Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 20
________________ [ઉદાર માણસને ધનનું મહત્વ તણખલા જેટલું હોય છે, શૂરવીર માણસને મોત તણખલા જેટલું તુચ્છ લાગે છે, સંસારમાં રસ ન હોય તેવા માણસને પત્નીની કોઈ કીમત હોતી નથી તો જે નિસ્પૃહી માણસ છે તેને આખું જગત તણખલા જેવું નકામું લાગે છે.] उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बंधु: आत्मैव रिपुरात्मनः॥ [ભગવદ્ ગીતાનો ઉપદેશ આત્માનો ઉદ્ધાર આત્મા વડે જ કરવો જોઈએ. આત્માની કદી અવનતિ થવા ન દેવી જોઈએ. આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.] उद्यमस्साहसं धैर्य बुद्धिश्शक्तिः पराक्रमः। षड् एते यत्र वर्तन्ते देवः तत्र सहायकृत्॥ [જ્યાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ એ છ બાબત હોય ત્યાં પ્રભુની બધી મદદ મળી રહે છે.] उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः । न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥ [માત્ર મનના ઘોડા દોડાવ્ય નહિ મહેનત કરવાથી જ કામ થાય. સિંહ જો સૂતો રહે તો એના મોંમા શિકાર થવા હરણો સામેથી ન આવે.] उद्योगिनं पुरुष सिंहमुपैति लक्ष्मीः । [મહેનત કરતા હોય તેવા પરાક્રમી પુરૂષ પાસે જ લક્ષ્મી આવે છે.] उपकारगृहीतेन शत्रुणा शत्रुमुध्दरेत्। पादलग्नं करस्थेन कण्टकेनैव कण्टकम॥ [શત્રુની મદદ લઈને શત્રુનો નાશ કરવો જોઈએ. પગમાં કાંટો લાગે તો બીજા કાંટાનો ઉપયોગ કરી કાઢી નખાય.] 20

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73