Book Title: Chandonushasanam
Author(s): Anantchandravijay
Publisher: Chandroday Charitable and Religious Trust

View full book text
Previous | Next

Page 10
________________ आशीर्वचन ગુજરાતની ધરતી પર ઈસ્વીસનની ૧૨મી સદી એક મહત્વને સમય મનાય છે. બે તેજસ્વી રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના રાજકાળ દરમ્યાન ગુજરાત પશ્ચિમ ભારતના રાજકીય ક્ષેત્રે ઉજજવળ-પ્રતાપી સ્થાન બની ગયું હતું. તે સુભગ સમયે સુવર્ણમાં સુગંધ સમાન એક દેદીપ્યમાન જ્ઞાનસૂર્યને પ્રાદુર્ભાવ ગુજરાતમાં થયે. આ સંસ્કારસ્વામી સિદ્ધપુરુષમાં અપૂવમેધાશક્તિ, જ્ઞાન અને સંસ્કારવારસાને સુભગ સમન્વય થયેલ હતું. તેને પરિણામે સાહિત્યજગતમાં કલિકાસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ સાહિત્ય અને દર્શન ક્ષેત્રે ઉલ્લેખનીય રહ્યા છે. આ વિશિષ્ટ પ્રતિભાસંપન્ન મહામાનવે કાવ્ય, અલંકાર, છંદશાસ, ન્યાયશારા તેમ જ કેશસાહિત્યમાં અનુપમ રચના કરી હતી. તેમને “ત્રિષષ્ટિશલાકા પુરુષ” જૈન ધાર્મિક સાહિત્યમાં ૬૪ પ્રભાવક મહાપુરુષોનાં જીવનચરિત્રનાં ગ્રંથ તરીકે પ્રસિદ્ધ અને આદરને પાત્ર બન્યો છે. તેમનાં તેત્રે અત્યંત ભાવવાહી, રસપ્રદ અને સાહિત્યિક મૂલ્ય ધરાવનારા છે. તેમની મૌલિક રચનાઓ અલૌકિક સર્જનશક્તિ અને પ્રતિભાનું દર્શન કરાવે છે. જ્યારે તેમના અનુશાસન ગ્રંથમાં નિષ્પક્ષ, પ્રામાણિક અને ઉદાર મનવૃત્તિની અનુભૂતિ થાય છે. આચાર્ય હેમચંદ્રાચાર્યનું કેટલુંક સાહિત્ય આજે પણ અનુપલબ્ધ છે. તેને કારણે તેમની રચના અંતર્ગત શ્લોકસંખ્યાનું માપ ઉપલબ્ધ થઈ શકે તેમ નથી, તેમ છતાં લાખોની સંખ્યાને અંદાજ મુકાય છે. તેમની રચનાઓમાં ગંભીર અધ્યયન, તલસ્પર્શી જ્ઞાનચર્ચા અને સ્વતંત્ર વ્યક્તિત્વને શોભતાં લક્ષણે સહજ રીતે પામી શકાય છે. આ વર્ષ કલિકાલસર્વજ્ઞ આચાર્ય વિજય હેમચંદ્રસૂરિજી મ.ની નવમી જન્મશતાબ્દીના વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. જૈન અને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 260