________________
[જ્યાં મૂર્ખાઓને માન-પાન મળતું નથી, અનાજ અને ખાદ્યપદાર્થ સારી રીતે સાચવીને રાખવામાં આવે છે અને પતિ-પત્ની કંકાસથી દૂર રહે છે ત્યાં સમૃદ્ધિ સામેથી ચાલીને આવે છે.]
मूर्खस्य पंच चिह्नानि गर्यो दुर्वचनं तथा। क्रोधश्च धवादश्च परवाक्येष्वनादरः॥
[મૂર્ખ માણસના પાંચ લક્ષણ છે. અભિમાન, અભદ્ર શબ્દોનો ઉપયોગ, ક્રોધ, હું જ સાચો છું એવો દ્રઢ આગ્રહ અને બીજા જે કંઈ કહે તેનો અનાદર કરવો.]
मूलोनास्ति कुतोः शाखा। [જે ઝાડને મૂળ જ ન હોય તેને ડાળી ક્યાંથી ફૂટે ?]
मृगा मृगैः संगमुपव्रजन्ति गावश्च गोभिस्तुरगास्तुरंगैः। मूर्खाश्च मूर्थैः सुधयः सुधीभिः समानशीलव्यसनेषु सख्यं॥
હિરણ હરણાંની પાછળ દોડે છે, ગાય ગાયની સાથે જાય છે, ઘોડાને ઘોડા ગમે છે. મૂર્ખને મૂર્ખ તથા બુદ્ધિમાનને બુદ્ધિમાન પસંદ પડે છે. જેમની આદત સરખી હોય તેમની વચ્ચે મૈત્રી સર્જાય છે.]
यत्र नार्यः तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। यत्र एता: तु न पूज्यन्ते सर्वास्तत्र अफला: क्रिया:॥
[મનુસ્મૃતિનું આ કથન છે જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું માન-સન્માન જળવાતું હોય ત્યાં દેવતા રાજીના રેડ થઈ રહે છે પણ જ્યાં આમ ન થાય ત્યાં કરવામાં આવેલા બધાં ધાર્મિક ક્રિયાકાંડ નિષ્ફળ જાય છે.]
यथा खरः चन्दनभारवाही भारस्य वेत्ता न तु चन्दनस्य। एवं हि शास्त्राणि बहून्यधीत्य अर्थेषु मूढाः खरवद्वहन्ति॥