________________
[કરના ઉપરના ભાગમાં લક્ષ્મી વસે છે, કરના વચ્ચેના ભાગમાં સરસ્વતી રહે છે તો કરના નીચેના ભાગમાં કૃષ્ણનો વાસ છે માટે સવારે ઊઠીને સૌથી પહેલા કરના દર્શન કરવા જોઈએ.
લક્ષ્મીની ગણતરી આંગળી વડે કરાય એટલે લક્ષ્મી કરાગ્રે રહે છે, કલમ બે આંગળી અને અંગુઠા વચ્ચે પકડવી પડે એટલે સરસ્વતીનો નિવાસ કરમધ્યે લેખાય અને કરની બધી હિલચાલનો આધાર કાંડા પર રહે છે એટલે જગતનો નાથ કરમૂલમાં રહે છે એવું અર્થઘટન પણ કરવામાં આવે છે. અપના હાથ જગન્નાથ અર્થાત્ ‘આપણો હાથ જ આપણો ભગવાન છે’ એ કહેવત જેવો જ ધ્વનિ આ શ્લોકમાંથી ઉપસે છે.]
कर्ता कारयिता चैव प्रेरकश्च अनुमोदकः ।
सुकृते दुष्कृते चापि चत्वारः समभागिनः ॥
[કોઈ કામ ભલે સારું હોય કે ખરાબ પણ તે કામ કરનાર, તે કામ કરાવનાર, તે કામની પ્રેરણા આપનાર અને તે કામનું સમર્થન કરનાર એ ચારે જણ તે કામના સરખા ભાગીદાર ગણાય.]
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
[ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ તારો અધિકાર ફક્ત કર્મ કરવા પૂરતો છે. ફળ પર કદાપિ નહિ. એટલે તારું મન તું કર્મના ફળ પર ક્યારે ય કેન્દ્રિત કરીશ નહિ. અને કદી કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખીશ નહિ.]
कस्यैकान्तं सुखम् उपनतं दुःखम् एकान्ततो वा। नीचैर् गच्छति उपरि च दशा चक्रनेमिक्रमेण ॥
[કાલિદાસના મેઘદૂત કાવ્યમાં આ તત્વજ્ઞાન પીરસાયું છેઃ કોને જીવનમાં સતત સુખ મળે કે સતત દુઃખ મળે છે ? ચક્રાકારે ફરતી વસ્તુમાં જેમ ઉપરનો ભાગ નીચેના ભાગનું સ્થાન લે અને નીચેનો ભાગ ઉપરના ભાગનું સ્થાન લે તેમ સુખ અને દુઃખ એક બીજાના સ્થાને સતત આવતા જ રહે છે.]
23