________________
દાદીની પ્રસાદી
જેમ આજે આપણી માતૃભાષા ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે જોતાં સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો જ્ઞાનનો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે. આ પ્રસાદીને સુપાચ્ય બનાવવા પ્રત્યેક કંડિકાની સાથે સાથે તેના ગુજરાતીમાં ભાવાર્થનું અનુપાન પણ રજૂ કરાયું છે.
પ્રાર્થનાઓ
असतो मा सदगमय। तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतम् गमय॥
(બૃહદારણ્યક ઉપનિષદ) [અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા]
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
[ઈશાવાસ્ય ઉપનિષદનો આ શાંતિપાઠનો લોક છે. તેનો શબ્દાર્થ છે. તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે. આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.]