Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 43
________________ नाक्षरं मंत्ररहीतं नमूलंनौषधिम् । अयोग्य पुरूषं नास्ति योजकस्तत्रदुर्लभः॥ [એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, વનસ્પતિનું એવું કોઈ મૂળીયું નથી કે જેમાં ઔષધશક્તિ ન હોય, એવો કોઈ માણસ નથી કે જે કોઈ કામનો ન હોય. પણ આ બધાનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસ મળવા દુર્લભ છે.] नास्ति भार्यासमं किञ्चिन्नरस्यार्तस्य भेषजम् ॥ [દુઃખી-પીડિત પતિ માટે પત્નીથી વધુ સારું ઔષધ બીજું કોઈ નથી!] नास्ति विद्या समं चक्षू नास्ति सत्य समं तपः । नास्ति राग समं दुःखम् नास्ति त्याग समं सुखम्॥ [જ્ઞાન જેવા ચક્ષુ નથી, સત્ય સમાન કોઈ તપ નથી. મોહમાયા જેવું કોઈ દુઃખ નથી. ત્યાગ સમાન કોઈ સુખ નથી.] नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यः तस्यैष आत्मा विवृणुते तनूँ स्वाम् ॥ [કઠોપનિષદનો પાંચમો શ્લોક આત્મસિદ્ધિ એટલે કે આત્મજ્ઞાન કેવી રીતે મળે? પ્રવચનો સાંભળવાથી? બુદ્ધિના પેચ લડાવવાથી ? અનેક વિદ્વાનો, સાધુ. સંતો પાસેથી બોધ મેળવવાથી? ના. કોઈ કોઈને આત્મજ્ઞાન આપી શકતું નથી આત્મા જ અરજી કરનારો છે અને આત્મા જ અરજી સ્વીકારનારો છે. જેનો આત્મા પોતાની અરજ સ્વીકારે ત્યાં આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.] निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः स्थिरा भवतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ [નિષ્ણાત માણસો નિંદા કરે કે વખાણ કરે, ધન-સંપત્તિ ટકે કે ચાલી જાય, મરણ હમણાં આવે કે પછી પણ ધૈર્યવાન માણસો ન્યાયના પંથથી વિચલિત થતા નથી.] 43

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73