Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 28
________________ को न याति वशं लोके मुखे पिण्डेन पूरितः। मृदङ्गो मुखलेपेन करोति मधुरध्वनिम्॥ [‘ખવડાવો’ તો કોણ તમારા વશમાં ન આવે ? મૃદંગના મોઢે લેપ કરો તો તેમાંથી પણ મધુર અવાજ આવવો શરૂ થઈ જાય છે.]. को हि भारः समर्थानां किम् दूरं व्यवसायिनाम्। को विदेशः सविद्यानां कः परः प्रियवादिनाम्॥ [તાકાતવર માણસને ભાર ઉપાડવો ભારે ન પડે. ધંધો કરતો હોય તેને કોઈ સ્થળ દૂર ન લાગે. જેની પાસે વિદ્યા હોય તેને દેશ કે પરદેશ સરખાં જ લાગે. જે સરસ મીઠી વાતો કરે તેને કોઈ પારકું ન રહે.]. क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः। स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥ [ભગવત ગીતાના આ શ્લોકમાં ભગવાન અર્જુનને ઉપદેશ આપતા સમજાવે છે કે ક્રોધથી ભાન ભૂલી જવાય છે. ભાન ભૂલેલા માણસને યાદ રાખવા જેવી વાતો યાદ આવતી નથી. આ વિસ્મૃતિને કારણે મગજ કામ કરતું નથી અને જેનું મગજ કામ ન કરે તેનું સાવ ધનોતપનોત નીકળી જાય છે.] कः कालः कानि मित्राणि को देशः को व्ययागमौ। कस्याहं का च मे शक्तिरिति चिन्त्यं पुनः पुनः॥ [અત્યારે સંજોગો કેવા છે, કોણ મારા મિત્રો છે, હું ક્યા વિસ્તારમાં રહું છું, મારી આવક અને ખર્ચ કેટલા છે, હું કોણ છું, અને મારી શક્તિ કેટલી છે – આ છ બાબતો દરેક માણસે ફરી ફરી જોતાં રહેવું જોઈએ] खद्योतो द्योतते तावद् यवन्नोदयते शशी। उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमा:॥ [ જ્યાં સુધી ચંદ્રમા ઊગતો નથી ત્યાં સુધી આગિયો ચમકે છે. એક વખત સૂરજ ઊગે પછી ન તો ચંદ્રનો કોઈ ભાવ પૂછે કે ન તો આગિયાનો કોઈ પત્તો લાગે છે.] 28

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73