Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 29
________________ खलः करोति दुर्वृत्तं नूनं फलति साधुषु। दशाननोऽहरत् सीतां बन्धनं तु महोदधेः॥ [એવું ઘણી વખત બને છે કે કોઈ ખરાબ માણસ ખોટું કામ કરે પણ તેનું ખરાબ પરિણામ સારા માણસે વેઠવું પડે. દશ માથાવાળો રાવણ સીતાનું હરણ કરી ગયો પણ બંધન સમુદ્રને વેઠવાનો વારો આવ્યો.] गहना कर्मणो गतिः। [[કર્મની ગતિ ગહન છે. સમજી શકાતી નથી.] गुणवज्जनसंसर्गात् याति नीचोऽपि गौरवम। पुष्पमालाप्रसङ्गेन सूत्रम् शिरसिधार्यते॥ [ગુણવાન માણસોના સંસર્ગમાં રહેવાથી ઓછી લાયકાતવાળા માણસોને પણ ગૌરવ મળી જાય છે. પુષ્પમાળામાં રહેવાને કારણે સાધારણ દોરાને પણ ગળામાં માનભર્યું સ્થાન મળે છે.] गुणाः पूजास्थानम् गुणिषु, न च वयं, न च लिंग। [ભવભૂતિકૃત ઉત્તરરામચરિતમાં આ કથન છેઃ ગુણવાન માણસોની પૂજા તેની વય કે લિંગના આધાર પર નહિ પણ તેના ગુણ જોઈને કરાય છે.] गुणैरुत्तमतांयाति नोच्चैरासनसंस्थितः। प्रासादशिखरस्थोपि काकः किं गरुडायते॥ [કોઈ પણ માણસની લાયકાત તે ક્યા સ્થાને બિરાજે છે તેના પરથી નહિ પણ તેના ગુણો કેવાં છે તે આધારે જ અંકાય. કોઈ કાગડો ઊડીને ઊંચા મહેલના શિખર પર બેસી જાય એટલે તે ગરુડ થોડો થઈ જાય ?]

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73