________________
[જેમાં દયાને સ્થાન ન હોય તેવો ધર્મ છોડી દેવો જોઈએ. જેની પાસે વિદ્યા ન હોય તેવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. સદા ક્રોધ કરતી પત્નીને છોડવી જોઈએ અને આપણા માટે સ્નેહભાવ ન ધરાવતા ભાઈને વહેતો મૂકી દેવો જોઈએ.]
त्रियाचरित्रं पुरुषस्य भग्य। दैवो न जानाति कुतो नरम्॥
[સ્ત્રીના બાહ્ય વર્તનની પાછળ અને પુરુષના ભાગ્યની અંદર શું છુપાયેલું છે તે દેવો પણ જાણી શકતા નથી તો સાધારણ માણસને તો ક્યાંથી ખબર પડે.].
दर्शने स्पर्शणे वापि श्रवणे भाषणेऽपि वा। यत्र द्रवत्यन्तरङ्गं स स्नेह इति कथ्यते॥ [જેના દર્શન કરવાથી, જેનો સ્પર્શ થવાથી, જેનું બોલેલું સાંભળતા કે જેને કૈક કહેવા જતાં તમારું હૃદય ઓગળવા લાગે ત્યારે સમજવું કે તમને તેના માટે સ્નેહના અંકુર ફૂટી ગયા છે.]
दाता लघुर् अपि सेव्यो भवति न कृपणो महान् अपि समृद्ध्या। कूपोऽन्तः स्वादुजलः प्रीत्यै लोकस्य न समुद्रः॥
[દાતા ગમે તેટલો નાનો હોય તો પણ માનને લાયક ગણાય. કૃપણ માણસ ગમે તેટલો સમૃદ્ધ હોય છતાં નકામો ગણાય. કુવો નાનો હોવા છતાં પીવા માટે મીઠું પાણી આપે છે. દરિયા પાસે ક્યારે ખૂટે નહિ તેટલો પાણીનો ભંડાર છે પણ તરસ્યાને તે ભંડાર શું કામનો ?]
दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य। यो न ददाति न भुङ्क्ते तस्य तृतीय गतिर्भवति॥
[ભર્તુહરિનું આ કથન છેઃ દાન, ભોગ અને નાશ એ ત્રણ માર્ગે જ ધન જઈ શકે છે. જે માણસ દાન ન આપે કે ઉપભોગ ન કરે તેનું ધન ત્રીજા માર્ગે જાય છે એટલે કે નાશ પામે છે.]