________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૧ વાક્યનો અર્થ કરે તો ચાલે નહીં.
કેમ કે બધા તૈયાર થઈ ગયા છે હવે, પીસ્તાલીસ વરસ થયાં ને (ગુરુવાણી સાંભળતાં સાંભળતાં) આહા... હા! કોઈ વક્તા, આડુંઅવળું કહું તો, ખાનગીમાં માન રાખે આમ, જાહેરમાં ન કહે, ખરેખર કહેવું પણ ન જોઈએ, કહેવું ખરું તારી પાસે ક્ષયોપશમ જ્ઞાન વધારે હોય, તો એને ખાનગીમાં કહેજે, એનું માન જાળવજે! અને માન જાળવીને તને જે લાગે એ વાત એને (વક્તાને) કરજે. અને એનાં (વક્તાનાં) લક્ષમાં આવશે તો બીજે દિવસે, પાત્ર વક્તા હોય-તે જાહેર કરશે કે ગઈકાલે મારી આ ભૂલ થઈ ગઈ હતી, એક ભાઈએ મને આ મારી ભૂલ બતાવી, હું એનો ઉપકારી છું-આવું તો વક્તાનું નિર્માનપણું હોવું જોઈએ. એને વક્તા કહેવામાં આવે છે.
(અહીં કહે છે.) બહુ આરંભ આહા.... હા! આ પરિણામ જે પ્રગટ થાય ને ઈ બધા આરંભ છે. એ પરિણામ ઉપર મમતા કરવી-મૂર્છા કરવી એ પરિગ્રહ છે. કેમ કે એ પરદ્રવ્ય છે. પરિણામ પરદ્રવ્ય છે!
(શ્રોતા ) આહા હા ! કલ્પનામાં ન આવે, એવી વાત છે!
(ઉત્તર) આરંભ તથા પરિગ્રહનો ભગવાન આત્મામાં. અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી. આહા.... હા ! નારકપર્યાયમાં એ આત્મા હોય કદાચ, સંયોગમાં તોપણ એ આરંભના અને પરિગ્રહના જે પરિણામથી નારકપર્યાય આવે સંયોગમાં પણ આરંભ અને પરિગ્રહનો જ મારામાં અભાવ છે. તેથી નારક... પર્યાય.... મારામાં નથી એનો અભાવ છે. નારકીના પરિણામનું કારણ જે આરંભ-પરિગ્રહ, એ આરંભ-પરિગ્રહનો મારામાં અભાવ હોવાથી, નારકપર્યાય હું નથી. આહા.. હા !
(કહે છે) “સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે,” _સંસારીઅજ્ઞાની પ્રાણીને, વ્યવહારનયે, બહુ આરંભ અને પરિગ્રહ વ્યવહારથી હોય છે. નિશ્ચયથી હોતા નથી. અને “તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહ-રાગ-દ્વેષ હોય છે.” વ્યવહારનયે હો? આ વ્યવહાર (નવ) ની વાત છે. તેથી એ વ્યવહારનય અભૂતાર્થ છે એ વ્યવહારનય.... બીજાના ભાવને બીજાનો કહે છે માટે અસત્યાર્થ છે.
પરંતુ મને” –પરંતુ મને એટલે “શુદ્ધનિશ્ચયનયના બળે” , મને એટલે “ શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી” મોહ-રાગ-દ્વેષ નથી. અને એના હેતુભૂત આયુકર્મ પણ મને બંધાતું નથી, અને મને વ્યવહારનયે... જે આરંભ-પરિગ્રહ છે તેઓ શુદ્ધ નિશ્ચયનયના બળે (મને) નથી. આહા.... હા! જુઓ, વ્યવહારનયે પરિણામ જે બે પ્રકારનાં વર્તે છે, એનું જ્ઞાન કરાવીને, નિષેધ કરાવે છે. અદ્ધરથી નિષેધ કરાવતા નથી. વ્યવહારનયે (એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com