________________
જગમ વિશ્વવિદ્યાલય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક પ્રીત જ્ઞાનશિખા અનેક નાના ઘરદીવડા પ્રગટાવે તેમ આ પ્રકારના ઉત્તમ મેધાવી સંતે માનવસમાજમાં પિતાના શુદ્ધ પવિત્ર આચરણ, અખંડ જ્ઞાનસાધના અને સરળ વ્યવહારથી સમાજમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે. તેમની જીવનચર્યા અને તેમની સાહિત્યિક રચનાઓથી ભારતીય સંસ્કૃતિનાં મધુર ફળે સમાજને ઉપલબ્ધ થાય છે.
જૈન ધર્મના પરમ તિર્ધર આચાર્ય હેમચંદ્રસૂરિની એક મહત્ત્વની રચનાનું પુનર્મુદ્રણ અને પ્રકાશન આજે થઈ રહ્યું છે તે આનંદને પ્રસંગ છે. છંદનુશાસનને અભ્યાસ પરિશ્રમ માંગી લે તે છે. અને આ ગહન વિષયના અભ્યાસીઓ પણ સંખ્યાબળે ઓછા હોઈ શકે, તેમ છતાં જિજ્ઞાસુ માટે સાહિત્ય ઉપલબ્ધ કરવું એ સમાજની પવિત્ર ફરજ છે. આ પ્રકારના રસપ્રદ અને કઠિન ગ્રંથને અભ્યાસ જીવનને મધુરતાથી ભરી દે છે. માનવજીવનમાં પરમ શાંતિની અનુપમ અનુભૂતિ એ કઈ પ્રગશાળાને પ્રાગ નથી. પરંતુ ઉત્તમ ગ્રંથના પરિશીલનને ગહન આસ્વાદ આનંદ આપતે હોય છે. સાહિત્યરસિક વ્યક્તિએ “છંદનુશાસનમાં અભિવ્યક્તિ થયેલી આચાર્ય હેમચંદ્રસૂરિની અભૂતપૂર્વ મેધા અને સરસ અલંકૃત ઉદાહરણેને આસ્વાદ માણશે. એ જ પ્રસન્નતા.
પ્રસ્તુત ગ્રંથ, આચાર્ય હેમચંદ્રસૂરિ કૃત “છનુશાસન” તથા તેમની પોતાની ટીકા સહિત પ્રકાશિત થઈ રહ્યો છે તથા તેની સમાલોચનાની ચર્ચા પણ જિજ્ઞાસુઓને માટે પૂરક બની શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રયાસને સફળતા મળે તથા આ પ્રકારે સમાજની અનેકવિધ ઉન્નતિકારક પ્રવૃત્તિઓ વિકાસ પામે તેવી શુભાશિષતા. ૧-૧-૮૯
વિજયચંદ્રોદયસૂરિ ભાવનગર