________________
न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते। तत्स्वयं योगसंसिद्धिः कालेनात्मनि विन्दति॥
[આ સંસારમાં જ્ઞાન જેટલી પવિત્ર ચીજ બીજી કોઈ નથી. કર્મયોગ વડે સંસિદ્ધિ મેળવ્યા પછી સમયના વીતવા સાથે તે આત્મામાં સ્વયં પ્રગટ થાય છે.]
नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जनाः। शुष्ककाष्ठश्च मूर्खश्च न नमन्ति कदाचन॥
[ફળ આવવાથી વૃક્ષો નીચા નમે છે. ગુણો પ્રાપ્ત થતાં માણસો બીજાને નમન કરતાં થાય છે. માત્ર સૂકા લાકડાં અને મૂર્ખ માણસો જ બીજાને નમન કરતાં નથી.]
नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके। जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन॥ इति महति विरोधे विद्यमाने समाने। नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता॥ [રાજાનું હિત કરનારાએ સામાન્ય પ્રજાનો રોષ વહેરી લેવો પડે છે. સામાન્ય પ્રજાનું હિત કરવા જનારને રાજા રજા આપી દે છે. આમ બન્ને પ્રકારના વિરોધનો સામનો કરીને રાજા તથા પ્રજા બન્નેનું હિત કરી શકે તેવા અમલદાર મળવા દુર્લભ છે.]
नरस्य आभरणं रूपं रूपस्य आभरणं गुण:। गुणस्य आभरणं ज्ञानं ज्ञानस्य आभरणं क्षमा॥
[માનવનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.]
नरो वा कुंजरो वा। [સત્યવક્તા યુધિષ્ઠિર દ્વારા બોલાયેલું પહેલું અને છેલ્લું અર્ધસત્ય. કોણ મરાયું એવા દ્રોણાચાર્યના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છેઃ અશ્વસ્થામા મરાયો. કદાચ માનવી કદાચ હાથી. આના પરથી કોઈ પણ અસ્પષ્ટ વાત નરો વા કુંજરો વા તરીકે ઓળખાય છે.]