Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 33
________________ [મહાનપણું જન્મથી મળતું નથી ધીમે ધીમે ગુણોના સંચય વડે મહાન થવાય છે. ઘીનો જ દાખલો લો. ઘી સીધું બનતું નથી દૂધનું દહીં, છાશ, માખણ થયા પછી છેવટે ઘી બને છે.] ટ-6-ડ-૮-ણ ત-થ. तत् कर्म यत् न बन्धाय सा विद्या या विमुक्तये। आयासाय अपरं कर्म विद्या अन्या शिल्पनैपुणम्॥ [વિષ્ણુપુરાણનું આ કથન છે. ભાવાર્થ છે કે જે કર્મ મનુષ્યને (ભવના બંધનમાં ન બાંધે તે સાચું કર્મ છે. જે વિદ્યા (ભવના) બંધનમાંથી મુક્તિ અપાવે તે સાચી વિદ્યા છે. બાકીના કર્મ તો માત્ર કષ્ટનું કારણ બને છે અને બાકીની વિદ્યા ફક્ત શોભાના ગાંઠીયા જેવી છે.] तदेजति तन्नेजति तद्दूरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदु सर्वस्य बाह्यतः॥ (ઈશાવાસ્યોપનિષદ) [પ્રભુ છે ભમતા ને છતાં સ્થિર અનંત અંતરે ને સાવ નજીક વ્યાપ્યા છે કણેકણની ભીતર છતાં છે સર્વની બહાર સંપૂર્ણ] तदेतत् क्षन्तव्यं जननि सकलोद्धारिणि शिवे। कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ [દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રનો સુંદર શ્લોકઃ હે સર્વનો ઉદ્ધાર કરનારી કલ્યાણકારી દેવી મારા બધા અપરાધની ક્ષમા આપજે કેમકે ક્યારેક પુત્ર કુપુત્ર બને છે પણ માતા કદી કુમાતા બનતી નથી.] तावत् भयस्य भेतव्यं यावत् भयं न आगतम्। आगतं हि भयं वीक्ष्य प्रहर्तव्यं अशंकया॥ [પંચતંત્રમાં અપાયેલી સોનેરી સલાહ: જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ ને એનાથી દૂર રહેવું જોઈએ પણ એક વખત ભય ઉપસ્થિત થાય કે તુરંત અચકાયા વિના તેના પર પ્રહાર કરવો જોઈએ.] 33

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73