________________ श्री चक्षुरप्राप्यकारितावादः अनन्तचक्षुःसंयोगकल्पनागौरवादिकम् / इत्थं खलु परित्यक्तं वैलक्षण्यं च तेजसः // 11 // શ્લોકાર્ધ : આ રીતે માનવાના કારણે અનન્તચક્ષના સંયોગ-તેનો પ્રાગભાવ આદિની કલ્પનાનું ગૌરવ અને નહિ જોઈ શકાતો અને ન સ્પર્શી શકાતો એવો તેજનો (અનુભૂતરૂપ અને સ્પર્શવાળો) જુદો પ્રકાર પણ માનવાની કોઈ જરૂર પડતી નથી. 17. अनुभूतत्यानुद्भूतस्पर्शवत्त्वलक्षणं प्रसिद्धतेजोवैपरित्यम् / શ્લોક-૧૨ : અવતરણિકા: હવે ચાર શ્લોક દ્વારા ચક્ષુની અપ્રાપ્યકારિતાના સિદ્ધાન્ત ઉપર ઉદયનઆચાર્યાદિએ આપેલા દોષોનું અનુવાદ પૂર્વક ખંડન કરે છે. एतेन गृह्णदप्राप्तं गृह्णीयाद् व्यवधानभाक् / अप्राप्तत्वाविशेषेण वस्तुचक्षुरसंशयम् // 12 // શ્લોકાર્થઃ આ રીતે સંયોગનાં જનકકારણને અર્થાત્ ગતિ નિયામકને જ જ્ઞાનોત્પાદક માનવાના કારણે ઉદયનાચાર્યાદિ જે “વિષયનો સમ્બન્ધ કર્યા વિના જ જો ચક્ષુ જ્ઞાનને પેદા કરતી હોય તો દિવાલાદિની પાછળ રહેલી વસ્તુનું પણ જ્ઞાન નિસંદેહપણે કરાવવી જોઈએ. કારણ કે વસ્તુ દિવાલાદિની આગળ હોય કે પાછળ પણ તેમાં કાંઈ ફેરફાર થતો નથી. અપ્રાપ્યતાતો બંને સ્થળે સમાન જ છે. 28. સિનિયામવર્ચવજ્ઞાપવિત્વેના શ્લોક-૧૩:: અવતરણિકા : દિવાલાદિની આગળ કે પાછળ રહેલી વસ્તુમાં ફેરફાર કેમ થતો નથી? દિવાલાદિની પાછળ રહેલી વસ્તુને “અયોગ્ય છે તેમ માની લઈએ તો શું વાંધો છે? તેનો જવાબ ઉદયનાદિ ધૈર્ય = નિત્ય અને અસ્થર્ય = અનિત્ય આ બન્ને પક્ષને આશ્રયીને જણાવે છે. स्थैर्ये च योग्यता सैवाऽस्थैर्येऽपि सहकारिणः। नार्थेतिशयमप्रत्यासीदन्तः कर्तुमीशते // 13 //