Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 14
________________ अश्वस्य भूषणं वेगो मत्तं स्याद् गजभूषणम्। चातुर्यम् भूषणं नार्या उद्योगो नरभूषणम्॥ [ઘોડાનું ભૂષણ વેગ છે, હાથીનું ભૂષણ મદ છે. ચતુરાઈ એ નારીનું ભૂષણ છે તો જહેમત એ નરનું ભૂષણ છે.] अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय पापाय परपीडनम्॥ [અઢાર પુરાણનો સાર વ્યાસ મુનિના બે વચનોમાં સમાઈ જાય છેઃ પરોપકાર કરવો એ પુણ્ય છે અને પરપીડન કરવું એ પાપ છે.] अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम् । शेषाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ [મહાભારતના વનપર્વમાં આવતા યક્ષ યુધિષ્ઠિર સંવાદનો આ શ્લોક છેઃ અન્ય માણસો એક પછી એક મૃત્યુ પામે છે તેવું જોવા છતાં બાકીના માણસો પોતે જાણે કાયમ જીવતા રહેવાના છે એવી અપેક્ષા સાથે શાંતિથી જીવે છે તેનાથી વધુ મોટું આશ્ચર્ય જગતમાં હોઈ શકે ?] अहं ब्रह्मास्मि । [અનહલક. હું ઈશ્વર છું.] अहिंसा परमो धर्मः । [અહિંસા સૌથી મોટો ધર્મ છે.] अहो दुर्जनसंसर्गात् मानहानिः पदे पदे । पावको लोहसङ्गेन मुद्गरैरभितायते ॥ 14

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73