________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૩૦ : અવતરણિકા : વ્યવહિત પદાર્થના ચાક્ષુષ પ્રત્યક્ષનું લોકોત્તર દષ્ટાન્ત શ્લોક ૨૮માં બતાવ્યું, હવે વ્યવહિત પદાર્થના ચાક્ષુષ પ્રત્યક્ષનું લૌકિક દૃષ્ટાન્ત બતાવે છે. धनादि हि व्यवहितं संस्कृतेनाञ्जनादिना / नयनेन न किं नाम लोकेनाऽपि न दृश्यते // 30 // શ્લોકાર્થ : અંજનાદિથી સંસ્કૃત એવા નયનથી વ્યવહિત એવુ ધનાદિ લોકો વડે પણ શું નથી જોવાતું ? આશય એ છે કે આવરણના ક્ષયોપશમને વ્યવહિત પ્રહ પ્રત્યે કારણ ન માનો તો “અંજનાદિ સંસ્કૃત નયનથી પણ લોકોને વ્યવહિત પદાર્થનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે.” આ અનુભવનાં અપલાપની આપત્તિ આવશે. શ્લોક-૩૧ : અવતરણિકા: અહીં કોઈને પ્રશ્ન થાય કે ક્ષયોપશમથી જ વ્યવહિતનો પ્રહ થવાનો હોય તો અંજનાદિનું કાર્ય શું છે? તેનું સમાધાન આપવા માટે અંજનાદિના ક્ષયોપશમકારિત્વનું સમર્થન કરતાં કહે છે. द्रव्यं क्षेत्रं च कालं च भवं भावं च जन्मिनां / प्रेतीत्य कर्मणां चित्रः क्षयोपशम इष्यते // 31 // શ્લોકાર્થ H બ્રાહ્મી વૃતાદિ દ્રવ્ય, મહાવિદેહાદિ ક્ષેત્ર, ચતુર્થ આરકાદિકાળ, મનુષ્યાદિ ભવ અને અર્થપર્યાલોચનાદિરૂપભાવને આશ્રયીને કર્મનો ચિત્ર = જુદા પ્રકારનો ક્ષયોપશમ ઇચ્છાય છે. 44. अञ्जनादेः क्षयोपशमकारित्वं समर्थयितुमाह / द्रव्यं - ब्राह्मीघृतादिलक्षणम् / क्षेत्रं - महाविदेहादिलक्षणम् / कालं - चतुर्थारकादिलक्षणम् / भवं - मनुजत्वादिलक्षणम् / भावं - अर्थभावनादिलक्षणम् / 45. आश्रित्य / શ્લોક-૩૨-૩૩ : અવતરણિકા : ઉદયનાચાર્યવૃત ન્યાયવાર્તિક તાત્પર્યપરિશુદ્ધિના આધારે અન્ય રીતે ચક્ષુના પ્રાધ્યકારિપણાની શંકા કરીને સમાધાન કરતાં કહે છે. यदेवच्छिन्नसंयोगं चक्षुर्ननु करोति हि। तदवच्छिन्न आलोक-संयोगो द्रव्यचाक्षुषम् // 32 //