________________
[સુંદર કૃતિઓ રચનારા, ઉરના ઊંડા ભાવને શબ્દમાં ઉતારી રસ સિદ્ધ કરનારા, કવિઓ પણ જેને ઉત્તમ ગણે એવા મહાકવિઓનો જય હો. તેમની કીર્તિરૂપી કાયાને વૃદ્ધાવસ્થા કે મરણનો કોઈ ભય નથી].
जले तैलं खले गुह्यां पात्रे दानं मनागपि। प्राजे शास्त्रं स्वयं याति विस्तार वस्तुशक्तित:॥
[ઘણી બાબતો તેના મૂળભૂત ગુણધર્મને કારણે આપમેળે વિસ્તાર પામે છે. જેમકે પાણીની ઉપર નાખેલું તેલ, દુષ્ટ માણસને કહેવામાં આવેલી ખાનગી વાત, સુપાત્રને આપેલું નાનું સરખું દાન, ડાહ્યા માણસને મળેલું જ્ઞાન આ બધું આપમેળે ફ્લાયા કરે છે.]
जातस्य हि ध्रुवो मृत्यु(वं जन्म मृतस्य च। तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥
[ભગવદ્ ગીતાનો ઉપદેશ જે માણસ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેમનું મરણ થાય તેનો ફરી જન્મ થાય છે. આ વાતને કોઈ માણસ કોઈ કાળે ટાળી શકે નહિ. આવી અનિવાર્ય બાબતનો હરખશોક રાખવો ન જોઈએ.]
जानामि धर्मं न च मे प्रावृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः॥
[મહાભારતમાં દુર્યોધન દ્વારા બોલાયેલું પ્રસિદ્ધ વાક્ય ધર્મ શું છે, અધર્મ શું છે તેની મને ખબર નથી એવું નથી. મને બધી ખબર છે. પણ જાણવા છતાં હું ધર્મના માર્ગે કદમ મૂકી શકતો નથી અને અધર્મના માર્ગેથી પાછો હઠી શકતો નથી.]
जीवो जीवस्य जीवनम्।
[આ જગતમાં દરેક જીવનું જીવન બીજા જીવને આધારે જ ચાલે છે.]
ज्येष्ठत्वं जन्मना नैव गुणैज्येष्ठत्वमुच्यते। गुणात् गुरुत्वमायाति दुग्धं दधि घृतं क्रमात्॥
32