________________ 20 श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોકાર્થ : જયરામભટ્ટાચાર્યનું આ વચન પણ પંડિત પુરૂષોએ વિચારવા જેવું છે. કારણ કે શક્તિરૂપ કે જ્ઞાનાવરણકર્મના વિપાકોદયરૂપ પ્રતિબંધકના અભાવાત્મક જે યોગ્યતા છે. તે જ સર્વત્ર વ્યવહિતાવ્યવહિત, યોગી-અયોગી, સ્ફટિકાદિ અન્તરિત-અનન્તરિતાદિ જ્ઞાન પ્રત્યે અનુગતપણે સમ્બન્ધ બને છે. આમ યોગ્યતાત્વેન તે યોગ્યતા સર્વત્ર અનુગત હોવા છતાં વસ્તુતસ્તુ સન્નિહિત વિષયના જ્ઞાન માટે ઘટાદિ પદાર્થોમાં રહેલ વ્યવધાનાભાવકૂટરૂપ યોગ્યતા કારણ છે. અને વ્યવહિત = દૂર રહેલા ઘટાદિ વિષયના જ્ઞાન માટે અંજનાદિમાં રહેલ શક્તિરૂપ જે યોગ્યતા છે. તે કારણ બને છે. આમ હેતુભૂત પુરૂષ અને વિષય જુદા જુદા પ્રકારના હોવાથી યોગ્યતાને વિલક્ષણ સ્વીકારવામાં પણ સ્યાદ્વાદિને કોઈ દોષ નથી. શ્લોક-૨૧ : અવતરણિકા ? ચક્ષુની અપ્રાપ્યકારિતાનું દષ્ટાન્તથી સમર્થન કરે છે. अप्याकर्षत्यनाश्लिष्टं लोहं लोहोत्पलो यथा / योग्यत्वेन तथाऽप्राप्तं गृह्णीयाच्चक्षुरप्यहो // 21 // શ્લોકાર્થ ? જેવી રીતે અનાશ્લિષ્ટ એવા પણ લોખંડને યોગ્ય હોવાથી લોહચુંબક આકર્ષે છે. તેવી રીતે અપ્રાપ્ય એવા વિષયને યોગ્ય હોવાથી ચક્ષુ પણ ગ્રહણ કરે છે. યોગ્યતા અવ્યવધાનાદિ રૂપ ગ્રહણ કરવાની છે. આ નોંધ : અહો શિષ્યને સન્મુખ કરવા માટે આમંત્રણ અર્થમાં છે. 28. अव्यवधानादि लक्षणेन। શ્લોક-૨૨ : અવતરણિકા : યોગ્યતા શું પદાર્થ છે ? તે અન્યના મતે બતાવતા કહે છે. योग्यत्वं च स्वभावः स्यादनादिः पारिणामिकः। अन्ये त्वागन्तुकं तत्त्वं नै यत्याख्यं प्रचक्षते // 22 // શ્લોકાર્થ : અનાદિ પરિણામ સિદ્ધ સ્વભાવએજ યોગ્યતા કહે છે. (જેમ ભવ્યત્વ = સિદ્ધિગમન યોગ્યતા એ અનાદિ પારિણામિક ભાવ છે તેમ) જયારે બીજાઓ મૈયત્ય = નિયતિ નામના આગન્તુક તત્ત્વને યોગ્યતા કહે છે. 29.. परिणामसिद्धः। 30. तत् तत् ज्ञात्रादिस्वभावोत्पादव्ययज्ञात्रैकस्वभावलक्षणम्।