________________
अग्निः शेषं ऋणः शेषं शत्रुः शेषं तथैव च। पुनः पुनः प्रवर्धेत तस्मात् शेषं न कारयेत्॥
[અગ્નિ, દેવું અને શત્રુ એ ત્રણનો જરાક અંશ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે માટે તેના અંશને પણ બાકી રહેવા ન દેવાય.]
अग्निहोत्रं गृहं क्षेत्रं गर्भिणी वृद्धबालको। रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥
[પવિત્ર અગ્નિ, પોતાનું ઘર, ખેતર, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, બાળકો, રાજા, દેવતા અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું જોઈએ.]
अजरामरवत् प्राज्ञो विद्यामर्थं च साधयेत्। गृहीत इव केशेषु मृत्युना धर्मम् आचरेत्॥
[ડાહ્યા માણસોએ જ્યારે જ્ઞાન કે ધન મેળવવાની વાત આવે ત્યારે પોતે અજરઅમર રહેવાના છે એવું વિચારીને વણથંભી સાધના કરવી જોઈએ અને જ્યારે ધર્મનું આચરણ કરવાની વાત આવે ત્યારે મોત ખંભા પર બેસી વાળ ખેંચી રહ્યું છે એમ માનીને તરત ધર્મનું આચરણ કરવું જોઈએ.]
अज्ञश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यति। नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः॥
[ભગવદ્ ગીતામાં ભગવાનનો આ ઉપદેશ છેઃ જે અજ્ઞાની છે અશ્રદ્ધાળુ છે અને દરેક વાતમાં શંકા કરે છે તેમનો નાશ થાય છે. શંકાશીલ માણસો માટે આ લોકમાં કે પરલોકમાં કોઈ સુખ નથી.]
अतितृष्णा न कर्तव्या तृष्णां नैव परित्यजेत्। शनैः शनैश्च भोक्तव्यं वित्तम् स्वयमुपार्जितम्॥
[ન અતિ તૃષ્ણા કરવી કે ન તૃષ્ણાનો સમૂળગો ત્યાગ કરવો. જાતે કમાયેલી સંપત્તિનો ધીમે ધીમે ઉપભોગ કરવો.]