________________
कुसुमं वर्णसंपन्नंगन्धहीनं न शोभते। न शोभते क्रियाहीनं मधुरं वचनं तथा॥
[પુષ્પ રંગમાં ભલે ગમે તેટલું સારું હોય પણ સુગંધ વિનાનું હોય તો તે શોભે નહિ તે જ રીતે જેને અમલમાં ન મૂકવાના હોય તેવા મીઠા વચનો શોભતા નથી.]
कृतस्य करणं नास्ति मृतस्य मरणं तथा। गतस्य शोचना नास्ति ह्येतद् वेदविदां मतम्॥
[જે કામ થઈ ગયું તે થઈ ગયું. તે કામ નથી થયું એવું થઈ શકતું નથી. જેમકે કોઈનું મરણ થઈ જાય તે થઈ જાય. તેને પાછું પલટાવી શકાય નહિ. એટલે જ વેદના જાણકારોનો મત છે કે વીતી ગયેલી વાતનો શોક કરવો ન જોઈએ.]
कृपणेन समो दाता न भूतो न भविष्यति। अस्पृशन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति॥
[કૃપણ જેટલો મોટો દાનવીર આ જગતમાં થયો નથી અને થશે નહિ કેમકે કૃપણ પોતાનું બધું ધન આખી જિંદગી સુધી હાથથી સ્પર્શ પણ કર્યા વિના સાચવી રાખીને બીજાને આપી દે છે.]
केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजाः। वाण्येका समलंकरोति पुरुष या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥
[માણસ શોભે શેનાથી? હાથમાં પહેરેલા સુંદર બાજુબંધથી? ગળામાં પહેરેલા ચંદ્રસમા ઊજળા હારથી? સ્નાનથી મળતી સ્વચ્છતાથી? દેહ પર લગાડેલા વિલેપનથી? પુષ્પોથી? વાળની સરસ ગૂંથણીથી? હા, શોભાની આ બધી ચીજો જરૂર સારી લાગે છે પણ તેનાથી અનેકગણી ચડિયાતી શોભા તેના મુખમાંથી નીકળતી સંસ્કારી વાણીની છે. સંસ્કારપૂર્ણ વાણીની શોભા પાસે અન્ય બધી શોભા ઝાખી પડી જાય છે.]