Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 56
________________ ये च मूढतमा: लोके ये च बुद्धेः परं गताः। ते एव सुखम् एधन्ते मध्यमः क्लिश्यते जनः॥ [મહાભારતનું કથન છે. આ જગતમાં બે જ પ્રકારનો લોકો સુખી છે. એક તો જે ખરેખર બુદ્ધિમાન છે, જેમની પાસે સાચું જ્ઞાન છે, સાચી સમજ છે. બીજા એવા લોકો કે જેઓ તદ્દન અબુધ છે, જેમની પાસે તલભાર અક્કલ કે સમજ નથી. દુનિયાના બધા દુઃખનો ભાર આ બે વર્ગની વચ્ચે રહેલા લોકોએ ઉપાડવો રહે છે.]. येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः। ते मर्त्यलोके भुविभारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति॥ [ જે માણસ પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, સદાચાર નથી, ગુણ નથી, ધર્મ નથી એનું આ જગતમાં કામ શું છે? આવા માણસો ધરતી માટે ભારરૂપ છે. ખરી રીતે જોતાં આ લોકો માણસનું રૂપ ધારણ કરી હરતા ફરતા ઢોર જેવાં જ છે.] यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते। ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च॥ [ભગવદ્ ગીતાનો ઉપદેશ જે લોકો શાશ્વત સુખને છોડી ક્ષણિક સુખની પાછળ દોડે છે તેમના શાશ્વત સુખ નષ્ટ થાય છે અને ક્ષણિક સુખ તો નષ્ટ થવાના જ છે.] योगः कर्मसु कौशलम्। [ભગવદ્ ગીતાનું કથનઃ જે કાર્ય કરતા હોઈએ તે કુશળતાપૂર્વક કરવું તે યોગ છે.] यौवनं धनसंपत्तिः प्रभुत्त्वमविवेकिता। एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम्॥ [જોબન ધન ઠાકરી ને વળી ઉમેરણમાં અવિવેકી જાત એકેકું જ અનર્થ કરે ત્યાં ચારની પહોંચે ક્યાં જઈ વાત] 56

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73