________________
[‘અલ્લાહો અકબર'નો પૈગામ આ જગતને મળ્યો તેના સેંકડો વર્ષ અગાઉ ઉપનિષદમાં એ જ વાત ઘણી વખત કહેવાઈ ગઈ છે. એક જ સત્ય એટલે કે એક જ ઈશ્વર છે. ફક્ત વિદ્વાનો તેને જુદા જુદા નામ આપે છે. અગ્નિ, યમ, માતરિશ્વા, વાયુ એ બધું અતે તો એકનું એક જ છે.]
एकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना। वासितं तद्वनं सर्वम् सुपुत्रेण कुलं यथा॥ [એક સુંદર પુષ્પ આખા ઝાડને સુગંધથી મઘમઘતું કરી દે છે. એવી જ રીતે એક સુપુત્રથી આખા કુટુમ્બનું નામ રોશન થઈ જાય છે.]
एकोऽहं बहु स्याम् प्रजायेय।
[હું એક છું પણ અનેક રૂપ ધારણ કરું છું.]
अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम्। वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम्॥
[જગતગુરુ શંકરાચાર્યનો ઉપદેશઃ વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, દાંત પડી ગયા છે, લાકડીના ટેકે ચાલવું પડે છે છતાં આશાઓના બંધન હજી છૂટતા નથી]
कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्। बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥
[લગ્નની પસંદગીમાં કન્યા રૂપને, માતા સંપત્તિને, પિતા શિક્ષણને અને ભાઈઓ કુળને મહત્વ આપે છે. બાકીના બધાને તો મિષ્ટાનમાં શું ખાવા મળશે એ વાતમાં જ રસ હોય છે.]
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती। करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्॥