Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 34
________________ ते हि नो दिवसा गताः। [ તે દિવસો ગયા જ. ભગવાન રામનો વિષાદયોગ વર્ણવવા ભવભૂતિએ રામના મુખમાં મૂકેલા શબ્દો. ઉત્તરરામચરિતનો આખો શ્લોક આ પ્રમાણે છે. जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे । मातृभिश्चिन्त्यमानानां ते हि नो दिवसा गताः ॥१२॥ હું પિતાજીના ચરણમાં જીવતો હતો, નવા નવા લગ્ન થયા હતા. મારી માતાઓની સંભાળ રાખતો હતો. તે દિવસો ગયા જ ભવભૂતિની આ કૃતિ અનેક રીતે અદ્દભુત છે. ભગવાન રામ માટે 'ચંડાળ' શબ્દ વાપરવાની હિમ્મત ભવભૂતિ જેવા કવિ જ કરી શકેઆ કૃતિમાં ભગવાન રામ પોતે જાતે સીતાત્યાગના પ્રસંગને પોતાના ‘ચાંડાલકર્મ' તરીકે વર્ણવે છે. આપણાં રમેશ પારેખે પણ પોતાની એક કવિતામાં ઈશ્વરને અસલી કાઠીયાવાડી ભાષામાં ‘ગધેડીનો' કહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.] त्यजन्ति मित्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सज्जनाश्च। तमर्थवन्तं पुनराश्रयन्ति अर्थो हि लोके मनुषस्य बन्धुः॥ [જ્યારે તમારી પાસે ધન ન હોય ત્યારે તમને તમારા મિત્ર, પુત્ર, પત્ની, નજીકના સગાવહાલા બધા છોડીને ચાલ્યા જાય છે. જો તમારી પાસે ધન આવે તો તેઓ તમારી પાસે પાછા આવે છે. જગતમાં તમારો સાચો સાથીદાર પૈસો જ છે.] त्यजेत् क्षुधार्ता जननी स्वपुत्रं खादेत् क्षुधार्ता भुजगी स्वमण्डम्। बुभुक्षित: किं न करोति पापं क्षीणा जना निष्करूणा भवन्ति॥ [આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય સેંકડો વર્ષ પૂર્વે લખેલો જગતની કઠોર વાસ્તવિકતાનું નિરૂપણ કરતો આ શ્લોક આજે પણ એટલો જ આંખ ઉઘાડનારો છે. ભૂખના દુઃખની મારી જનેતાને ઘણી વખત પોતાનું સંતાન ત્યાગી દેવાની ફરજ પડે છે. ભૂખી થયેલી સાપણ પોતાના બચ્ચાઓને પણ ખાઈ જાય છે. ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે ? જે માણસની શક્તિ સાવ ખલાસ થઈ જાય તે નિષ્ફર, દયાવિહોણો થઈ જાય.] त्यजेद् धर्मं दयाहीनं विद्याहीनं गुरुं त्यजेत्। त्यजेत् क्रोधमुखीं भार्यां निःस्नेहान् बान्धवांस् त्यजेत्॥ 34

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73