Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 39
________________ [અમસ્તા અમસ્તા કોઈ કોઈના મિત્ર કે શત્રુ થઈ જતાં નથી. જ્યારે કોઈ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ મિત્ર કે શત્રુનો ઉદ્ભવ થાય છે.] न कालस्य प्रियः कश्चिन्न द्वेष्योऽपि कपीश्वर । कालः कालयते सर्वान्सर्वः कालेन बध्यते ॥ [કાળને માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. કાળ બધાને ખાઈ જાય છે. બધા લોકો કાળના બંધનમાં બંધાયેલા છે.] न च विद्यासमो बन्धुः न च व्याधिसमो रिपुः । न चापत्यसमो स्नेहः न च धर्मो दयापरः॥ [વિદ્યા સમાન કોઈ બંધુ નથી. ચિંતા જેવો કોઈ દુશ્મન નથી. સંતાનપ્રેમ સમો કોઈ સ્નેહ નથી. દયાથી ઊંચો કોઈ ધર્મ નથી.] न चोरहार्यं न च राजहार्यं न भ्रातृभाज्यं न च भारकारी । व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम्॥ [બધા પ્રકારના ધનમાં વિદ્યારૂપી ધન સૌથી ચડે કેમકે ચોર તેની ચોરી કરી શકતા નથી, રાજા તે છીનવી શકતો નથી, ભાઈઓ તેમાંથી પોતાનો ભાઈભાગ પડાવી શકતા નથી, તે બોજરૂપ બનતું નથી, તે વાપરવાથી તે વધે છે અને તેનો કદી નાશ થતો નથી.] न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णममेव भूय एवाभिवर्धते ॥ [આપણી ઇચ્છાને આપણે ગમે તેટલી વખત સંતોષીએ પણ તેથી ઇચ્છા શાંત પડી જતી થતી નથી. યજ્ઞની અંદર આહુતિ હોમવાથી અગ્નિનુ જોર વધે છે, ઘટતું નથી.] न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ 39

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73