Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 70
________________ स्यात् कज्जलं सिन्धु पात्रं सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी। लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदापि तव गुणानां ईश पारं न याति॥ [દરિયો ભરીને શાહી લઈ વૃક્ષની ડાળીની કલમ બનાવી ખૂદ શારદા માતા સદાકાળ લખ્યા કરે તો પણ હે ભગવાન તારા ગુણોનો પાર ન આવે.] श्रुति विभिन्ना स्मृतयोऽपि भिन्नाः नैको मुनि र्यस्य वचः प्रमाणम्। धर्मस्य तत्त्वं निहितं गुहायाम् महाजनो येन गतः स पन्थाः॥ [શ્રુતિ અલગ અલગ કહે છે, સ્મૃતિઓમાં પણ જુદી જુદી વાત છે. કોઈ એક એવા મુનિ નથી કે માત્ર તેના વચનને જ પ્રમાણ માનીને ચાલી શકાય. ધર્મનું તત્વ ગૂઢ છે - સહેલાઈથી સમજી શકાય તેવું નથી. આથી મોટા માણસો જે રસ્તે ચાલે તે રસ્તો સાચો છે એમ માનીને આપણે પણ તે રસ્તે ચાલવું.] श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन। विभाति कायः करुणापराणां परोपकारैर्न तु चन्दनेन॥ [કાન કુંડળ વડે નહિ પણ જ્ઞાનની વાત સાંભળવાથી શોભે છે. હાથ કંકણ વડે નહિ પણ દાન વડે શોભે છે. કાયા પણ ચંદનના લેપ વડે નહિ પણ કરુણામય પરોપકાર વડે કાંતિમાન બને છે.] स्वधर्मे निधनम् श्रेयम् परधर्मो भयावहः। [ભગવત ગીતાના આ ઉપદેશનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવે છે. એ બધી ચર્ચાનો સાર એ છે કે આપણને પોતાને જે ઠીક લાગે, સાચું લાગે તે કરવું અને તેમાં મરણ આવે તો પણ મનને સંતોષ થશે. પણ બીજાના દોરવાયા દોરાતા રહીને પોતાની અંદરથી આવતો અવાજ ન સાંભળવો તે વાત ભયંકર છે. ] - 10

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73