Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 60
________________ वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये। जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ॥ [‘રઘુવંશ’નો પ્રથમ શ્લોક. આખું થોથું લખી શકાય તેટલી વાત મહાકવિ કાલિદાસે બે પંક્તિમાં કહી છે. વાણી અને તેના અર્થની જેમ એક બીજાથી અલગ છતાં વાણી અને તેના અર્થની માફક એક બીજામાં ઓતપ્રોત થઈ ગયેલા, હે જગતના માત-પિતા પાર્વતી-પરમેશ્વર, તમને વંદન હો. વાણી અને તેના અર્થનું ભિન્નપણું અને અભિન્નપણું સમજાવતો આવો શ્લોક કાલિદાસ જ લખી શકે.] वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि। तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥ [શ્રીમદ્ ભગવત ગીતાનો સૌથી વધુ સચોટ દાખલો આપતો શ્લોક. જેમ માણસો જૂના થઈ ગયેલા કપડા છોડી દઈ નવા કપડાં પહેરે છે તેમ આત્મા પણ જૂનું શરીર છોડી નવો દેહ ધારણ કરે છે.] विकृतिं नैव गच्छन्ति संगदोषेण साधवः। आवेष्टितं महासर्पैश्चंदनं न विषायते ॥ [જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.] विजेतव्या लङ्का चरणतरणीया जलनिधिः विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाप्येको रामः सकलमवधीद्राक्षसकुमम् क्रियासिद्धिः सत्वे भवति महतां नोपकरणे ॥ [લંકા પર વિજય મેળવવાનો હતો, પગેથી ચાલીને દરિયો પાર કરવાનો હતો, પુલસ્ત્ય ઋષિના પુત્ર રાવણ સાથે લડવાનું હતું, મદદમાં માત્ર વાનરસેના હતી. આમ છતાં એકલા રામ સમગ્ર રાક્ષસકુળનો નાશ કરી શક્યા. કામની સફળતા બહારના સાધનો પર નહિ પણ આપણી અંદરની તાકાત પર આધાર રાખે છે.] 60

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73