________________
सर्वनाशे समुत्पन्ने मर्धं त्यजति पण्डितः। अर्धेन कुरुते कार्यं सर्वनाशो हि दु:सहः॥ [જ્યારે સર્વનાશ સામે આવે ત્યારે ડાહ્યો માણસ અડધું છોડી દે છે કેમકે અડધાથી જેમ તેમ કામ ચલાવી લેવાય પણ સર્વનાશ સહન કરવો બહુ ભારે પડે.]
स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा। सुतप्तमपि पानीयं पुनर्गच्छति शीतताम्॥
[સલાહ કે ઉપદેશથી કોઈનો સ્વભાવ બદલાવી શકાતો નથી. પાણીને ગરમ કરો તેટલી વખત ગરમ રહે પણ જેવું નીચેનું તાપણું દૂર થાય કે પાછું હતું તેવું ને તેવું થઈ જાય]
सामदाने भेददण्डावित्युपायचतुष्टयम्। हस्त्यश्व रथ पादाति सेनाङ्गस्यात् चतुष्टयम्॥
[રાજા પાસે શાસન ચલાવવા માટે સામ, દામ, ભેદ, દંડ એમ ચાર ઉપાય હોવા જોઈએ અને હાથી, ઘોડા, રથ, અને પાયદળ એમ ચાર પ્રકારની શક્તિ ધરાવતું સૈન્ય હોવું જોઈએ.]
सामथ्र्मूलं स्वातन्त्र्यं श्रममूलं च वैभवम्। न्यायमूलं सुराज्यं स्यात् संघमूलं महाबलम्॥ [સામર્થ્ય એ સ્વતંત્રતાના મૂળમાં છે. તમારી પાસે તમારી પોતાની તાકાત ન હોય તો તમે સ્વતંત્ર ન રહી શકો. શ્રમ એ સમૃદ્ધિનું મૂળ છે. મહેનત કર્યા વિના ન સમૃદ્ધિ મળે ન ટકે. સુરાજ્યના મૂળમાં ન્યાય છે. ન્યાય વિના સુરાજ્ય ટકી ન શકે. મહાશક્તિના મૂળમાં સંપ અને સંગઠન છે. જ્યાં સંઘ હોય એટલે કે સંપ-સંગઠન હોય ત્યાં જ પ્રચંડ શક્તિ ઉભવે.]
साहसे श्रीः प्रतिवसति। [જે સાહસ કરે તેને લક્ષ્મી મળે.]
साहित्यसङ्गीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः। तृणं न खादन्नपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम्॥