________________
[ભગવદ્ ગીતામાં ભગવાને આપેલો બોધઃ આ આત્મા કોઈ પણ કાળમાં ન જન્મ લે છે ન મરણ પામે છે. ન તો તેનો ઉદ્ભવ કે ફરી ઉદ્ભવ થાય છે. તે નિત્ય છે શાશ્વત છે પુરાતન છે. દેહ હણાઈ જાય છે. આત્મા હણાતો નથી. ]
न तु अहं कामये राज्यं न स्वर्ग न पुनर्भवम्। कामये दु:खतप्तानां प्राणिनाम् आतिनाशनम्॥ [ભાગવત પુરાણમાં રાજા રન્તિદેવ આ શ્લોક કહે છે અને મહાભારતના દ્રોણપર્વમાં પણ તેનો ઉલ્લેખ છે. નથી ઇચ્છા મને રાજ્યની, નથી સ્વર્ગની કે નથી નવો જન્મ ધારણ કરવાની. મારી ઇચ્છા આ જગતના પ્રત્યેક દુઃખી-પીડિત પ્રાણીના દુખદર્દ દૂર કરવાની છે.]
न देवा दण्डमादाय रक्षन्ति पशुपालवत्। यं तु रक्षितुमिच्छन्ति बुद्ध्या संविभजन्ति तम्॥ [ભરવાડને ઢોરનું રક્ષણ કરવું હોય તો તે હાથમાં લાકડી લઈ ઢોરને બચાવતા હોય છે. ભગવાન તમને ઢોરની કક્ષામાં મૂકતો નથી. એટલે જ્યારે તેને તમારું રક્ષણ કરવું હોય ત્યારે તે હાથમાં લાકડી લઈ બચાવવા આવતો નથી. એ તમને સદબુદ્ધિ આપે છે.]
न धैर्येण विना लक्ष्मीन शौर्येण विना जयः। न ज्ञानेन विना मोक्षो न दानेन विना यशः॥
[ધીરજ ધર્યા વિના લક્ષ્મી ન મળે. શૂરવીરતા દાખવ્યા વિના જીત ન મળે. જ્ઞાન વિના મોક્ષ ન મળે. દાન કર્યા વિના જશ ન મળે.]
न भूतपूर्वं न कदापि वार्ता हेम्नः कुरङ्गो न कदापि दृष्टः। तथापि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः॥
[સોનાના હરણની વાત ન તો કદી કોઈએ સાંભળી હતી ન તો સોનાનું હરણ કોઈએ સગી આંખે જોયું હતું છતાં ભગવાન રામ જેવા પણ એ કાલ્પનિક હરણ પાછળ દોડ્યા. ખરેખર જ્યારે દુઃખના દહાડા આવવાના હોય ત્યારે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે.]