ત્યારે મા-બાપે તેને મિત્રનો દરજ્જો આપવો જોઈએ.]
लोभाविष्टो नरो वित्तम् वीक्ष्यते न तु संकटम्। दुग्धं पश्यति मार्जारी न तथा लगुडाहतिम्॥
Page #59
--------------------------------------------------------------------------
________________
[લાલચમાં લપટાઈ ગયેલા માણસને પૈસા દેખાય છે પણ સંકટ દેખાતું નથી બિલાડીને દૂધ દેખાય છે પણ હાથમાં રહેલી લાકડી દેખાતી નથી.]
૧
वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥
[વજ્રથી વધુ કઠોર અને પુષ્પથી પણ વધુ કોમળ એવા મહાપુરુષોના મનમાં શું હોય તે કોણ સમજી શકે ?]
वनानि दहतो व सखा भवति मारुतः।
स एव दीपनाशाय कृशे कस्यस्ति सुहृदम्॥
[પવન વનમાં જોરદાર સળગતા અગ્નિનો મિત્ર બને છે. તેને ટેકો આપે છે, મદદ કરે છે. તે જ પવન નાના સળગતા દીવડાને બૂઝાવી નાખે છે. નબળાનું મિત્ર કોણ બને ?]
वनेऽपि सिंहा मृगमांसभक्षिणो बुभुक्षिता नैव तृणं चरन्ति । एवं कुलीना व्यसनाभिभूता न नीचकर्माणि समाचरन्ति ॥
[સિંહને ગમે તેટલી ભૂખ લાગે પણ તે ઘાસ ખાતો નથી. વનમાં રહીને માત્ર હરણનો આહાર કરે છે. સુસંસ્કારી માણસો પોતાને શોભે નહિ તેવું કામ સંકટકાળમાં પણ ન કરે.]
वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः सम इह परितोषो निर्विशेषो विषेशः । स तु भवतु दरिद्रो यस्य तृष्णा विशाला
मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः ॥
[સંન્યાસી રાજાને કહે છેઃ અમે વલ્કલ પહેરીને સંતુષ્ટ છીએ. તું કિંમતી વસ્ત્રો ધારણ કરીને અમારો સંતોષ તારા જેટલો જ છે. મનની ઇચ્છાઓની વણઝાર જ માણસને ગરીબ બનાવે છે. જેનું મન સંતોષી હોય તેને માટે ગરીબાઈ કે શ્રીમંતાઈ એવા શબ્દોનો કોઈ અર્થ નથી.]
59
Page #60
--------------------------------------------------------------------------
________________
वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये। जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ॥
[‘રઘુવંશ’નો પ્રથમ શ્લોક. આખું થોથું લખી શકાય તેટલી વાત મહાકવિ કાલિદાસે બે પંક્તિમાં કહી છે. વાણી અને તેના અર્થની જેમ એક બીજાથી અલગ છતાં વાણી અને તેના અર્થની માફક એક બીજામાં ઓતપ્રોત થઈ ગયેલા, હે જગતના માત-પિતા પાર્વતી-પરમેશ્વર, તમને વંદન હો. વાણી અને તેના અર્થનું ભિન્નપણું અને અભિન્નપણું સમજાવતો આવો શ્લોક કાલિદાસ જ લખી શકે.]
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥
[શ્રીમદ્ ભગવત ગીતાનો સૌથી વધુ સચોટ દાખલો આપતો શ્લોક. જેમ માણસો જૂના થઈ ગયેલા કપડા છોડી દઈ નવા કપડાં પહેરે છે તેમ આત્મા પણ જૂનું શરીર છોડી નવો દેહ ધારણ કરે છે.]
विकृतिं नैव गच्छन्ति संगदोषेण साधवः।
आवेष्टितं महासर्पैश्चंदनं न विषायते ॥
[જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.]
