Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 51
________________ मा दद्यात् खलसङ्घेषु कल्पनामधुरागिरः। यथा वानरहस्तेषु कोमलाः कुसुमस्रजः॥ [દુષ્ટ માણસને સૌજન્યપૂર્ણ વાણી વડે સમજાવવાનો કોઈ અર્થ નથી. વાંદરાના હાથમાં સુકોમળ પુષ્પનો ગુચ્છ મૂકીએ તો તેથી તેના વર્તનમાં કોઈ ફરક પડે ?] मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः । यत्क्रौञ्चमिथुनादेकम् अवधीः काममोहितम्॥ [વાલ્મિકી રામાયણનો પ્રથમ શ્લોક. કામમોહિત થયેલા ક્રોંચ પક્ષીની જોડીને ખંડિત કરનારા ઓ શિકારી શાશ્વત સમય સુધી તને અપયશ મળશે. એવું મનાય છે કે ક્રોંચવધ થતો જોઈ તે સમયે તપ કરી રહેલા વાલ્મિકી ઋષિમાં કવિત્વ જાગ્યું અને તેમાંથી રામાયણ મહાકાવ્ય રચાયું.] माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः । सभामध्ये न शोभते हंसमध्ये बको यथा ॥ [જે માબાપ પોતાના સંતાનને ભણાવે નહિ તે તેના દુશ્મન છે. જેમ હંસની વચ્ચે બગલું ન શોભે તેમ આવું અભણ સંતાન સમાજમાં શોભતું નથી.] मुखं प्रसन्नं विमला च दृष्टिः कथानुरागो मधुरा च वाणी । स्नेहोऽधिकः सम्भ्रम दर्शनं च सदानुरक्तस्य जनस्य चिह्नम्॥ [મુખ પર પ્રસન્નતા લહેરાતી હોય, દ્રષ્ટિમાં વિમળતા હોય, પ્રિયપાત્ર વિશેની વાત સાંભળવી ગમતી હોય, મોઢેથી મધુર શબ્દ નીકળતા હોય, સૌ પર વહાલ વરસાવાઈ જતું હોય, બેધ્યાન થઈ જવાતું હોય, એ બધા પ્રેમમાં અનુરાગી બની ગયાના લક્ષણ છે.] मुर्खा यत्र न पूज्यते धान्यं यत्र सुसंचितम्। दंपत्य कलहः नास्ति तत्र श्रीः स्वयमागतः ॥ 51

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73