________________
[ભર્તુહરિ કૃત નીતિશતકના આ લોકપ્રિય શ્લોક અનુસાર જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ છે. પશુઓનું એ સદભાગ્ય છે કે આવા લોકો ઘાસ ખાધા વિના જીવી શકે છે ].
साक्षराः विपरीताश्चेत् राक्षसाः एव केवलम्। सरसो विपरीतश्चेत् सरसत्वं न मुञ्चति॥
[‘સાક્ષરા' શબ્દને ઊલટો કરીએ તો તે ‘રાક્ષસા’ બની જાય છે. “સરસ' શબ્દને ઊલટાવીએ તો પણ તે ‘સરસ' જ રહે. તે કદી પોતાનું સરસપણું ન છોડે.]
सुखं हि दुःखान्यनुभूय शोभते घनान्धकारेष्विव दीपदर्शनम्। सुखात्तु यो याति नरो दरिद्रतां धृतः शरीरेण मृतः स जीवति॥
[ગાઢ અંધકારની અંદર જેમ દીપક શોભે છે તેમ સુખ પણ દુઃખની અનુભૂતિથી વધુ સુંદર લાગે છે. પણ જે લોકો સુખમાંથી ગરીબાઈના નર્કમાં આવી ચડે છે તે ભલે શરીરથી જીવતા રહે પણ મૃતપ્રાયઃ બની જાય છે.]
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ। ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि॥
[ગીતામાં ભગવાનનો ઉપદેશ. સુખ દુઃખને સમાન ગણીને, લાભ હાનિ તથા જય પરાજયમાં અવિચલિત રહીને કર્તવ્યના પાલન તરીકે યુદ્ધ કરવામાં જોડાઈ જાઓ. આવું કર્તવ્યપાલન તમને પાપી નહિ બનાવે.]
सुखमापतितं सेव्यं दु:खमापतितं तथा। चक्रवत् परिवर्तन्ते दुःखानि च सुखानि च॥
[જીવનમાં જ્યારે સુખ આવે ત્યારે તેને માણી લેવું, દુઃખ આવે ત્યારે તેને પણ વધાવી લેવું. સુખદુખનું ચક્ર સદા ચાલતું જ રહેવાનું છે.]