विजेतव्या लङ्का चरणतरणीया जलनिधिः विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाप्येको रामः सकलमवधीद्राक्षसकुमम् क्रियासिद्धिः सत्वे भवति महतां नोपकरणे ॥
[લંકા પર વિજય મેળવવાનો હતો, પગેથી ચાલીને દરિયો પાર કરવાનો હતો, પુલસ્ત્ય ઋષિના પુત્ર રાવણ સાથે લડવાનું હતું, મદદમાં માત્ર વાનરસેના હતી. આમ છતાં એકલા રામ સમગ્ર રાક્ષસકુળનો નાશ કરી શક્યા. કામની સફળતા બહારના સાધનો પર નહિ પણ આપણી અંદરની તાકાત પર આધાર રાખે છે.]
60
Page #61
--------------------------------------------------------------------------
________________
विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मतिः। परलोके धनं धर्मः शीलं सर्वत्र वै धनम्॥
[પરદેશમાં આપણું ખરું ધન વિદ્યા બને છે. સંકટકાળમાં સુબુદ્ધિ આપણું ધન બને છે. પરલોકમાં ધર્મ આપણી સંપત્તિ બને છે. સદાચાર સર્વત્ર સંપત્તિરૂપ પુરવાર થાય છે.]
विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरूणां गुरुः॥ विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता । विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः॥
[વિદ્યા માણસની સૌથી મોટી સુંદરતા છે. વિદ્યા ખૂબ સલામત એવું અપ્રગટ ધન છે. વિદ્યા સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને સુખ લઈ આવે છે. વિદ્યા ગુરુની ગુરુ છે. પરદેશમાં વિદ્યા સગા ભાઈની જેમ મદદ કરે છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓ પણ ધનની નહિ વિદ્યાની પૂજા કરે છે. વિદ્યા વિનાનો માણસ સાક્ષાત પશુ સમાન છે.]
विद्या विवादाय धनं मदाय खलस्य शक्तिः परपीडनाय। साधोस्तु सर्वं विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय॥
[દુર્જન માણસ વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે, ધનનો ઉપયોગ અભિમાન કરવા માટે અને શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવા માટે કરે છે. સજ્જનોનું તેથી ઊલટું વર્તન હોય છે. તેઓ વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ રક્ષણ કરવા માટે ઉપયોગમાં લે છે.]
विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन। स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते॥
[વિદ્વતાની અને રાજવીપણાંની સરખામણી ન થઈ શકે. રાજા માત્ર તેના રાજમાં પૂજાય પણ વિદ્વાન માણસ તો જ્યાં જાય ત્યાં પૂજાય.]
Page #62
--------------------------------------------------------------------------
________________
विषादप्यमृतं ग्रामं बालादपि सुभाषितम्। अमित्रादपि सद्वृत्तं अमेध्यादपि कांचनम्॥
[ઝેરમાંથી અમૃત મળતું હોય તે લઈ લેવું જોઈએ, એક નાના બાળક પાસેથી પણ જો કોઈ બોધવાક્ય સાંભળવા મળે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ, દુશ્મન પાસેથી પણ સગુણ ગ્રહણ કરવા મળે તો ગ્રહણ કરી લેવા જોઈએ. સોનું કચરાની વચ્ચે પડ્યું હોય તો પણ તેને તરછોડાય નહિ].
वीरभोग्या वसुन्धरा। [જમીનનો ભોગવટો બહાદૂર માણસ જ કરી શકે. ધરતીના ધણી થવું ખાવાનો ખેલ નથી]
वृथा वृष्टिः समुद्रेषु वृथा तृप्तेषु भोजनम्। वृथा दानं धनाढ्येषु वृथा दीपो दिवाऽपि च॥
[દરિયામાં વરસાદ પડે તે નકામો જાય. જેનું પેટ ભરેલું છે તેને ખવડાવવાનો કોઈ અર્થ નથી. જેની પાસે ધનના ઢગલા હોય તેને દાન આપવાથી શું વળે ? જ્યાં ખૂબ અજવાળું હોય ત્યાં દીવા ન સળગાવાય.]
