Book Title: Chakshurprapyakaritawad
Author(s): Punyapalsuri
Publisher: Parshwabhyuday Prakashan
View full book text
________________ વ્યક્ત ગણધર ભાસ ચોથો ગણધર વ્યક્ત તે વંદિઈ, મીઠો જસ ઉપદેશ, શ્રવણ નક્ષત્રે રે ધનમિત્ર વારૂણી, જાયો કોલાગ સન્નિવેશ. ચોથો 1 ગૃહિ પર્યાય રે વરસ પચાસ તે, વલી છઉમત્યો રે બાર; કેવલી વરસ અઢાર અસી, મિલી સવ, નિરધાર. ચોથો 2 ભારદ્વાજ તે ગોત્ર સુહામણું, પણ સયસીસ ઉદાર; ભૂત સંદેહિ રે વીરે બૂઝવ્યો, હુઓ જગ જન જયકાર. ચોથો 3 એહવા ગુરુનો તે ગુણનો પ્રેમ તે, બાવન અખ્ખર સાર; બાવના ચંદન તે હું ગણું, જગ-ચિત્ત-કારણહાર. ચોથો 4' ક્ષર છ માસનો રે તે જગિ અગહરઈ, એહ તો જનમનો રોગ; બાવના ચંદનથી પણિ તે ભણી, અધિકો સુગુરુ સંયોગ. ચોથો) 5 નહિ જગ ઉપમા રે સદ્ગુરુ ગુણ તણી, જે વ્રત શીલ અભંગ; વાચક જસ કહે તિહાં મુઝ મન રમાઈ જિમ માલતીવન ભૂગં. ચોથો 6
Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268