Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 37
________________ दुष्टस्य दण्डः स्वजनस्य पूजा न्यायेन कोशस्य हि वर्धनं च। अपक्षपातः निजराष्ट्ररक्षा पञ्चैव धर्माः कथिताः नृपाणाम्॥ [આદર્શ રાજાની પાંચ ફરજ છે. દુષ્ટ માણસોને દંડ આપવો, પોતાના માણસોની કદર કરવી, ન્યાયપૂર્વક રાજકોષને વધુ સમૃદ્ધ બનાવવો, નિષ્પક્ષપાત વહિવટ ચલાવવો અને પોતાના રાજ્યનું રક્ષણ કરવું.] दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः। ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः॥ [પત્ની દુષ્ટ હોય, મિત્ર ધુતારો હોય, નોકરી સામું મોઢે સંભળાવનારો હોય અને સાપવાળા ઘરમાં રાત રહેવાનું હોય તો આપણો ઘડોલાડવો થઈ જ જવાનો એ વાત સો ટકા સાચી માનજો]. दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने। युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरतः॥ [ડુંગર દૂરથી રળીયામણા લાગે. વારાંગનાનું મુખ આઘેથી સારું દેખાય. લડાઈની વાતો ફક્ત સાંભળવામાં સારી લાગે. આ ત્રણેય આઘા સારા બાકી તેમનો અનુભવ લેવા જઈએ તો ખોખરા થઈ જઈએ.] दूरस्थोऽपि न दूरस्थो यो यस्य मनसि स्थितः। यो यस्य हृदये नास्ति समीपस्थोऽपि दूरतः॥ [ચાણક્યે સરળ ભાષામાં કહેલું સનાતન સત્યઃ જેનું સ્થાન આપણાં હૈયામાં અવિચળ હોય તે ભલે ગમે તેટલો દૂર હોય પણ તે કદી દૂર હોતો નથી. જેને માટે આપણા હૈયામાં કોઈ સ્થાન નથી તે ભલે આપણી સામે ઊભો હોય પણ તે દૂરનો દૂર જ રહે છે.] दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिबेत्। सत्यपूतं वदेद्वाचं मनः पूतं समाचरेत्॥ 37

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73