वृच्शिकस्य विषं पृच्छे मक्षिकायाः मुखे विषम्। तक्षकस्य विषं दन्ते सर्वांगे दुर्जनस्य तत्॥
[વીંછીનું ઝેર એની પૂંછડીમાં હોય છે. માખીના મોઢામાં ઝેર હોય છે, સાપના દાંતમાં ઝેર હોય છે પણ દુર્જનના દરેકેદરેક અંગમાં ઝેર ભરેલું હોય છે.]
वैद्यराज नमस्तुभ्यं यमराजसहोदर। यमस्तु हरति प्राणान् वैद्यो प्राणान् धनानि च॥ [ચેતવણીઃ નબળું હૃદય ધરાવતા દાક્તરોએ આ જોખમી પ્રાચીન સુભાષિત વાંચવું નહિ! હે વૈદરાજ, તને પગે લાગીએ છીએ. તું આમ તો જમરાજાનો ભાઈ છો પણ જમરાજા કરતાં ક્યાંય ચડી જાય તેવો છે. જમરાજા તો માત્ર પ્રાણ લઈને ચાલતા થાય છે પણ તું તો અમારો પ્રાણ અને પૈસા બન્ને લીધા પછી જ અમને છોડે છે !]
Page #63
--------------------------------------------------------------------------
________________
वाक्यं रसात्मकं काव्यम्। [કવિતાની સૌથી ટૂંકી ને સૌથી અસરકારક વ્યાખ્યા. રસથી સભર વાક્ય એટલે કાવ્ય.]
व्यापारे वसते लक्ष्मी। [ચીજવસ્તુની આપ-લે કરવાથી સમૃદ્ધિ સર્જાય છે.]
व्यासोच्छिष्टं जगत् सर्वं। [જગત આખું વ્યાસના મોંમાંથી બહાર આવ્યું છે. મહાભારત મહાકાવ્ય રચનાર વ્યાસ મુનિની પ્રશંસા માટે આ વાક્ય કહેવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો છે કે તત્વજ્ઞાન અને માનવ સંબંધનો એકેય વિષય એવો નથી કે જેની મહાભારતમાં ચર્ચા છણાવટ ન થઈ હોય. આથી હવે જગતમાં કદી ન ઉપસ્થિત કરવામાં આવી હોય તેવી એક પણ વાત રહી નથી.]
शठे शाठ्यं समाचरेत्।
[બીજાને છેતરનારાને છેતરવો એ જ સાચો ઉપાય છે.]
शतेषु जायते शूरः सहस्त्रेषु च पंडितः। वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा॥
[દર સો માણસે એકાદ શૂરવીર મળી આવે. એક હજાર માણસે એકાદ જાણકાર પંડિત મળે. દશ હજાર માણસોમાંથી એકાદ સારો વક્તા પાકે. પણ દાતા તો ગમે તેટલું શોધો, જવલ્લે જ મળે.]
शान्तितुल्यं तपो नास्ति तोषान्न परमं सुखम्। नास्ति तृष्णापरो व्याधिर्न च धर्मो दयापर॥ [શાંતિ સમાન કોઈ તપ નથી. સંતોષ સમાન કોઈ સુખ નથી. તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને દયા સમાન કોઈ ધર્મ નથી.1.
63
Page #64
--------------------------------------------------------------------------
________________
शिर: शार्वं स्वर्गात्पततिशिरसस्तत् क्षितिधरं महीधादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम्। अधोऽधो गङ्गेयं पदमुपगता स्तोकमथवा विवेकभ्रष्टानां भवति विनिपात: शतमुखः॥
[સ્વર્ગમાંથી ઉતરેલી પવિત્ર ગંગા શંકર ભગવાનની જટા પર પડે છે. ત્યાંથી હિમાલયના પહાડો પર અને પછી પડતી પડતી સપાટ મેદાનોમાં જઈ છેવટે સમુદ્રમાં વિલીન થઈ જાય છે. આમ ગંગા નદી એક વખત નીચે પડ્યા પછી વધુ ને વધુ નીચે પડતી જાય છે. એવું જ માણસોનું છે. એક વખત સાનભાન ચૂકો પછી તમારું સેંકડો રીતે અધપતન થાય છે.]
