Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી આવૃત્તિની પ્રસ્તાવના પરમાત્માની ભક્તિમાં દ્રવ્ય-ભાવ પૂજા એ પ્રબળ સાધન છે. દ્રવ્યપૂજા સહિત ભાવપૂજા કરવા માટે અનેક પ્રકારની દેશીઓમાં-ઢાળમાં પૂર્ણ થઈ ગયેલા પંડિત જુદા જુદા વિષયની અને તેને લગતા નામની પૂજાએ રચી ગયા છે. તેમાં પંડિત શ્રી વીરવિજયજી કે જેઓ ઓગણસમાં સૈકામાં અમદાવાદ શહેરમાં વિદ્યમાન હતા તેમણે રચેલી પૂજાઓ બહુ જ અસરકારક છે. તેમની રચેલી પૂજાઓમાં પણ ચોસઠપ્રકારી પૂજા કે જેમાં આઠ કર્મનું સ્વરૂપ બહુ સારી રીતે બનાવેલું છે તે બહુ ઉપચગી અને દ્રવ્યાનુયોગનું સારું જ્ઞાન આપનાર છે. કર્મગ્રંથને ઘણેખરે ભાવ એમાં સમાયેલ છે. અમે તે પૂજા પૈકી એકેક પૂજા અને તેને અર્થ એ ક્રમ આ પુસ્તકમાં રાખેલ છે. તેની અંદર કેટલોક ભાવ અર્થમાં સ્કુટ કરે છે કે જેથી વાંચનારને રસ પડે અને સમજી શકે તે સાથે તેમાં સૂચવેલી કથાઓ પણ બીજા વિભાગમાં આપી છે. અંતરાયકર્મની પૂજામાં અષ્ટપ્રકારી પૂજા કરનાર અને તેથી લાભ મેળવનાર આઠ નામ સૂચવ્યા છે. તે નીચે પ્રમાણે – જળપૂજા-મસિરિનું. દીપપૂજા-જિનમતિ અને ઘનશ્રીનું. ચંદનપૂજા–જયસુર ને શુભમતિનું. અક્ષતપૂજા-કીયુગીનું. પુષ્પપૂજા-વણિકસુતા લીલાવતીનું. નૈવેલપૂજા-હળી નૃપનું. ધૂપપૂજા-વિનયંધર રાજાનું. ફળપૂજા-કીરયુગળ ને દુર્ગત સી. આ આઠે દષ્ટાંતે શ્રી વિજ્યચંદ કેવળીના ચરિત્રમાં હેવાથી અને તેનું ભાષાંતર અમારા તરફથી જ પ્રગટ થયેલ હોવાથી, તેમજ આમાં મુખ્યતા કર્મ સંબંધી હોવાથી તે દષ્ટાંત આ પુસ્તકમાં આપવામાં આવ્યા નથી. આ દષ્ટાંત સમજવા માટે શ્રી વિજયચંદ કેવળી ચરિત્ર વાંચી લેવાનું સૂચવવામાં આવે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 377