________________
[ચંદન ઉપાડી લઈ જતો ગધેડો માત્ર બોજ ઉપાડી લઈ જતો હોય છે, ચંદન નહિ કેમકે ચંદન શું છે તેની તેને ખબર જ હોતી નથી તેમ ગોખણપટ્ટી કરી સમજ્યા વિના શાસ્ત્ર ભણી ગયેલા લોકો ગધેડાની માફક માત્ર જ્ઞાનનો બોજ ઉપાડી ફર્યા કરે છે.]
यथा देशस्तथा भाषा यथा राजा तथा प्रजा ।
यथा भूमिस्तथा तोयं यथा बीजस्तथांकुरः॥
[જેવો દેશ તેવી ભાષા, જેવો રાજા તેવી પ્રજા. જેવી ભૂમિ તેવું પાણી અને જેવું બીજ તેવો અંકુર.]
यथा बीजं विना क्षेत्रम् उप्तं भवति निष्फलम् ।
तथा पुरुषकारेण विना दैवं न सिध्यति ॥
[જેમ ખેતરને સારી રીતે ખેડ્યા વિના બીજ વાવી દઈએ તો તે ઊગતું નથી તેમ મહેનત ન કરિયે તો આપણા નસીબમાં લખેલી ચીજ પણ ન મળે.]
यथा मधु समादत्ते रक्षन् पुष्पाणि षट्पदः ।
तद्वदर्थान् मनुष्येभ्यः आदद्यात् अविहिंसया॥
[જેમ ભ્રમર પુષ્પોની પૂરતી સંભાળ રાખીને હળવેથી તેની પાસેથી મધ ખેંચે છે તેમ પ્રજા પાસેથી તેને ત્રાસ આપ્યા વિના કરવેરા વડે ધન એકઠું કરવું જોઈએ.]
यथा शिखा मयूराणां नागानां मणयो यथा ।
तद् वेदांगशास्त्राणां गणितं मूर्ध्नि वर्तते॥
[જેમ મોરના માથે કલગી શોભે છે અને અને નાગના મસ્તક પર મણિ ઝગમગે છે તેમ વેદાંગશાસ્ત્રમાં ગણિત ટોચના સ્થાને બિરાજે છે.]
यथा हि एकेन चक्रेण न रथस्य गतिर्भवेत्।
एवं पुरुषकारेण विना दैवं न सिध्यति ॥
53