शुचिर्दक्षोऽनुरक्तश्च भृत्यः खलु सुदुर्लभः।
[સ્વચ્છતા જાળવવામાં કુશળ હોય અને સાથે સાથે માલિકની પ્રેમથી સેવા કરે તેવા નોકર નસીબ હોય તો જ મળે.].
शुभस्य शीघ्रं। [સારું કામ ઝપાટાભેર કરવું જોઈએ. તેમાં કોઈની રાહ ન જોવાય.]
शुभास्ते पन्थानः संतु। [તારો પંથ શુભ બનો.]
शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे। साधवो न हि सर्वत्र चन्दनं न वने वने॥
[દરેક પર્વત પર માણેક ન હોય. દરેક હાથીના કપાળમાં મોતી ન હોય. બધે જ સારા માણસ ન હોય, દરેક જંગલમાં ચંદનના ઝાડ ન હોય. હિતોપદેશનો આ લોક કેટલો સરળ અને છતાં સાચો છે !]
Page #65
--------------------------------------------------------------------------
________________
સ
संग्रहैकपरः प्रायः समुद्रोपि रसातले। दातारं जलदं पश्य गर्जन्तं भुवनोपरी ॥
[દરિયાને માત્ર પાણી ભેગું કરતા આવડે છે બીજાને આપતા આવડતું નથી એટલે તેનું સ્થાન રસાતાળ ગયું છે. જુઓ પાણીનું દાન કરતાં વાદળા ભુવનમાં સર્વોપરી સ્થાને બેસીને કેવી ગર્જના કરે છે !]
सत्यं ब्रूयात् प्रियं ब्रूयत् न ब्रूयात् सत्यमप्रियं ।
प्रियं च नानृतं ब्रूयात् एष धर्मः सनातनः॥
[સત્ય બોલવું જોઈએ પ્રિય બોલવું જોઈએ અપ્રિય હોય તેવું સત્ય બોલવાનું ટાળવું જોઈએ અને અસત્ય પ્રિય લાગે તેવું હોય છતાં કદી ન બોલવું એ સનાતન નિયમ છે.]
सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः ।
आचार्याय प्रियम् धनमाहृत्य प्रजातंतुम् मा व्यवच्छेत्सीः ॥
[તૈત્તરીય ઉપનિષદમાં નવા વિદ્યાર્થીને ઉપદેશઃ સાચું બોલજે, ધર્મ પ્રમાણે આચરણ કરજે. પોતાના અભ્યાસમાં તલ્લીન રહેજે. ગુરુને દક્ષિણા આપજે અને આ પરંપરાનો લોપ ન થાય તેનું ધ્યાન રાખજે.]
सत्यमेव जयते नानृतम् ।
[વિજય સત્યનો થાય છે, જુઠનો નહિ. આપણા દેશનો આ મુદ્રાલેખ છે.]
सत्यस्य वचनं श्रेयः सत्यादपि हितंवदेत्।
यद्भूतहितमत्यन्तं एतत् सत्यं मतं मम ॥
[નારદ મુનિનું આ કથન છેઃ સત્ય વચન બોલવું સૌથી સારું છે, પણ સત્ય કરતાં ય વધુ સારું છે સૌના હિતમાં હોય એવું બોલવું. મારા મતે જે વાત અસંખ્ય લોકોનું ભલું કરતી હોય તે સત્ય જ છે.]
65
Page #66
--------------------------------------------------------------------------
________________
सदा वक्रः सदा क्रूरः सदापूजामपेक्षते। कन्याराशिस्थितो नित्यं जामाता दशमोग्रहः॥
[જમાઈ નામનો દશમો ગ્રહ કાયમ માટે કન્યા રાશિમાં રહે છે, સદા વાંકો ચાલે છે, કાયમ ક્રૂર સ્વભાવ ધરાવે છે અને હંમેશા પોતાની પૂજા થવી જોઈએ એવી ઇચ્છા ધરાવે છે !]
