Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 45
________________ परोपदेशवेलायां शिष्टाः सर्वे भवन्ति वै। विस्मरन्तीह शिष्टत्वं स्वकार्ये समुपस्थिते ॥ [અન્યને ઉપદેશ આપતી વખતે નિયમપાલનની વાતો બધા કરે છે પણ એ નિયમપાલનની વાત જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યાં હવામાં ઊડી જાય છે.] परोपदेशे पांडित्यं सर्वेषां सुकरं नृणाम्। धर्मे स्वीयमनुष्ठानं कस्यचित् सुमहात्मनः॥ [બીજાને ઉપદેશ દેવા માટે પોતાના ડહાપણનો ભંડાર ખોલવો એ બહુ સહેલી વાત છે. પરંતુ તે ઉપદેશ પર જાતે આચરણ કરી બતાવવું એ તો કોઈ મહાત્મા જ કરી શકે.] परोऽपि हितवान् बन्धुः बन्धुरपि अहितः परः । अहितो देहजो व्याधिः हितम् आरण्यमौषधम् ॥ [હિતોપદેશનો શ્લોક છે. પારકો માણસ આપણું હિત કરે તો તેને સગા ભાઈ જેવો ગણવો. સગો ભાઈ આપણું અહિત કરે તો પારકા જેવો ગણવો. આપણા દેહમાં રહેતો રોગ આપણો હોવા છતાં અહિત કરે છે. દૂર જંગલમાં રહેતું ઔષધ આપણું હિત કરે છે.] पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वपीतेषु या नादत्ते प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम् । आद्ये वः कुसुमप्रसूतिसमये यस्या भवत्युत्सवः सेयं याति शकुंतला पतिगृहं सर्वैरनुज्ञायताम्॥ (અભિજ્ઞાન શાકુંતલમ્ - અંક ચોથો) [ન ચાખ્યું કદી જળનું ટીપું પૂર્ણ તૃપ્ત કર્યા વિના તમને ગમતું છતાં ન ચૂંટતી કદી પર્ણ કોમળ તમારું શાખેથી ડાળે નવું એક ફૂલ બેસે તો ઉત્સવ સમ હર્ષ જેના હૈયૈ એ શકુંતલાને આપો અનુજ્ઞા હે વૃક્ષો સૌ પતિગૃહે જવાની] 45

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73