Book Title: Chandonushasanam
Author(s): Anantchandravijay
Publisher: Chandroday Charitable and Religious Trust

View full book text
Previous | Next

Page 11
________________ જૈનેતર સમાજ આ વર્ષે પરમ પૂજ્ય કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના જીવન અને કવનના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. સ્મરણિકા, હેમચંદ્રાચાર્યની રચનાઓની હસ્તપ્રતનું પ્રદર્શન તેમ જ તેમના ગ્રંથેનું પુનઃ પ્રકાશન વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ કરી રહી છે. હેમચંદ્રાચાર્યને માનાંજલિ આપતા હોય તેવા સ્મૃતિગ્રંથે પણ પ્રકાશિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન શ્રમણ સમાજ પણ આચાર્ય ભગવંત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જ્ઞાનસાગરના અનેક અમૂલ્ય વિચારરત્નને લાભ વિવિધ સંઘને આપી રહ્યા છે. આજનો યુગ વૈજ્ઞાનિક અને ટેકનિકલ સિદ્ધિને જમાને છે. અવકાશનાં રહસ્યાના ઉકેલને માટે અઢળક ખર્ચ કરીને કાંઈક મેળવવાની મથામણ માનવ કરી રહ્યો છે. માનવજાતને સંપૂર્ણ વિનાશ કરી શકે તેવાં અસંખ્ય જીવલેણુ શસ્ત્રનું ઉત્પાદન થઈ રહ્યું છે. પોતાના શરીરની સુખાકારી માટે પ્રગશાળાઓમાં અનેક અબોલા અને મૂંગા નિર્દોષ પ્રાણીઓ પર પ્રયોગ કરીને તેઓની નિરર્થક હત્યા કરવામાં આવી રહી છે. ભગપ્રધાન વિભવી અને વિલાસી સાધનેનું ઉત્પાદન માનવજીવનના સત્ત્વને પ્રત્યેક ક્ષણે વિનાશની ગર્તામાં ધકેલી રહ્યું છે. માનવજીવનમાંથી શાંતિ અને સંયમ ક્રમશઃ ઓછાં થતાં જાય છે તેવી વિકટ પરિસ્થિતિમાં હેમચંદ્રાચાર્યને નવમી જન્મશતાબ્દી વર્ષે કેઈક એવા સંજોગોનું નિર્માણ કરીએ કે જેનાથી જગતને પરમ શાંતિની અનુભૂતિ થાય. , આ દેશમાં એક સમય એ હતું કે સંસ્કારસ્વામીએ અને વિદ્યાનુરાગીએ પોતાના જીવનકાળને એક સાધનામય જીવન બનાવીને શ્રેયસ્કર પ્રવૃત્તિઓ કરતા હતા તેમની ઐહિક અપેક્ષાઓ અને લઘુતમ જવાબદારીમાંથી સમાજને સંપન્નવર્ગ તેમને મુક્ત કરીને નૈિતિક ઋણમુક્ત બનતે હતે. એટલે કે ભારતીય સમાજમાં સંતને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 260