सन्तुष्टो भार्यया भर्ता भ; भार्या तथैव च। यस्मिन्न् एव कुले नित्यं कल्याणं तत्र वै ध्रुवम्॥
[મનુસ્મૃતિનું માર્ગદર્શનઃ જે ઘરમાં પતિ પોતાની પત્નીથી સંતુષ્ટ હોય અને પત્ની પોતાની પતિથી તે ઘરમાં હંમેશા સુખનું સામ્રાજ્ય રહે છે.]
सम्पूर्णकुम्भो न करोति शब्दं अर्थो घटो घोषमुपैति नूनं। विद्वान् कुलीनो न करोति गर्वं मूढास्तु जल्पन्ति गुणैर्विहीनाः॥
[પાણીથી પૂરો ભરેલો ઘડો અવાજ કરતો નથી. અર્થો ભરેલા ઘડામાંથી ઘણો અવાજ આવે છે. વિદ્વાન અને કુલીન માણસો ગર્વ કરતા નથી. ગુણ વિનાના માણસો બડબડ કરતા રહે છે.]
સર્પ: : ભ: નૂર: સત્ વ્રત૨: : || सर्पः शाम्यति मन्त्रैश्च दुर्जन: केन शाम्यति॥
[સર્પ શૂર છે, દુર્જન પણ ક્રૂર છે. પણ સાપ કરતાં દુર્જન વધુ ક્રૂર લેખાય કેમકે સાપને તો મંત્રોથી વશ કરી શકાય છે. દુર્જનને કોઈ રીતે અંકુશમાં લાવી શકાય નહિ.]
सर्पदुर्जनयोर्मध्ये वरं सर्पो न दुर्जनः। सर्पो दशति कालेन दुर्जनस्तु पदे पदे॥
[સાપ અને દુર્જન એ બન્નેની તુલના કરીએ તો દુર્જન કરતાં સાપ વધુ સારો ગણાય કેમકે સાપ તો કોઈક વખત કરડે છે પણ દુર્જન ડગલે ને પગલે ડંખ મારતો જ રહે છે.]
66
Page #67
--------------------------------------------------------------------------
________________
सर्वनाशे समुत्पन्ने मर्धं त्यजति पण्डितः। अर्धेन कुरुते कार्यं सर्वनाशो हि दु:सहः॥ [જ્યારે સર્વનાશ સામે આવે ત્યારે ડાહ્યો માણસ અડધું છોડી દે છે કેમકે અડધાથી જેમ તેમ કામ ચલાવી લેવાય પણ સર્વનાશ સહન કરવો બહુ ભારે પડે.]
स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा। सुतप्तमपि पानीयं पुनर्गच्छति शीतताम्॥
[સલાહ કે ઉપદેશથી કોઈનો સ્વભાવ બદલાવી શકાતો નથી. પાણીને ગરમ કરો તેટલી વખત ગરમ રહે પણ જેવું નીચેનું તાપણું દૂર થાય કે પાછું હતું તેવું ને તેવું થઈ જાય]
सामदाने भेददण्डावित्युपायचतुष्टयम्। हस्त्यश्व रथ पादाति सेनाङ्गस्यात् चतुष्टयम्॥
[રાજા પાસે શાસન ચલાવવા માટે સામ, દામ, ભેદ, દંડ એમ ચાર ઉપાય હોવા જોઈએ અને હાથી, ઘોડા, રથ, અને પાયદળ એમ ચાર પ્રકારની શક્તિ ધરાવતું સૈન્ય હોવું જોઈએ.]
सामथ्र्मूलं स्वातन्त्र्यं श्रममूलं च वैभवम्। न्यायमूलं सुराज्यं स्यात् संघमूलं महाबलम्॥ [સામર્થ્ય એ સ્વતંત્રતાના મૂળમાં છે. તમારી પાસે તમારી પોતાની તાકાત ન હોય તો તમે સ્વતંત્ર ન રહી શકો. શ્રમ એ સમૃદ્ધિનું મૂળ છે. મહેનત કર્યા વિના ન સમૃદ્ધિ મળે ન ટકે. સુરાજ્યના મૂળમાં ન્યાય છે. ન્યાય વિના સુરાજ્ય ટકી ન શકે. મહાશક્તિના મૂળમાં સંપ અને સંગઠન છે. જ્યાં સંઘ હોય એટલે કે સંપ-સંગઠન હોય ત્યાં જ પ્રચંડ શક્તિ ઉભવે.]
