________________
[આહાર, નિદ્રા, ભય અને મૈથુનની બાબતમાં પશુ અને માણસમાં કોઈ ફરક નથી. માણસમાં ધર્મ એક એવી ચીજ છે જે પશુમાં હોતી નથી. આથી ધર્મ વિનાનો માણસ પશુ જેવો જ લેખાય.].
ઇ-ઈ
इतो भ्रष्टस्ततो नष्टः। [અહી જઈશ તો ભ્રષ્ટ થઈશ. ત્યાં જઈશ તો નષ્ટ થઈશ.]
इदमद्य करिष्यामि श्वः कर्तास्मि इति वादिनम्। कालो हरति संप्राप्तो नदीवेग इव दुमम् ||
[જેમ નદીમાં આવેલું પૂર પોતાના વેગમાં વૃક્ષને તાણી જાય છે તેમ આ કામ આજે કરીશ આ કામ કાલે કરીશ એવી વાતો કરનારાને સમયનું પૂર પોતાની સાથે ખેંચી જાય છે.]
ईशावास्यमिदं सर्वं यत् किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद् धनम्॥
[ ઈશાવાસ્ય ઉપનિષદનો તત્વજ્ઞાનીઓને ખૂબ જ પ્રિય એવો શ્લોક. જડ અને ચેતનતત્વના બનેલા આ જગતના અણુએ અણુમાં ઈશ્વર છે અને તે જ તેનો સ્વામી છે. આ જગતને માણ પણ ત્યાગના ભાવ સાથે માણ. એવું માનતો નહિ કે તારા એકલાની કોઈ ચીજ છે. જે કંઈ છે તેના પર અન્યનો પણ એટલો જ અધિકાર છે. અન્યના અધિકારને કદી છીનવી લેતો નહિ.]
ઉ-ઊ
उत्तमो नातिवक्ता स्यात् अधमो बहु भाषते। न काञ्चने ध्वनिस्तादृक् यादृक् कांस्ये प्रजायते॥
[નકામો માણસ બહુ બોલ બોલ કરે એટલે ઉત્તમ વક્તા બની જતો નથી. સોનાનો જેટલો અવાજ આવે તેના કરતાં કાસાનો અવાજ અનેકગણો આવે છે.]
18