________________
न भूतो न भविष्यति। [અશક્ય વસ્તુ જે કદી થઈ નથી અને થશે નહિ.]
न राज्यम् न च राजाः असीत् न दण्डयो न च दाण्डिकः | धर्मेणैव प्रजाः सर्वा रक्षन्ति स्मः परस्परम् ||
[કાર્લ માર્કસે સામ્યવાદના સિદ્ધાંતો ઘડતી વખતે સામ્યવાદમાં છેવટના તબક્કે રાજ્યની તમામ સત્તા વિલીન થઈ જશે એવી જે કલ્પના ઘડી તેના પ્રેરણાદાતા હતા રશિયાના પ્રિન્સ ક્રોપોટકીનના રાજ્યવિહીન સમાજરચનાના મૂળભૂત વિચારો. પણ પ્રિન્સ ક્રોપોટકીન કહે તે પહેલા સંસ્કૃત સાહિત્યમાં અનેક સદીઓ અગાઉ એ જ વાત વર્ણવાઈ ચૂકી છે. મહાભારતના શાંતિ પર્વના આ શ્લોકમાં બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ આપતાં કહે છે કે ન કોઈ રાજ્ય હોવું જોઈએ કે ન કોઈ રાજા, ન કોઈ દંડ કે સજા કરનાર હોવું જોઈએ કે ન કોઈ દંડ કે સજા ભોગવનાર, ધર્મ (એટલે કે પોતાના કર્તવ્યના પાલન) વડે સર્વ પ્રજાએ એક બીજાનું રક્ષણ કરવું ઘટે છે.]
न हि कल्याणकृत्कश्चिदुर्गतिं तात गच्छति।
[ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ કલ્યાણકારી કામ કરનારની કોઈ દિવસ અવદશા થતી નથી.]
न हि कश्चिद् आचारः सर्वहितः संप्रवर्तते।
[આ જગતમાં એવો કોઈ સમાજ નિયમ હજુ સુધી ઘડાયો નથી કે જેનાથી બધાને એક સરખો ફાયદો થાય. એટલે જ લોકશાહીમાં પણ maximum good of maximum people ની જ વાત થાય છે.]
न हि कस्य प्रियः को वा विप्रियो वा जगत् त्रये। काले कार्यवाशात् सर्वे भवन्त्य् एवाप्रियाः प्रियाः॥
[ત્રણે જગતમાં કોઈ કોઈનું વહાલું નથી કે નથી કોઈ કોઈનું દવલું. સમય અને સંયોગો અનુસાર સર્વે એક બીજાને ગમતા કે અણગમતા થાય છે.]