साहसे श्रीः प्रतिवसति। [જે સાહસ કરે તેને લક્ષ્મી મળે.]
साहित्यसङ्गीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः। तृणं न खादन्नपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम्॥
Page #68
--------------------------------------------------------------------------
________________
[ભર્તુહરિ કૃત નીતિશતકના આ લોકપ્રિય શ્લોક અનુસાર જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ છે. પશુઓનું એ સદભાગ્ય છે કે આવા લોકો ઘાસ ખાધા વિના જીવી શકે છે ].
साक्षराः विपरीताश्चेत् राक्षसाः एव केवलम्। सरसो विपरीतश्चेत् सरसत्वं न मुञ्चति॥
[‘સાક્ષરા' શબ્દને ઊલટો કરીએ તો તે ‘રાક્ષસા’ બની જાય છે. “સરસ' શબ્દને ઊલટાવીએ તો પણ તે ‘સરસ' જ રહે. તે કદી પોતાનું સરસપણું ન છોડે.]
सुखं हि दुःखान्यनुभूय शोभते घनान्धकारेष्विव दीपदर्शनम्। सुखात्तु यो याति नरो दरिद्रतां धृतः शरीरेण मृतः स जीवति॥
[ગાઢ અંધકારની અંદર જેમ દીપક શોભે છે તેમ સુખ પણ દુઃખની અનુભૂતિથી વધુ સુંદર લાગે છે. પણ જે લોકો સુખમાંથી ગરીબાઈના નર્કમાં આવી ચડે છે તે ભલે શરીરથી જીવતા રહે પણ મૃતપ્રાયઃ બની જાય છે.]
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ। ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि॥
[ગીતામાં ભગવાનનો ઉપદેશ. સુખ દુઃખને સમાન ગણીને, લાભ હાનિ તથા જય પરાજયમાં અવિચલિત રહીને કર્તવ્યના પાલન તરીકે યુદ્ધ કરવામાં જોડાઈ જાઓ. આવું કર્તવ્યપાલન તમને પાપી નહિ બનાવે.]
सुखमापतितं सेव्यं दु:खमापतितं तथा। चक्रवत् परिवर्तन्ते दुःखानि च सुखानि च॥
[જીવનમાં જ્યારે સુખ આવે ત્યારે તેને માણી લેવું, દુઃખ આવે ત્યારે તેને પણ વધાવી લેવું. સુખદુખનું ચક્ર સદા ચાલતું જ રહેવાનું છે.]
Page #69
--------------------------------------------------------------------------
________________
सुखस्यानन्तरं दुःखम् दुःखस्यानन्तरं सुखम्। न नित्यं लभते दुःखं न नित्यं लभते सुखम्॥
[સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે. કોઈને રોજેરોજ સુખ ન મળે કે કોઈને રોજેરોજ દુઃખ ન મળે.]
सुखार्थी वा त्यजेत विद्या विद्यार्थी वा त्यजेत सुखम। सुखार्थिनः कुतो विद्या विद्यार्थिनः कुतो सुखम॥
[વિદ્યાપ્રાપ્તિ છોડી સુખની પાછળ ભાગવું કે સુખને છોડી વિદ્યાપ્રાપ્તિ પાછળ પાગલ બનવું બન્ને એકાંગી માર્ગ છે. આ રીતે જેને સુખ જોઈતું હોય તેને કદી વિદ્યા ન મળે અને માત્ર વિદ્યા પાછળ દોડનાર કદી સુખી ન બની શકે.]
सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः। अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः॥
[વાલ્મિકી રામાયણ અરણ્યકાંડ શ્લોક ૩૭-૨. હે રાજન સતત મીઠું મીઠું બોલનારા માણસો સહેલાઈથી મળી આવે છે પણ કડવી છતાં હિતની વાત કરનારા અને સાંભળનારા આ જગતમાં બહુ ઓછા છે.].
सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम्। दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्॥
[મહાભારતમાં કર્ણ આ શ્લોક બોલે છે અને કહે છે કે ભલે હું સામાન્ય રથ હાંકનાર હોઉં કે રથ હાંકનારનો પુત્ર હોઉં કે ગમે તે હોઉં. આ બધી વાત ક્ષુલ્લક છે. ક્યા કુળમાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી. મારા હાથની વાત તો મારું સાહસ અને પરાક્રમ છે.]
स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः। इति विज्ञाय मतिमान् स्वस्थानं न परित्यजेत्॥
[દાંત, વાળ, નખ અને પુરુષ પોતાનું સ્થાન ગુમાવી દે પછી શોભતા નથી એ વાત ધ્યાનમાં રાખી ડાહ્યા માણસોએ પોતાના સ્થાન પર સ્થિર રહેવું જોઈએ.]
Page #70
--------------------------------------------------------------------------
________________
स्यात् कज्जलं सिन्धु पात्रं सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी। लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदापि तव गुणानां ईश पारं न याति॥
[દરિયો ભરીને શાહી લઈ વૃક્ષની ડાળીની કલમ બનાવી ખૂદ શારદા માતા સદાકાળ લખ્યા કરે તો પણ હે ભગવાન તારા ગુણોનો પાર ન આવે.]
श्रुति विभिन्ना स्मृतयोऽपि भिन्नाः नैको मुनि र्यस्य वचः प्रमाणम्। धर्मस्य तत्त्वं निहितं गुहायाम् महाजनो येन गतः स पन्थाः॥
[શ્રુતિ અલગ અલગ કહે છે, સ્મૃતિઓમાં પણ જુદી જુદી વાત છે. કોઈ એક એવા મુનિ નથી કે માત્ર તેના વચનને જ પ્રમાણ માનીને ચાલી શકાય. ધર્મનું તત્વ ગૂઢ છે - સહેલાઈથી સમજી શકાય તેવું નથી. આથી મોટા માણસો જે રસ્તે ચાલે તે રસ્તો સાચો છે એમ માનીને આપણે પણ તે રસ્તે ચાલવું.]
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन। विभाति कायः करुणापराणां परोपकारैर्न तु चन्दनेन॥
[કાન કુંડળ વડે નહિ પણ જ્ઞાનની વાત સાંભળવાથી શોભે છે. હાથ કંકણ વડે નહિ પણ દાન વડે શોભે છે. કાયા પણ ચંદનના લેપ વડે નહિ પણ કરુણામય પરોપકાર વડે કાંતિમાન બને છે.]
स्वधर्मे निधनम् श्रेयम् परधर्मो भयावहः।
[ભગવત ગીતાના આ ઉપદેશનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવે છે. એ બધી ચર્ચાનો સાર એ છે કે આપણને પોતાને જે ઠીક લાગે, સાચું લાગે તે કરવું અને તેમાં મરણ આવે તો પણ મનને સંતોષ થશે. પણ બીજાના દોરવાયા દોરાતા રહીને પોતાની અંદરથી આવતો અવાજ ન સાંભળવો તે વાત ભયંકર છે. ]
- 10
Page #71
--------------------------------------------------------------------------
________________
स्वाभिमानो धनंयेषां चिरजीवन्ति ते जनाः । स्वाभिमानविहीनानां किं धनेन किमायुषा ॥
[જેમની પાસે સ્વાભિમાનરૂપી સંપત્તિ છે તે માણસો શાશ્વત જીવે છે. જેમની પાસે સ્વાભિમાન નથી તેમની પાસે ધન કે આયુષ્ય હોય તો પણ શું કામનું ? ]
ય
षट्पदः पुष्पमध्यस्थो यथा सारं समुद्धरेत् ।
तथा सर्वेषु शास्त्रेषु सारं गृहिण्न्त पण्डिताः ॥
[જેમ ભમરો દરેક પુષ્પ પર જઈ તેનું ઉત્તમ તત્વ એકઠું કરે છે તેમ ડાહ્યા માણસે દરેક શાસ્ત્ર વાંચી તેનો સાર મગજમાં ઉતારવો જોઈએ.]
