Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 55
________________ [જે દેશમાં આપણું માન ન જળવાતું હોય, આપણા માટે કોઈને લાગણી ન હોય, કોઈ સગા-સંબંધી હોય અને ન તો કંઈ શીખવા-જાણવા મળતું હોય તે દેશને વહેલી તકે છોડી દેવો જોઈએ.] यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति॥ [જે માણસ પાસે પોતાની બુદ્ધિ જ ન હોય તેને શાસ્ત્રનું જ્ઞાન શું કામ આવે? જે માણસ પાસે જોવા માટે આંખ ન હોય તેને આરીસો શું કામનો?] यस्यास्ति वित्तं स वरः कुलीनः स पण्डितः स श्रुतवान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते॥ [જે મુરતિયા પાસે ધન હોય તે આપમેળે સારા કુળનો, જ્ઞાની, સુશિક્ષિત અને ગુણોનો જાણકાર બની જાય છે. તે જ સારો વક્તા અને દર્શનલાયક ગણાય છે. બધા ગુણ સુવર્ણમાં આવી સમાઈ જાય છે.] यः पठति लिखति पश्यति परिपृच्छति पण्डितान् उपाश्रयति। तस्य दिवाकरकिरणैः नलिनीदलमिव विस्तारिता बुद्धिः ॥ [જે માણસ વાંચે છે, લખે છે, બારીકાઈથી નિરીક્ષણ કરે છે, જાણકારી મેળવવા પૂછ પૂછ કરે છે અને પંડિતો એટલે નિષ્ણાતો પાસેથી શીખે છે તેમની સમજણ શક્તિ સૂરજનું કિરણ પડતાં જેમ કમળ ખીલી ઊઠે તેમ વિસ્તૃત બને છે.] यावच्चंद्रदिवाकरौ । [જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહે ત્યાં સુધી.] यावत् जीवेत् सुखेन जीवेत् ऋणं कृत्वा धृतं पिबेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ [નાસ્તિકતાવાદી ચાર્વાક ઋષિનું વિખ્યાત સૂત્રઃ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરીને પણ ઘી પીઓ એટલે કે થાય તેટલી મજા માણી લો. આ દેહને જ્યારે બાળી નાખવામાં આવે ત્યારે એ પાછો ક્યાંથી આવવાનો છે ? ] 55

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73