Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 59
________________ [લાલચમાં લપટાઈ ગયેલા માણસને પૈસા દેખાય છે પણ સંકટ દેખાતું નથી બિલાડીને દૂધ દેખાય છે પણ હાથમાં રહેલી લાકડી દેખાતી નથી.] ૧ वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥ [વજ્રથી વધુ કઠોર અને પુષ્પથી પણ વધુ કોમળ એવા મહાપુરુષોના મનમાં શું હોય તે કોણ સમજી શકે ?] वनानि दहतो व सखा भवति मारुतः। स एव दीपनाशाय कृशे कस्यस्ति सुहृदम्॥ [પવન વનમાં જોરદાર સળગતા અગ્નિનો મિત્ર બને છે. તેને ટેકો આપે છે, મદદ કરે છે. તે જ પવન નાના સળગતા દીવડાને બૂઝાવી નાખે છે. નબળાનું મિત્ર કોણ બને ?] वनेऽपि सिंहा मृगमांसभक्षिणो बुभुक्षिता नैव तृणं चरन्ति । एवं कुलीना व्यसनाभिभूता न नीचकर्माणि समाचरन्ति ॥ [સિંહને ગમે તેટલી ભૂખ લાગે પણ તે ઘાસ ખાતો નથી. વનમાં રહીને માત્ર હરણનો આહાર કરે છે. સુસંસ્કારી માણસો પોતાને શોભે નહિ તેવું કામ સંકટકાળમાં પણ ન કરે.] वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः सम इह परितोषो निर्विशेषो विषेशः । स तु भवतु दरिद्रो यस्य तृष्णा विशाला मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः ॥ [સંન્યાસી રાજાને કહે છેઃ અમે વલ્કલ પહેરીને સંતુષ્ટ છીએ. તું કિંમતી વસ્ત્રો ધારણ કરીને અમારો સંતોષ તારા જેટલો જ છે. મનની ઇચ્છાઓની વણઝાર જ માણસને ગરીબ બનાવે છે. જેનું મન સંતોષી હોય તેને માટે ગરીબાઈ કે શ્રીમંતાઈ એવા શબ્દોનો કોઈ અર્થ નથી.] 59

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73