9-0
हंसः श्वेतो बकः श्वेतो को भेदो बकहंसयोः । नीरक्षीरविवेके तु हंसः हंसो बको बकः ॥
[હંસ સફેદ દેખાય છે. બગલો પણ સફેદ દેખાય છે. પરંતુ જ્યારે પાણી અને દૂધ અલગ કરવાની વાત આવે ત્યારે હંસ હંસ જેવો અને બગલો બગલા જેવો સાબિત થઈ જાય છે.]
हीयते हि मतिस्तात् हीनैः सह समागतात्।
समैस्च समतामेति विशिष्टैश्च विशिष्टितम्॥
[મહાભારતનો શ્લોક છેઃ હીન એટલે કે અધમ માણસો સાથે રહેવાથી આપણી બુદ્ધિ અધમ થઈ જાય છે. સમાન માણસો સાથે રહેવાથી સમાન રહે છે અને વિશિષ્ઠ એટલે કે ખૂબ પ્રતિભાવાન સાથે રહેવાથી આપણી પ્રતિભા પણ ખિલે છે.]
71
Page #72
--------------------------------------------------------------------------
________________
શ
क्षणशः कणश्चैव विद्याम् अर्थं च साधयेत् । क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम्॥
[પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરી વિદ્યા મેળવવી જોઈએ અને પ્રત્યેક કણ બચાવી ધન એકઠું કરવું જોઈએ. ક્ષણ વેડફે વિદ્યા ન મળે, કણ વેડફે ધન ન મળે.]
क्षणे तुष्टः क्षणे रुष्टस्तुष्टो रुष्टः क्षणे क्षणे।
अव्यवस्थितचित्तस्य प्रसादोऽपि भयङ्करः ॥
[ઘડીક ખુશ તો ઘડીક નાખુશ. એક ઘડી રાજી તો બીજી મિનિટે અગનગોળો. જેમના મગજનું કંઈ ઠેકાણું ન હોય તેમની મહેરબાની પણ ભારે પડી જાય.]
क्षणेक्षणे यद् नवतां उपैति स रूपः ।
[કાલિદાસે કરેલી સૌંદર્યની વ્યાખ્યાઃ ખરી સુંદરતા તેને કહેવાય જે હરઘડી નવું રૂપ ધારણ કરે.]
क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा ।
क्षमा वशीकृते लोके क्षमया किं न सिध्यति ॥
[ક્ષમા શક્તિશાળી માણસનું સાચું બળ છે. શક્તિશાળી માણસો ક્ષમા વડે શોભે છે. ક્ષમાથી લોકો વશ થઈ જાય છે. ક્ષમાથી શું ન થઈ શકે ?]
क्षमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति।
अतृणे पतितो वह्निः स्वयमेवोपशाम्यति॥
[જેમની પાસે ક્ષમા નામનું અમોઘ શસ્ત્ર હોય તેનું કોઈ કંઈ બગાડી શકે નહિ જે ધરતી તણખલા વિનાની એટલે કે ઉજ્જડ અને વેરાન હોય તેની ઉપર આગનો ગોળો પડે તો તે આપમેળે ઠંડો પડી
જાય.]
72
Page #73
--------------------------------------------------------------------------
________________ ज्ञानं तु द्विविधं प्रोक्तं शाब्दिकं प्रथमं स्मृतम्। अनुभवाख्यं द्वितीयं तुं ज्ञानं तदुर्लभं नृप॥ [જ્ઞાન બે પ્રકારના હોય છે. એક તો શબ્દો વડે મેળવેલું અને ગોખીને યાદ રાખેલું જ્ઞાન અને બીજું સ્વાનુભવ થવાથી સમજાયેલું જ્ઞાન હે રાજા, આ બીજા પ્રકારનું જ્ઞાન દુર્લભ છે.]