________________
निर्धनस्य कुतः सुखम्। [નિર્ધન માણસને સુખ ક્યાંથી હોય.]
निर्विषेणापि सर्पण कर्तव्या महति फणा। विषमस्तु न चाप्यस्तु फटाटोपो भयंकरः॥
[પંચતંત્રનો આ બોધ છેઃ બિનઝેરી સાપે પણ સ્વરક્ષણ માટે મોટી ફેણ ફેલાવી રાખવી જોઈએ. સાપ ઝેરી હોય કે બિનઝેરી પણ ફેણનો ડર લોકોને લાગતો જ હોય છે.]
नेति नेति।
[આપણી ઉપનિષદોનો મત એવો છે કે ઈશ્વર શું છે, કેવો છે એ જાણવું લગભગ અશક્ય છે કેમકે માનવબુદ્ધિ, સમજણશક્તિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. તેના બદલે ઈશ્વર શું નથી એ પ્રમાણમાં સરળતાથી કહી શકાય એટલે ‘આ નહિ, આ નહિ એવા નકારાત્મક વચનો વડે તેના સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ.]
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः। न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥
[શ્રીમદ્ ભગવદ્ ગીતોનો ખૂબ લોકપ્રિય શ્લોકઃ આત્માને શસ્ત્ર કાપી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી. જળ ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.]
પ-૬
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः। परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदम् शरीरम्॥
[પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે. પરોપકાર માટે નદી પાણી વહાવે છે. પરોપકાર માટે ગાય દૂધ આપે છે. આપણું શરીર પરોપકાર માટે જ બનેલું છે.]